સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (11:07 IST)

કામની વાત -વકીલ પણ થઈ ગયા ઑનલાઈન, આ વેબસાઈટસથી લઈ શકો છો કાનૂની સલાહ

દુનિયા ડિજિટલ થઈ રહી છે. ભારત પણ ડિજિટલ થઈ રહ્યું છે. દરેક વસ્તુ ઑનલાઈન મળવા લાગી છે. અહીં સુધી કે માટી પણ વેચાઈ રહી છે. કોચિંગથી લઈને વાળ કાપનારની બુકિંગ પણ બધુ ઑનલાઈન થઈ ગયું છે. એક ધંધા બચેલું હતું વકીલનો, હવે તે પણ ઑનલાઈન થઈ ગયુ છે. ઘણી બધી વેબસાઈટ્સ લાંચ થઈ છે. જેનાથી તમે દરેક બબાત માટે વકીલોની બુકિંગ કરી શકો છો અને તેનાથી સલાહ પણ લઈ શકો છો. આવો જાણીએ છે આ વેબસાઈટસના વિશે... 
 
Legistify 
લેજિસ્ટિફાઈ એક ભારતની એક ઓળખાતી કાનૂની વેબસાઈટ છે જ્યાંથી તમે તમારા ખિસ્સા મુજબ વકીલને હાયર કરી શકો છો. આ વેબસાઈટથી દેશના 700 શહેના વકીલ સંકળાયેલા છે. કંપનીનો દાવો છે કે અત્યારે સુધી 70 હજારથી વધારે લોકોને કાનૂની મદદ આપી છે. લેજિસ્ટિફાઈ, અમેજન, સ્નેપડીલ અનને ઓયો જેવી કંપનીઓની પણ કાનૂની મદદ કરી રહી છે. Legistifyના ફાઉંડર અક્ષત સિંઘલ છે. અક્ષતએ બિટ્સ પિલાનીથી ટેક્નોલોજીમાં ગ્રેજુએશન અને ફિજિક્સમાં માસ્ટરની ડિગ્રી હાસલ કરી છે. 
 
Lawrato 
આ વેબસાઈટથી તમે ઓનલાઈન વકીલથી સલાહ લઈ શકો છો અને તેને તમારા કોઈ કેસ સોંપી પણ શકો છો. આ વેબસાઈટ પર પણ શહર મુજબ વકેનને સર્ચ કરવા અને તેનાથી વાત કરવાનો ફીચર આપ્યું છે. 
 
Win my Case 
"વિન માય કેસ" એપથી તમે એક ક્લિક પર દેશના કોઈ પણ વકીલથી સલાહ લઈ શકો છો. આ એપની ખાસિયત આ છે કે યૂજર કોઈ પણ અનુભવી અને વરિષ્ટ વકીલની સાથે ફ્રી ચેટ કરી તેમના કેસને ડિટેલમાં ડિસ્કસ કરી શકે છે. તેની સાથે સાથે બધા વકીલને તેમના લોકેશન અને વિશેષજ્ઞતા મુજબ રાખ્યુ છે. જેથી યૂજરને વકીલ શોધવામાં પરેશાના ના હોય. 
 
Vakil Search 
આ સાઈટથી નામથી જાહેર હોય છે કે અહીં વકીલોના વિશે જાણકારી મળશે. આ વેબસાઈટને સેપ્ટેમ્બર 2011માં લાંચ કરાયું હતું. આ સાઈટથી તમે વકીલોને ઑપાઈમેંટ્સ ફિક્સ કરી શકો છો. તે સિવાય તમે આ સાઈટથી રેંટલ અને એમ્પ્લાયમેંટ્સ એગ્રીમેંટ જેવી સુવિધા પણ લઈ શકો છો. આ વેબસાઈટના પેકેજની વાત કરીએ તો આ 899 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની છે.