મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 8 મે 2017 (16:43 IST)

Reliance Jioની નવી ઓફર - 4જી વાઈફાઈ ડિવાઈસ પર 100% કેશબેક

રિલાયંસ જિયોએ વાઈ-ફાઈ ડિવાઈસ પર ઓફર રજુ કરી છે. કંપની જિયો વાઈફાઈ 4જી રાઉટર ખરીદનારા કસ્ટમર્સને 100% કેશબેક ઓફર આપી રહી છે. તે માટે કસ્ટમરને જૂના ડાટા કાર્ડ કે ડોંગલ કે વાઈફાઈ હોટસ્પોટ રાઉટર્સ એક્સચેંજ કરવુ પડશે. 
 
રિલાયંસ જિયો ડિઝિટલ સ્ટોઅર અને જિયો કેયર સેંટર પર ઓફર અવેલેબલ છે. કંપની બે પ્રકારની ઓફર આપી રહી છે. 
 
પ્રથમ પ્લાન મુજબ કસ્ટમરને જૂનુ ડોંગલ અને 1999 રૂપિયા આપવા પડશે. બદલામાં કંપની જિયો-ફાઈ ડિવાઈસ અને 2010 રૂ વેલ્યુ ફ્રી 4જી ડેટા પણ આપશે.  આ માટે યૂઝરને 408 રૂપિયાનુ રિચાર્જ કરાવવુ પડશે. જેમા પ્રાઈમ સબ્સક્રિપ્શન 99 રૂપિયાનો પણ સમાવેશ છે. 
 
જો કસ્ટમર એક્સચેંજના જિયો-ફાઈ ડિવાઈસ ખરીદવા માંગે છે તો પણ તેને 1999 રૂપિયા આપવા પડશે. જોકે આ પ્લાનમાં કસ્ટમરને 1005 રૂ વેલ્યુનો ફ્રી 4જી ડેટા પણ આપવામાં આવશે. આ માટે પણ 408 રૂનુ રિચાર્જ કરાવવુ પડશે.