સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (14:56 IST)

JIOના સ્પેશ્યલ ઓફર સાથે iphone8 અને iphone8 Plus લોન્ચ

akash ambani
રિલાયંસ જિયોના ચીફ ઓફ સ્ટ્રેટેજી આકાશ અંબાની એ મુંબઈમાં થયેલ એક ઈવેંટમાં શુક્રવારે જિયો સ્પેસિફિક ઓફર સાથે  iphone 8 અને  iphone 8 Plus લોંચ કર્યો. એપ્પલના સીઈઓ ટીમ કુક વીડિયો દ્વારા આ ઈવેંટ સાથે જોડાયા. રિલાયંસ ઈંડસ્ટ્રીજ લિમિટેડ (RIL)ના ચેયરમેન મુકેશ અંબાની પણ વીડિયો દ્વારા આ ઈવેંટમાં જોડાયા. 
 
બધા જિયો સ્ટોર્સમાં મળશે  iphone8, iphone8 Plus
 
આ અવસર પર મુકેશ અંબાનીએ કહ્યુ, ભારતમાં 4G કવરેજ 2G કવરેજથી અનેક ગણુ સારુ રહેશે. તેમણે કહ્યુ કે એપ્પલ સાથે અમારી પાર્ટનરશિપ બેસ્ટ વેલ્યૂ અને એક્સપીરિયસ ઓફર કરશે. આ લોન્ચિંગ પછી નવા iphone8 અને iphone8 plus પર 10,000 રૂપિયાનો કેસબેક મળશે. 
 
જિયોની કેશબેક સ્કીમ - જિયોની કેશબેક સ્કીમ હેઠળ એ બાયર્સને 70 ટકા કેશબેક ઓફર કરવામાં આવી રહી છે જે રિલાયંસ  ડિઝિટલ jio.com કે જિયો સ્ટોર દ્વારા iphone 8 કે iphone8 Plus ખરીદશે.. આ સ્કીમ હેઠળ યૂઝર જો જિયોની સિમ સાથે iphone 8 કે iphone8 Plus યૂઝ કરે છે તો એક વર્ષ પછી  પરત કરતા તેમને ડિવાઈસના પરચેજ પ્રાઈસના 70 ટકા પૈસા પરત મળશે. 
 
799 રૂપિયાનો ટૈરિફ પ્લાન 
 
રિલાયંસ જિયોએ iphone અને या iphone8 Plus માટે એક શાનદાર ટૈરિફ પ્લાન પણ લોંચ કર્યો છે. 799 રૂપિયાવાળા આ ટૈરિફ પ્લાન હેઠળ કસ્ટમર્સને ફ્રી વોયસ અને એસએમએસ સર્વિસ ઉપરાંત દર મહિને 90 જીબીનો ડેટા મળશે. આ પ્લાન પ્રી-પેડ યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ છે. પણ તેની વેલિડિટી 28 દિવસની રહેશે.