Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2009 (19:00 IST)
માઇકલ ક્લાર્ક IPLમાથી ખસી ગયો
ઓસ્ટ્રેલિયન વાઇસ કેપ્ટન માયકલ કલાર્ક ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) સિઝન-2માંથી ખસી ગયો છે. માયકલ કલાર્કની આ સિઝનમાં સૌથી ઉંચી બોલી લાગનાર હતી પરંતુ ઓસ્ટ્રેલિયાના અતિ વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં લઇને તે આ સ્પર્ધામાંથી ખસી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તેણે પોતાની કિંમત પણ વધુ રાખી હતી.
માયકલ કલાર્કે આજે સવારે જણાવ્યું હતું કે આકર્ષક ટ્વેન્ટી ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો તેનો નિર્ણય યોગ્ય છે. કારણ કે ઓસ્ટ્રેલિયાનો આગામી કાર્યક્રમ ખૂબ જ ભરચક છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેના માટે સૌથી મહત્વપૂર્ણ બાબત ઓસ્ટ્રેલિયા તરફથી રમવાની છે. કલાર્ક ઊપર એક મિલિયન ડોલરની બોલીથી હરાજી શરૂ થનાર હતી. ચેન્નાઇ સુપર કીંગ કલાર્ક માટે બોલી લગાવનાર હતું.