શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2016 (12:09 IST)

તમને વ્હાટ્સએપ વીડિયો કૉલ અપડેટનું ઈનવિટેશન મળ્યુ છે તો સાવધાન થઈ જાવ...

તમને વોટ્સએપ પર કોલિંગ ની સુવિદ્યાને એક્ટિવેટ કરવાનુ વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. અનેક સ્પૈમર્સ ખોટી લિંક મોકલીને લોકો સાથે દગાબાજી કરી રહ્યા છે. વ્હાટ્સએપ યૂઝર્સ સાથે ફ્રોડ કરવા માટે સ્પૈમર્સે એક સ્પૈમ વેબસાઈટ તૈયાર કરી છે જેના દ્વારા હૈંકર્સ યૂઝર્સને ફસાવવાનુ કામ કરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બરના રોજ વ્હાટ્સએપે વીડિયો ફીચર લોંચ કર્યુ હતુ. પણ થોડા જ સમય પછી વ્હાટ્સએપ યૂઝર્સ પાસે ઈનવિટેશન લિંક આવવી શરૂ થઈ ગઈ. યૂઝર્સ જેવી જ લિંક પર ક્લિક કરે છે યૂઝએર્સ બીજા એક વેબપેજ પર પહોંચી જાય છે. અહી તેને ગ્રુપ કોલિંગ એક્ટિવેટ કરવાનો મેસેજ આવવા લાગ્યા છે. 
 
જેવા જ આ મેસેજ પર યૂઝર ક્લિક કરે છે તેવુ જ લખાઈને આવે છે કે તમને વોટ્સએપ વીડિયો કોલિંગ ફિચર ટ્રાઈ કરવા માટે ઈનવાઈટ કરવામાં આવે છે. આ ફીચરને ફક્ત એ જ લોકો એક્ટિવેટ કરી શકે છે જેમને ઈનવિટેશન મળ્યુ છે. 
 
જેવુ તમે તેના પર ક્લિક કરશો તેવુ જ તમારી સામે એક નવુ પેજ ખુલી જશે. જ્યા યૂઝર પાસે વેરિફિકેશન માંગવામાં આવે છે. અહી યૂઝરને કહેવામાં આવે છે કે આ વીડિયો કોલિંગ ફીચરને ઈનેબલ કરવા માટે તમારે તમારા ચાર ફ્રેંડ્સને લિંક શેયર કરવી પડશે અને તેમને ઈનવાઈટ કરો. 
 
જેવુ યૂઝર આ લિંક પર આગળ ક્લિક કરે છે તો તે સ્પૈમનો શિકાર થઈ જાય છે. આ સ્પૈમ મેસેજ યૂઝર્સના ફોનમાં સેવ ડેટાને હૈંક કરી લે છે. 
 
હૈંકિંગના શિકાર બનતા કેવી રીતે બચશો  ? 
 
- વ્હાટ્સએપ પર વીડિયો કોલિંગ ફીચર અપડેટ કરવા માટે વ્હાટ્સએપનો વીડિયો કૉલ ફીચરવાળુ નવુ વર્ઝન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈટ્યૂન પરથી ડાઉનલોડ કરો. 
 
-વ્હાટ્સએપ વીડિયો કોલિંગ ફીચરને અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારના મેસેજ પોતાના યૂઝર્સને મોકલી રહ્યુ નથી. આવા મેસેજ હૈકર્સ તરફથી મોકલવામાં આવી રહ્યા છે.