સંબંધિત સમાચાર
- ઘરના ઉંબરા પર કરો આ કામ, દોડીને આવશે સફળતા અને લક્ષ્મી..
- સાંજે કરશો આ ઉપાય તો દરિદ્રતા થશે દૂર, લક્ષ્મી આવશે ભરપૂર
- 11 એપ્રિલથી 17 એપ્રિલ સુધીનુ સાપ્તાહિક રાસિફળ આ રાશિને સફળતા અપાવશે
- Chitra Navratri 2022 Peepal Remedies: નવરાત્રિમાં કરી લો આ ઉપાય, પ્રસન્ન થઈને તમારા ઘરમાં પધારશે મહાલક્ષ્મી
- દૈનિક રાશિફળ -જાણો આજનું રાશિફળ 4/4/2022
ભગવાન મહાવીરની માતાના 14 સ્વપ્નો
મહારાજા સિદ્ધાર્થે મહારાણી ત્રિશલા દ્વારા જોવામાં આવેલ સપનાઓની જાણકારી જ્યારે સ્વપ્નવેત્તાઓને આપી તો સ્વપ્નવેત્તાઓએ કહ્યું- રાજન! મહારાણીએ મંગળ સપનાઓના દર્શન કર્યા છે. સ્વપ્નવેત્તાઓએ સપનાઓની જે ભાવી વ્યાખ્યા કરી, તેનાથી ભગવાન મહાવીરનું ભવિષ્ય પ્રગટ થયું. જે 14 સપનાઓ ભગવાન મહાવીરની માતા ત્રિશલાએ નિંદ્રામાં જોયા હતાં- તેની સ્વપ્નવેત્તાઓએ ભાવી સુચનાઓ આ પ્રકારે જણાવી છે-
હાથી- જે રીતે શત્રુ સેનાને નષ્ટ કરે છે, તેવી જ રીતે આ કર્મરૂપી શત્રુઓનો નાશ કરશે.
વૃષભ - વૃષભ જે રીતે ભાર વહન કરે છે તેવી જ રીતે આ બાળક પણ સંયમનો ભાર વહન કરશે.
લક્ષ્મી - આ બાળક અનંત જ્ઞાન દર્શન રૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરશે.
પુષ્પમાળા - સુમનમાળાની જેમ બધાને પ્રિય કલ્યાણકારી થશે.
ચંદ્રમા - જેવી રીતે ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે, તેવી જ રીતે આ પણ બધા માટે શીતળતા અને સુરમ્યતાદાયક થશે.
સુર્ય - મિથ્યાત્વના દૂર કરીને રત્નત્રયીનો પ્રકાશ કરશે.
ધ્વજા - ધર્મધ્વજાને બધા જ લોકોમાં ફેલાવશે.
કુંભ કળશ - સંપુર્ણ આત્માના ગુણોનો ધારક થશે.
પદ્મ સરોવર - કમળાકાર સિંહાસન પર બેસીને દેશના કરશે.
ક્ષીર સમુદ્ર - સાગર જેવી અસીમ ઉંડાઈનો ધારક થશે.
દેવ વિમાન - અસંખ્ય દેવ-દેવીયોની પૂજ્યતા મેળવશે.