1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 14 મે 2009 (19:49 IST)

બેંગ્લોરનો બે વિકેટે વિજય

ચેન્નાઈ સામેની રોમાંચક મેચમાં બેંગલોર રોયલ ચેલેન્જર્સે બે વિકેટે વિજય મેળવીને આગલી મેચની હારનો બદલો લઈ લીધો છે. તેમજ સેમીફાયનલમાં પ્રવેશવાની આશા પણ જીવંત રાખી છે. આ મેચમાં પણ સૌથી વધુ રન કરનાર ટેલરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

બેંગ્લોરની શરૂઆતમાં ત્રણ વિકેટો ખૂબ ઝડપી પડી ગઈ હતી. કાલિસને 0 રને કાલિસે એલબીડબલ્યુ કર્યો હતો. ત્યારબાદ રાહુલ દ્રવિડ 8 રન બનાવીને ત્યાગીની ઓવરમાં આઉટ થયો હતો. તો રોબિન ઉથપ્પા પણ 6 રન બનાવીને મોર્કલની હાથે એલબીડબલ્યુ થયો હતો.

પણ ત્યારપછી ટેલર અને વિરાટ કોહલીએ બાજી સંભાળી લીધી હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે 56 રનની ભાગીદારી નોંધાવીને બેંગ્લોર માટે જીતની આશા પેદા કરી હતી. જો કે વિરાટ 38 રન બનાવીને બાલાજીનો શિકાર બન્યો હતો. વિરાટનાં આઉટ થયા બાદ બાઉચર 5 રન, મર્વે 3 રન, અને અખિલ 0 રને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ ટેલર પણ છેલ્લી ઓવરમાં 46 રન બનાવીને ઓરમની ઓવરમાં આઉટ થઈ ગયો હતો.

પણ પ્રવિણકુમાર અને વિનયકુમારે બેંગ્લોર માટે જીત અપાવી હતી. મેચનાં અંતિમ બે બોલ બાકી હતા,ત્યારે બેંગ્લોરે જીત હાંસલ કરી હતી.