ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 8 સપ્ટેમ્બર 2025 (14:37 IST)

WhatsApp Down: WhatsApp વોટ્સએપની સેવા ડાઉન, યુઝર્સ પરેશાન

WhatsApp વોટ્સએપની સેવા ડાઉન
ભારતમાં ફરી એકવાર દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને લઈને મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વોટ્સએપ વેબનો ઉપયોગ કરતા યુઝર્સ ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

સોમવાર સવારથી, ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ વોટ્સએપ વેબમાં લોગ ઇન કરી શકતા નથી, જ્યારે મોબાઇલ એપ કોઈપણ વિક્ષેપ વિના કામ કરી રહી છે.
 
ડાઉનડિટેક્ટર પરના અહેવાલો અનુસાર, બપોરે 1:35 વાગ્યાથી, મોટી સંખ્યામાં યુઝર્સે વોટ્સએપ વેબ કામ ન કરતી હોવાની ફરિયાદો નોંધાવી છે. યુઝર્સ અનુસાર, તેઓ વોટ્સએપ વેબમાં લોગ ઇન કરી શકતા નથી અથવા લોગિન કર્યા પછી મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા શક્ય નથી. ડાઉનડિટેક્ટર પર માત્ર થોડા કલાકોમાં સેંકડો ફરિયાદો નોંધાઈ હતી.