શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 માર્ચ 2018 (16:59 IST)

જિજ્ઞેશ મેવાણીનો એક સવાલ અને બાદમાં વિધાનસભા ગૃહની ગરીમા લજવાઈ

ગુજરાત વિધાનસભામાં બંને પાર્ટીના સભ્યો વચ્ચે મારામારીની ઘટનાથી સત્રને લાંછન લાગ્યું છે. અધ્યક્ષે આવા બેહુદા વર્તન જોતાં અધ્યક્ષે વિધાનસભા ગૃહને થોડા સમય સુધી મુલતવી રખાયું હતું. અધ્યક્ષે કોંગ્રેસના એક સભ્યને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દીધા છે અને બે સભ્યોને દિવસ દરમ્યાન સસ્પેન્ડ કર્યા છે. આશારામને સંદિગ્ધ રીતે જોડતાં દિપેશ અને અભિષેકના અપમૃત્યુના મુદ્દે અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ વિગતો માગી હતી. તેમણે બાળકોના આ મૃત્યુકેસમાં સરકારમાં રજૂ થયેલા રિપોર્ટની વિગતો માગી હતી પરંતુ સરકારે આ રિપોર્ટની વિગતો આપવાનો ઇનકાર કરતાં વિધાનસભામાં આવી ઘટના બની છે.

બંને પાર્ટીના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી દરમ્યાન ગુજરાત વિધાનસભામાં જગદીશ પંચાલ અને પ્રતાપ દુધાત વચ્ચે મારામારી થઇ હતી. પહેલીવાર આવી ઘટના સામે આવી છે. અધ્યક્ષે કોંગ્રેસના અન્ય બે સભ્યો વિક્રમ માડમ અને અમરીશ ડેરને આખા દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. અધ્યક્ષે વિધાનસભા ગૃહ મુલતવી રાખ્યું હતું. ભાજપની કોમેન્ટથી ઉશ્કેરાઇ ગયેલા પ્રતાપ દુધાતે શાસક પક્ષ ભાજપના સભ્ય જગદીશ પંચાલની જગ્યા પર જઇને માઇક તોડી ઘા કર્યો હતો જેથી જગદીશ પંચાલને થોડું વાગ્યું હતું. આ મામલો વધુ ઉગ્ર બનતાં અધ્યક્ષે વિધાનસભાની બેઠક મુલતવી રાખી હતી. વિધાનસભામાં અપશબ્દો પણ બોલાયા હતા. આ ઘટનાથી ભાજપના અન્ય સભ્યો પણ ઉશ્કેરાઇ ગયા હતા. સાર્જન્ટોએ બંને પક્ષોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.