ઘરમાં સુખ- સમૃદ્ધિ માટે જન્માષ્ટમીથી શરૂ કરી દો આ ઉપાય
જન્માષ્ટમીના પર્વને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે દેશના ખુણે ખુણામાં રહેલા કૃષ્ણ ભક્તો ભક્તિના રંગે રંગાયેલા જોવા મળે છે. ત્યારે અમે તમને જણાવીશું કેટલીક એવી વસ્તુઓ વિશે જેને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે. જાણો આવી વસ્તુઓ વિશે. ભગવાન શ્રીકૃષ્ણને એકવાર યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો હતો કે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય તે માટે શું કરવું જોઈએ. ત્યારે શ્રીકૃષ્ણએ જણાવ્યું હતું કે એવી કેટલીક પવિત્ર વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી તે ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે. આ વસ્તુઓમાં ઘી, પાણી, મધ, ચંદન અને વાંસળીનો સમાવેશ થાય છે. જાણો તેનું કારણ...
ઘરમાં નિયમિત ઘીનો દીવો કરવો.
ભગવાનને ઘીમાંથી બનેલો પ્રસાદ ધરાવવો.
આમ તો બજારમાં અનેક પ્રકારના ઘી મળે છે પરંતુ સૌથી શ્રેષ્ઠ ગણાય છે ગાયનું ઘી. પૂજામાં હંમેશા આ ઘીનો જ ઉપયોગ કરવો.
ઓછી કમાણીમાં પણ બચત કરવી હોય તો બાથરૂમમાં હંમેશા એક ડોલ પાણી ભરેલી રાખી મુકવી.
ઘરમાં જ્યારે પણ મહેમાન આવે તો તેમને પાણી અવશ્ય આપવું. તેનાથી ગ્રહોની અશુભ અસર ઓછી થઈ જાય છે.
વાસ્તુનુસાર ઘરમાં જે પણ નકારાત્મક ઊર્જા હોય છે તેને મધ ખતમ કરી શકે છે.
એટલા માટે જ ઘરમાં મધ અવશ્ય રાખવું. મધને મંદિરમાં અથવા કોઈપણ ચોખ્ખા સ્થાન પર રાખી દેવું તેનાથી વધારાના ખર્ચમાં ઘટાડો થશે.