બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : બુધવાર, 5 મે 2021 (10:16 IST)

નવા નામથી પરત આવી રહ્યુ PUBG મોબાઈલ ગેમ? કંપનીએ પહેલા પોસ્ટર જોવાયુ પછી હટાવ્યો

પબજી મોબાઈલ ગેમ ફેંસ માટે ખુશખબરી આખરે કંપનીએ આ વાતની આધિકારિક જાહેરત કરી દીધી છે કે ગેમ ભારતમાં પરત આવશે. કંપનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર એક નવુ પોસ્ટરથી 
જણાવ્યુ કે ગેમને બૈટલગ્રાઉંડસ મોબાઈલ ઈંડિયા (Battlegrounds Mobile India) ના નામથી ભારતમાં લાંચ કરાશે. 
 
પણ આ પોસ્ટ કર્યાના થોડા કલાક પછી જ ફેસબુકથી આ ટીજર પોસ્ટરથી હટાવી લીધું. જણાવીએ કે છેલ્લા અઠવાડિયા કેટલાક રિપોર્ટમાં દાવો કરાયુ હતું પબજી મોબાઈલ ભારતમાં નવા નામથી એંટ્રી કરી શકે છે. 
 
હવે અચાનક આ પોસ્ટર સામે આવી જવાથી આ રિપોટ સાચી સિદ્ધ થવાના સંકેત મળી રહ્યા છે. પણ કંપનીએ લાંચ ડેટનો અત્યારે ખુલાસો નહી કર્યો.
 
પોસ્ટરમાં શું લખ્યો હતો
 ઑફીશિયલ પોસ્ટરમાં ગેમને Coming Soon લખ્યો હતો. પબજી મોબાઈઅ ઈંડિયાના સોશિયલ મીડિયા હેંડલનેપણ @Battlegrounds MobileIn માં બદલી દીધો છે. ફેસબુકના કવર પાના પર પણ (Battlegrounds Mobile India) લખેલુ સાફ જોવાઈ શકે છે. પણ ટ્વિટર હેંડલમાં કોઈ ફેરફાર નહી થયુ છે. 
 
જણાવીએ કે પબજી મોબાઈલ ઈંડિયાને ભારત સરકારનથી પણ પરવાનગી મળી ગઈ છે. ફેંસને પણ આ ગેમના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે.