સ્નૈપચેટના સીઈઓએ ભારતને ગરીબ કહ્યુ તો નારાજ ભારતીય હૈકર્સે લીક કર્યો 17 લાખ લોકોનો ડેટા

snap chat
Last Modified સોમવાર, 17 એપ્રિલ 2017 (11:12 IST)
કેટલાક ભારતીય હૈકર્સે દાવો કર્યો છે કે તેમને 17 લાખ સ્નૈપચૈટ યૂઝર્સનો ડાટાબેસ લીક કરી દીધો છે. તેને ગયા વર્ષે હૈક કરવામાં આવ્યો હતો . એવુ કહેવાય રહ્યુ છે કે ભારતીય હૈકર્સે આ પગલુ સ્નૈપચેટના ઈવાન સ્પીગલની વિવાદાસ્પદ ટિપ્પણી પછી આવ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે ભારત અને સ્પેન જેવા ગરીબ દેશોમાં તેમની કંપનીના વિસ્તાર કરવાની કોઈ યોજના નથી. ભારતીય હૈકર્સ મુજબ તેમને ગયા વર્ષે ડેટાબેસને હૈક કર્રી લીધો હતો અને તેમને હવે 17 લાખ યૂઝરનો ડેટા લીક કરી દીધો છે.


આ એપ ફક્ત શ્રીમંતો માટે - એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઈવેન સ્પીગલે કહ્યું હતું કે, આ એપ માત્ર અમીરો માટે જ છે… હું આને ભારત અને સ્પેન જેવા ગરીબ દેશોમાં આને ફેલાવવા માંગતો નથી. રવિવારે સ્નેપચેટે કથિત રીતે આનો જવાબ આપ્યો હતો. કંપનીએ કહ્યું કે, આ બકવાસ છે, સ્નેપચેટ બધા માટે છે આ પૂરી દુનિયામાં ફ્રિ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
એપ સ્ટોર પર સ્નેપચેટનું રેટિંગમાં ઘટાડો - ઈવાનની ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર સ્નેપચેટ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેની સીધી અસર એપ સ્ટોર પર સ્નેપચેટના કસ્ટમર રેટિંગમાં જોવા મળી હતી. તેના હાલના વર્ઝનનું રેટિંગ ‘સિંગલ સ્ટાર’ (સાત હજારથી વધુ વપરાશકર્તાઓના રેટિંગના આધારે) થઈ ગયું હતું. જ્યારે તમામ વર્ઝન્સનું રેટિંગ ‘વન એન્ડ હાફ સ્ટાર’ (દસ હજારથી વધુ રેટિંગ્સના આધારે) થઈ ગયું હતું.
ભારતમાં 40 લાખ સ્નેપચેટ યુઝર્સ
ટ્વિટર પર #UninstallSnapchat તથા #BoycottSnapchat જેવા હૈશટેગ રાતોરાત વિશ્વભરમાં ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ભારતીયો તથા ભારતીય મૂળના નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. તેમણે એપ સ્ટોર પર ઈયાનની ટિપ્પણીની ટીકા કરતા મેસેજ મૂકીને એપને અન-ઈનસ્ટોલ કરી હતી. સ્નેપચેટ માટે રાહતજનક બાબત એ રહી કે, તેનું ગુગલ પ્લેસ્ટોર પર રેટિંગ લગભગ યથાવત્ (4.5 જેટલું) રહ્યું છે અને તેમાં કોઈ ખાસ ફેર પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં લગભગ 40 લાખ સ્નેપચેટ વપરાશકર્તા છે.


આ પણ વાંચો :