શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (12:31 IST)

દલાલી રોકવાનુ અભિયાન છે ડિઝિટલ ઈંડિયા - પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડિઝિટલ ઈંડિયાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી. તેમણે કહ્યુ કે ડિઝિટલ ઈંડિયા દલાલીને રોકવાનુ અભિયાન છે.  આ અભિયાનથી દલાલ અને બિચોલિયા પરેશાન છે. પીએમ મોદીએ કહ્યુ, હવે ડિઝિટલ સુવિદ્યાઓ દેશના દરેક નાગરિકને મળશે. રેલવે ટિકિટ, રસોઈ ગેસ, વીજાળી-પાણીનુ બિલ ભરવુ સહેલુ છે.  વિદ્યાર્થી ડિઝિટલ પુસ્તકાલય દ્વારા લાખો પુસ્તકોને એક્સેસ કરી રહ્યા છે. 
 
તેમણે કહ્યુ કે આજે ગામમાં ભણનારી વિદ્યાર્થી ફક્ત પોતાની શાળા-કોલેજમાં મળતા પુસ્તકો સુધી સિમિત નથી. તેઓ ઈંટરનેટનો ઉપયોગ કરી ડિઝિટલ લાઈબ્રેરી દ્વારા લાખો પુસ્તકોને એક્સેસ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ આજે લાખોની સંખ્યામાં યુવા વિલેજ લેવલ એંટરપ્રેન્યોર (વીએલએ)ના રૂપમાં કામ કરી રહ્યા છે. ખુશીની વાત છે એક તેમા 52 હજાર મહિલા ઉદ્યમી કામ કરી રહી છે. 
 
મોદીએ ડિઝિટલ ઈંડિયા આંદોલનના વિવિધ અભિયાનોના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યુ કે આંદોલનને લોકો સુધી ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં ઔધોગિકીના ફાયદા પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યુ હતુ.  મોદીએ કહ્યુ કે પ્રોદ્યોગિકીએ રેલ ટિકિટ બુક કરવા અને ઓનલાઈન બિલની ચુકવણી કરવામાં મદદ કરી છે.  જેનાથી ઘણી સગવડ થઈ છે.  તેમણે કહ્યુ, "અમે આ સુનિશ્ચિત કર્યુ કે ઔધોગિકીના ફાયદા થોડાક જ લોકો સુધી સીમિત  નથી રહ્યા પણ આ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. અમે સામાન્ય સેવા કેન્દ્રોના નેટવર્કને મજબૂત કર્યુ છે. 
 
મોદીએ લાભાર્થીઓને કહ્યુ કે તેઓ વેપારીઓ પર ભીમ એપ ઈંસ્ટોલ કરવાનુ દબાણ બનાવે જેથી સેવાઓ અને સામાન માટે ડિઝિટલ રીતે ચુકવણી કરી શકાય.