સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 3 મે 2018 (11:31 IST)

હવે સિમ અને નેટવર્ક વગર કરી શકશો મોબાઈલ પરથી કોલિંગ.. જાણો કેવી રીતે...

. મોબાઈલ નેટવર્કની સમસ્યા દરેક બીજી વ્યક્તિ પરેશાન રહે છે. સિગ્નલ ન મળતા ક્યારેક નેટ નથી ચાલતુ તો ક્યારે જરૂરી સમય પર કોલિંગ માટે પણ નેટવર્ક મળી શકતુ નથી. ટૂંક સમયમાં જ આ સમસ્ય્સાના નિદાન માટે એક સર્વિસ શરૂ થવાની છે. આ સેવાને ઈંટરનેટ ટેલીફોનીના નામથી ઓળખવામાં આવશે. આ તકનીકથી તમે ઘરમાં હોય કે ઓફિસમાં કોઈપણ સ્થાન પર નેટવર્ક વગર કોલ કરી શકશો. 
 
સરકારે આપી અનુમતિ - સરકારે આ પ્રકારના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. ટેલીફોન ઓપરેટર્સને ઈંટરનેટ ટેલીફોની લાઈસેંસ લેવુ પડશે.. જે કંપનીઓ પાસે લાઈંસેસ હશે તે ગ્રાહકોને આ સુવિદ્યા ઓફર કરી શકશે.  આ સુવિદ્યા માટે કોઈપણ પ્રકારની સિમની જરૂર નહી પડે.  આને એપ દ્વારા એક્ટિવેટ કરવામાં આવશે.