Last Modified: ચેન્નઈ , ગુરુવાર, 22 મે 2008 (12:00 IST)
જીત મળતા રાહત અનુભવી રહ્યા છે દ્રવિડ
હાર પર હારને કારણે બેંગલોર રોયલ ચેલેંજર્સના માલિક વિજય માલ્યાને લઈને ક્રિકેટ પંડિતોની ટિપ્પણીના શિકાર બનેલા રાહુલ દ્રવિડે ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)માં ચેન્નઈ સુપર કિંગ્સ પર મેળવેલી નાટકીય જીત પછી કહ્યુ કે તેઓ ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે.
દ્રવિડે 14 રનથી જીત્યા પછી કહ્યુ કે આ જીતથી અમને ખૂબ જ રાહત મળી છે. અમે આ માટે ઘણી મહેનત કરી હતી. જીતીને ઘણુ સારુ અનુભવી રહ્યા છે. જીત માટે થોડા ઘણુ નસીબ પણ જોઈએ જે અમારી સાથે હતુ.
તેમણે આ જીતનો શ્રેય પોતાના બોલરોને આપ્યોમ જેમણે 126 રનના ઓછા સ્કોરનો સારી રીતે બચાવ કરીને ટીમને આઈપીએલમાં ત્રીજી જીત અપાવી.
દ્રવિડે કહ્યુ કે બધો શ્રેય બોલરોને જાય છે, કારણકે અમારી બેટિંગ સારી નહોતી. અમને જ્યારે સારી બોલિંગની જરૂર હતી ત્યારે ડેલ, સ્ટેન અને અનિલ કુંબલી શાનદાર બેટિંગ કરી.
દ્રવિડ જો કે પોતાની બેટિંગથી ઘણા નિરાશ હતા. તેમણે કહ્યુ કે જો તમે પહેલી 10 ઓવરમાં લગભગ 40 રન બનાવો છો તો ઘણી નિરાશા સાંપડે છે. અમે હંમેશા દસ ઓવર પછી સારુ રમ્યા. મને નથી લાગતુ કે અમે અમારી શ્રેષ્ઠ રમત બતાવી છે, પણ અમારા બોલરોએ મેચ અમારા પક્ષમાં ખેંચી લીધી.
સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ સ્વીકાર્યુ કે તેમની ટીમને અતિ-આત્મવિશ્વાસનું પરિણામ ભોગવવુ પડ્યુ છે. આ સાથે જ તેમણે કહ્યુ કે શોટની પસંદે મેચમાં અંતર ઉપજાવ્યુ છે. તેમના કહેવા મુજબ તેમનુ શોટ મારવાની રીત સારી નહોતી, અહીં સુધી કે મારી પોતાની પણ નહી. કોઈ પણ જવાબદારીપૂર્વક ન રમ્યુ, અને શોટને કારણે મેચમાં મુખ્ય અંતર આવી ગયુ.
તેમણે કહ્યુ કે 126 રન કોઈ મોટો સ્કોર ન કહેવાય, અને તેને સરળતાથી મેળવી શકાતો હતો, પરંતુ સારી શરૂઆત મળ્યા પછી અમે ઝડપથી વિકેટ ખોઈ બેઠા. વિકેટ થોડી ધીમી થઈ ગઈ હતી, છતાં લક્ષ્ય નાનુ હતુ અને તેને પાર કરી શકાતુ હતુ.
ધોનીએ આગળની મેચો માટે કહ્યુ કે અમારે સેમીફાઈનલમાં પહોંચવા માટે એક ઈકાઈના રૂપમાં સારુ પ્રદર્શન કરવુ પડશે.
મેચનો તખ્તો પલટાવનાર અનિલ કુંબલેએ મહત્વની ભૂમિકા ભજવી. તેમણે 14 રન આપીને ત્રણ વિકેટો ઝડપી અને તેમને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા.
કુંબલેએ કહ્યુ કે ટ્વેંટી-20ને બેટ્સમેન ની રમત માનવામાં આવે છે પણ આ જોઈને ખુશી થઈ કે અહીં બોલરોએ સારુ પ્રદર્શન કર્યુ.
તેમણે કહ્યુ કે જ્યારે તમારે 126 રનનો બચાવ કરવાનો હોય છે ત્યારે શરૂઆતમાં વિકેટ મળવી જોઈએ પણ તેમની શરૂઆત સારી હતી. પહેલી વિકેટ મળ્યા પછી બીજા બોલરોએ પણ સારુ પ્રદર્શન કર્યુ અને દબાવ બનાવ્યો. સ્ટીવન ફ્લેમિંગની વિકેટ ખૂબ મહત્વપૂર્ણ હતી.