શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

જૈનોનું તીર્થધામ રાણકપુર

P.R

જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર મહાવીર સ્વામીનું જૈન મંદિર રાજસ્થાનના કટાળા નામના સ્થળ પર આવેલું છે. આ મંદિરની સાચી શોભા શ્રી મહાવીરજીના પર્વ, ચૈત્ર શુકલની એકાદશી થી શરૂ થઇને વેશાખ કૃષ્ણ દ્વિતીય (માર્ચ-અપ્રિલ) સુધી દેખાય છે. આ પર્વ જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની યાદમાં ઉજવવામાં આવે છે. જનશ્રુતિના મુજબ મહાવીરજીની મૂર્તિ આ સ્થળ પર એક મોચીએ ખોદીને કાઢી હતી, જે દેવના ટીલાના નામથી પણ પ્રખ્યાત છે. આ મંદિરની પાસે જ સંગેમરમર થી બનેલો એક માન સ્તંભ પણ સ્થાપિત છે.

રાજસ્થાનના જૈન ધર્મના પવિત્ર મંદિરોંમાં આ મંદિર, આખા ભારતમાં જૈન ધર્મના પવિત્ર સ્થળોમાંથી એક છે. ગંભીર નદીના કિનારા પાસે આવેલું આ મંદિર જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી વર્ધમાન મહાવીરજીની યાદમાં બનાવવામાં આવ્યું હતું.

આ મંદિરના નિર્માણ પાછળ એક કથા છે. 'સદીઓ પહેલાની વાત છે, એક ગાય દરરોજ એમના ઘરે થી સવારે ઘાસ ચરવા માટે નીકળતી હતી અને સાંજે ઘરે પાછી આવી જતી. કેટલાક દિવસોથી જ્યારે ગાય ઘરે પાછી આવતી ત્યારે તેના આચળોમાં દૂધ ન્હોતુ રહેતું. આનાથી ઉશ્કેરાયેલા તેના માલિકે એક દિવસ સવારે ગાયની પાછળ જોઇને જોયું તો એક વિશેષ સ્થાન પર તે ગાય આપમેળે દૂધ તેના આચળ માથી કાઢી નાખતી હતી. પાછળ થી જ્યારે તેણે આ સ્થળની ખોદાઇ કરાવી તો ત્યાંથી મહાવીર ભગવાનની એક મૂર્તિ મળી, જેને તે સ્થાન પરજ સ્થાપિત કરવામાં આવી.
P.R

ક્યારે જવું - આ મંદિરમાં આમ તો દર્શન કરવા માટે આખા વર્ષ દરમિયાન દરવાજા ખુલ્લા રહે છે, પરંતુ આ મંદિરની સાચી શોભા માર્ચ-એપ્રિલના મહિનામાં આયોજિત થનારા પર્વમાં જોવા મળે છે.

કેવી રીતે જવું - ચંદનગામ દિલ્હી-મુંબઇ બ્રોડ ગેઝ લાઇન પર શ્રી મહાવીરજી રેલવે સ્ટેશન થી લગભગ 6.5 કિ.મીના અંતરે આવેલું છે. આ હિંદોન થી 18 કિ.મી, કરોલી થી 29 કિ.મી અને જયપુર થી 176 કિ.મી દૂર છે. મંદિર સુધી જવા માટે બસ અને ઘોડાગાડી ઉપલબ્ધ છે.