બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (14:30 IST)

જન્માષ્ટમી વિશે 10 વાક્ય

 janmashtami essay in gujarati
Janmashtami -  ભાદરવા કૃષ્ણ અષ્ટમીને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કહે છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે. 

- શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં જન્માષ્ટમી (janmashtami) ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે.
 
- આ તિથિની ઘનઘોર અંધારી અડધી રાતને રોહિણી નક્ષત્રમાં મથુરાના જેલમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. 
- શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં દેવકીના ગર્ભથી લીધો હતો.
- શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.
- ભગવાન વિષ્ણુએ જે અવતારો ધારણ કર્યાં એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે
- શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા
- જણાવીએ કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને બાળ રૂપમાં પૂજાય છે. 
- તેથી તમે જળાભિષેક પછી બાળ ગોપાળને ઝૂલામાં બેસાડવો અને તેને હલાવવો. 
- પછી તમારી ઈચ્છા મુજબ તમે બાળ ગોપાળને માત્ર સાત્વિક વસ્તુઓનો ભોગ લગાડો. 
- આ દિવસે રાત્રે પૂજાનો મહત્વ હોય છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાતમાં થયો હતો. 
- તેથી તમે જન્માષ્ટમી પર રાતના સમયે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ અપૂજા-અર્ચના કરવી. 
- પૂજા પછી તમે ભગવાન કૃષ્નને શાકર અને મેવાનો ભોગ લગાડો. 
- પછી તમે બાળ ગોપાલની મનથી આરતી કરવી. 


Edited By-Monica sahu