1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By વેબ દુનિયા|

આઈપીએલ રોમાંચની રંગારંગ કાર્યક્રમથી શરૂઆત

P.R
:
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાના સોલ્ટલેક સ્ટેડિયમમાં આજે રંગારંગ કાર્યક્રમ દ્વારા આઇપીએલ-6નું ઉદ્ધાટન થશે. આઇપીલ-6ની પ્રથમ મેચ બુધવારે રમાશે. પ્રથમ મેચ કોલકતા નાઇટ રાઇડર્સ તથા દિલ્હી ડેયરડેવિલ્સ વચ્ચે યોજાશે.

ટૂકા ફોર્મેટનો આનંદ માણનાર વ્યક્તિઓ માટે આજથી આઇપીએલ-6ની ઔપચારિક શરૂઆત થઇ રહી છે. કોલકતાના સોલ્ટલેક સ્ટેડિયમમાં આઇપીએલનું રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉદ્ધાટન થશે. આ કાર્યક્રમની શરૂઆત સાંજ 7 વાગે થશે. આ કાર્યક્રમનું સેટ મેક્સ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આઇપીએલ અને વિવાદ બન્ને એકબીજા સાથે રહે છે. આઇપીએલ-6માં હમણા જ નવો વિવાદ સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ ચેન્નઇમાં રમાનારી મેચોમાં શ્રીલંકન ખેલાડીઓનો રમવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તો બીજી બાજુ મુંબઇ ક્રિકેટ એસોસિયેશને પણ શાહરૂખખાન પર પાંચ વર્ષનો પ્રતિબંધ યથાવત્ રાખ્યો છે.

આઇપીએલ-6ના આ ભવ્ય કાર્યક્રમના ઉદ્ધાટનની જવાબદારી શાહરૂખખાનની માલિકીવાળી કંપની રેડ ચિલી એન્ટરટેઇમેન્ટ પ્રાઇવેટ લીમીટેડને સોંપવામાં આવી છે. આ ભવ્ય કાર્યક્રમની શરૂઆતમાં શાહરૂખ ખાન, કેટરિના કૈફ તથા આંતરરાષ્ટ્રિય રેપર પિટબુલ સહિત બોલિવૂડની કેટલીક જાણીતી હસ્તીઓ આ ઉદ્ધાટન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે.