શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:54 IST)

કોગ્રેસના સભ્યો વેલ સુધી ધસી વિધાનસભા ગૃહમાંથી વિપક્ષ સસ્પેન્ડ

વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આજે વિપક્ષને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કોગ્રેસના સભ્યો વેલ સુધી ધસી આવતા સાંજ સુંધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષને પેટ્રોલ ડિઝલ પરના સેસના વિવાદને પગલે બરતરફ કરવા આવ્યો છે.અધ્યક્ષે સાર્જન્ટને વિપક્ષને ઉંચકીને બહાર લઈ જવા સુચના આપતા ગૃહ સુત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. વિધાનસભા અધ્યક્ષના વલણને પગલે કોંગ્રેસે અધ્યક્ષની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

જેમાં 'ખૂન થયું ભાઈ ખૂન થયું,લોકશાહીનું ખૂન થયું' નારાથી માહોલમાં ગરમાવો આવી ગયો હતો. આ સિવાય વિપક્ષે 'જતન કરો ભાઈ જતન કરો લોકશાહીનું જતન કરો', 'ખેડૂત વિરોધી યે સરકાર નહિ ચલેગી નહિં ચલેગી', 'ગુજરાત વિરોધી,દલિત વિરોધી,આદિવાસી વિરોધી, ઓબીસી વિરોધી,પાટીદાર વિરોધી' જેવા નારાઓ લગાવ્યા હતા.આ સિવાય કેબિનેટની બેઠકમાં એક લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે 3 થી 4 દિવસમાં મગફળીની ખરીદી શરૂ થશે. આ અંગે એપીએમસીઓને મગફળી ખરીદવા સૂચના આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલ મગફળી આગ કાંડમાં સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.