ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (18:11 IST)

Janmashtami 2023- દ્વારકામાં જન્માષ્ટમી ક્યારે છે

dwarkadheesh
Janmashtami 2023- આ વર્ષે જન્માષ્ટમી 6 અને 7 સેપ્ટેમ્બર બન્ને દિવસે ઉજવાશે. જ્યોતિષીઓનો મત છે કે કૃષ્ણ જન્મોત્સવ 6 ની રાત્રે જ ઉજવવા જોઈએ. કારણ કે તે રાત્રે તિથિ નક્ષત્રોનો એ જ સંયોગ થઈ રહ્યો છે જેવો દ્વાપરયુગમાં હતો.

આ સાથે જ વૈષ્ણવ સંપ્રદાય મુજબ દ્વારકા, વૃંદાવન અને મથુરા સહિતના મોટા કૃષ્ણ મંદિરોમાં આ ઉત્સવ 7મીએ ઉજવવામાં આવશે. 7 થી 8 દરમિયાન રાત્રે 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ યોજાશે. શાસ્ત્રો અનુસાર આ ભગવાન કૃષ્ણની 5250મી જન્મજયંતિ છે.
 
શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિરમાં 7મી સપ્ટેમ્બરને ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. અષ્ટમી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે
 
6 સપ્ટેમ્બરે જન્માષ્ટમી શા માટે?
6ના રોજ બપોરે 3.30 વાગ્યાથી અષ્ટમી તિથિનો પ્રારંભ થશે, પરંતુ અષ્ટમી તિથિની સાથે રોહિણી નક્ષત્ર 6-7ની મધ્યરાત્રિમાં રહેશે. આ સંયોગને કૃષ્ણનો જન્મ માનવામાં આવે છે.

Edited By- Monica Sahu