સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 16 મે 2017 (11:36 IST)

26 મેના રોજ શરૂ થશે દેશની પ્રથમ Electric કેબ્સ સેવા

નાગપુર દેશનુ પ્રથમ શહેર હશે જ્ય ઈલેક્ટ્રિક કૈબ્સની શરૂઆત કરવામાં આવશે.  નાગપુરમાં આ પ્રોજેક્ટનુ કામકાજ જોયા પછી અન્ય શહેરોમાં પણ તેને લાગુ થવાના રસ્તા ખુલશે. 
 
માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ  મીડિયાને જણાવ્યુ, 'મહિન્દ્રા એંડ મહિન્દ્રા આ પ્રોજેક્ટ માટે 200 ટેક્સીઓ પુરી પાડી રહ્યુ છે. 
 
તેમને જણાવ્યુ, 'આ પ્રોજેક્ટની શરૂઆત ખૂબ પહેલા જ કરવા માંગી રહ્યા હતા. પણ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં સમય લાગી ગયો.' 
 
હાલ 200 કારનુ ટ્રાયલ કરવામાં આવી રહ્યુ છે. આ કારમાં મહિન્દ્રાની ઈ-વેરિટો અને ઈ20 પ્લસનો સમાવેશ થવાના સમાચાર છે.