ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

તીર્થકર શાંતિનાથ

W.D
જૈન ધર્મના સોળમા તીર્થકર શાંતિનાથનો જન્મ જેઠ મહિનાની તેરસ વદમાં ઈક્ક્ષવાકુ કૂળમાં થયો હતો. શાંતિનાથના પિતા હસ્તીનાપુરના રાજા વિશ્વસેન હતાં અને માતાનું નામ અચીરા હતું.

શાંતિનાથ અવતારી હતાં. તેમના જન્મની સાથે જ ચારેય બાજુ શાંતિનું રાજ કાયમ થઈ ગયું હતું. તેઓ શાંતિ, અહિંસા, કરૂણા અને અનુશાસનના શિક્ષક હતાં.

શાંતિનાથના સંબંધમાં માન્યતા છે કે પોતાના પૂર્વ જન્મોના કર્મોના કારણે તેઓ તીર્થકર થઈ ગયાં. પૂર્વ જન્મમાં શાંતિનાથજી એક રાજા હતાં. તેમનું નામ મેઘરથ હતું. મેઘરથના વિશે પ્રસિદ્ધિ હતી કે તે દયાળુ અને કૃપાળુ હતા તેમજ પોતાની પ્રજાની રક્ષા માટે હંમેશા તત્પર રહેતાં હતાં.

એક સમયે તેમની સામે એક કબુતર આવીને તેમના ચરણોમાં પડ્યું અને મનુષ્યની અવાજમાં બોલવા લાગ્યું કે રાજન હું તમારી શરણમાં આવ્યુ છું મને બચાવી લો. ત્યારે પાછળ એક બાજ આવ્યો અને તે પણ બોલવા લાગ્યો કે રાજન, તમે આ કબુતરને છોડી દો, આ મારૂ ભોજન છે.

રાજાએ કહ્યું કે આ મારી શરણમાં છે. હું આની રક્ષા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. તુ આને છોડીને ક્યાંય બીજે જા. જીવ હત્યા પાપ છે તુ કેમ જીવોને જીવોને ખાય છે?

બાજ કહે છે રાજન હું એક માંસભક્ષી છુ. જો હું આનુ નહી ખાઉં તો હું ભુખથી મરી જઈશ. ત્યારે મારા મૃત્યુનો જવાબદાર કોણ હશે અને કોને આનું પાપ લાગશે? કૃપયા તમે મારી રક્ષા કરો. હું પણ તમારી શરણમાં છું.

ધર્મસંકટની આ ઘડીમાં રાજન કહે છે કે તુ આ કબુતરના વજન જેટલુ માંસ મારા શરીરમાંથી લઈ લે, પણ આને છોડી દે.

ત્યારે બાજ તેના પ્રસ્તાવને માની લે છે અને કહે છે કે ઠીક છે રાજન, ત્રાજવામાં એક બાજુ કબુતરને મુકી દો અને બીજી બાજુ તમે જે માંસ આપવા માંગો તે માંસ મુકી દો.

ત્યારે ત્રાજવામાં રાજા મેઘરથે પોતાની જાંઘનો એક ટુકડો મુક્યો, પરંતુ આનાથી કબુતર જેટલુ વજન થયું નહિ તો તેમણે બીજી જાંઘનો ટુકડો કાપીને મુક્યો તો પણ કબુતર જેટલુ વજન થયું નહિ ત્યારે તેમણે બંને બાજુઓનું માંસ કાપીને મુક્યું તે છતાં પણ તેટલુ વજન થયું નહિ તો તેમણે કહ્યું કે હું આખો જ ત્રાજવામાં બેસી જઉં છુ પણ તુ આ કબુતરને છોડી દે.

રાજનાના આ આહાર દાનના અદભુત પ્રસંગને જોઈને બાજ અને કબુતર પ્રસન્ન થઈને દેવતા રૂપમાં પ્રગટ થઈને શ્રદ્ધાથી નમીને કહે છે, રાજન તમે દેવતાતુલ્ય છો. દેવતાઓની સભામાં તમારા ગુણગાન થાય છે. એટલા માટે અમે તમારી પરીક્ષા લીધી. અમને ક્ષમા કરો. અમારી એવી કામના છે કે તમે આગામી જન્મમાં તીર્થકાર બનો.

ત્યારે બંને દેવતાઓએ રાજા મેઘરથના શરીરના બંને ઘાવને ભરી દિધા અને અંતર્ધ્યાન થઈ ગયાં. રાજા મેઘરથ આ ઘટના બાદ રાજપાટ છોડીને તપસ્યા કરવા માટે જંગલમાં ચાલ્યા ગયાં.