શાહરૂખે આપ્યો ગાવસ્કરની ટિપ્પણીનો જવાબ
કલકત્તા નાઈટરાઈડર્સના માલિક શાહરૂખ ખાને ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરને જોન બકીનના એક કરતા વધુ કપ્તાનોની નીતિ પર ટિપ્પણી કરવા બદલ કડક વળતો જવાબ આપ્યો. શાહરૂખે કહ્યુ કે તેમણે આ ટીમ ખરીદી છે અને તેઓ પોતાની રીતે આને સંચાલિત કરશે. ઓસ્ટ્રેલિયાઈ ટીમના પૂર્વ કોચ બકીનને આઈપીએલના બીજા સત્ર માટે ટીમમાં ઘણા કપ્તાન રાખવાની નીતિ બનાવી હતી. શાહરૂખે કહ્યુ - હુ ગાવસ્કરનુ ઘણુ સન્માન કરુ છુ. હુ તેમના, વિશ્વનાથ અને કપિલ દેવના ક્રિકેટનો આનંદ ઉઠાવીને જ મોટો થયો છુ. પરંતુ હુ કહેવા માંગુ છુ કે આને થોડા સમય તો અજમાવીને જોવા દો. જો અમે અસફળ રહીશુ તો જૂની નીતિ અપનાવીશુ. મેં આ ટીમ પાછળ ઘણા પૈસા ખર્ચ્યા છે. જો તમને કોઈ તકલીફ હોય તો ટીમ ખરીદો અને પોતાની રીતે ચલાવો. તેમણે કહ્યુ - બકીનને આ નવો ફોર્મૂલા કાઢ્યો છે. અમે પહેલા આને અભ્યાસ મેચમાં અપનાવીને પરિણામ જોઈશુ અને પછી આગળની રણનીતિ બનાવીશુ.