શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 31 માર્ચ 2018 (11:47 IST)

જાણો હવે જિજ્ઞેશ મેવાણી અલ્પે ઠાકોરને સાથે રાખીને કયો કાર્યક્રમ કરવાનો છે.

તાજતેરમાં દેશના અંગ્રેજી અખબારમાં દેશના સૌથી પાવરફૂલ 100 વ્યક્તિઓની યાદીમાં પીએમ મોદી, અમિત શાહ સહિત અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલનું નામ પણ સામેલ કરાયું હતું. ત્યારે જિજ્ઞેશ મેવાણીએ એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મને ધારાસભ્ય બનવાનો નહીં પણ સરકારને પડકારવાનો આનંદ છે.  પ્રાપ્ત વિગતો પ્રમાણે  બનાસ કાંઠા જિલ્લાના તીર્થગામમાં શનિવારે સવારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સન્માન સમારોહ યોજાયો હતો.

જેમાં તેમણે 1 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે 11 વાગે દરેક સમાજના લોકોની ફરિયાદો, અરજીઓને લઇ લોક સુનાવણી કાર્યક્રમ યોજીશું તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત એટ્રોસિટીના કાયદાને લઇ બીજી એપ્રિલે ભારતબંધનું એલાન તેમજ 14 એપ્રિલે સામખીયાળી હાઇવે બંધનું એલાન કર્યું હતું. ઠાકોર, દલિત, દેવીપૂજક સમાજના પ્રશ્નોને રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાથે રાખી 14મી એપ્રિલે બાબા સાહેબની જન્મ જ્યંતી ખાલી તેમની પ્રતિમાને માળા પહેરાવીને નહીં પણ કચ્છના સામખીયાળીના હાઇવેને બંધ કરાવીને કરીશું. ઠાકોર દલિત સમાજને 65 વર્ષ પહેલાં ફાળવેલ 5000 એકરથી વધારે જમીન ઉપર સાડા ત્રણ દાયકાથી માથાભારે તત્વોનો ગેર કાયદેસર કબજો છે.બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી સાંજે ઘરે સુઇ જાઉં એના કરતાં બહેતર છે કે સામખીયાળી પહોંચી હાઇવે બંધ કરાવી આ રાજ્ય સરકારની જેલમાં જાઉં જમીનના કબજા નથી મળ્યા તે સામખીયાળી ના પહોંચે તો 14 એપ્રિલના રોજ પોતાના તાલુકામાં રસ્તા રોકી આંદોલન કરે આજ મારા મતે ભાનુભાઇ વણકરના આત્માને સાચી સહાદત હશે. વધુમાં જણાવ્યું હતું કે ‘નામદાર કોર્ટનો આદર કરું છું પણ એટ્રોસિટીના કાયદાને લઇને સુપ્રીમ કોર્ટે જે ટીપ્પણી કરી જે સદંતર ગેર બંધારણીય છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશને પણ સંવિધાનના દાયરામાં રહીને કામ કરવું પડે છે.