શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (11:35 IST)

આઈ-ટેકનો K-12 ક્ષેત્રમાં પ્રવેશ, ભારતમાં ઓનલાઈન શિક્ષણનું ક્ષેત્ર 2 અબજ ડોલર હોવાનો અંદાજ

નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં વિદ્યાર્થીઓમાં 21મી સદીના કૌશલ્યો વિકસાવવાનું ધ્યેય વ્યક્ત કરાયું છે. આમ છતાં પણ કૌશલ્ય શિખવવામાં તથા કૌશલ્ય પૂરૂં પાડવામાં મોટુ અંતર પ્રવર્તે છે. વિદ્યાર્થીઓને નાની ઉંમરે સંબંધિત તાલિમ પૂરી પાડીને આ પ્રકારનું અંતર પૂરૂ કરી શકાય તેમ છે. આ ઉદ્દેશ સાથે આઈએએનટી (IANT)એ ધોરણ-6 થી 12 (સાયન્સ, કોમર્સ અને આર્ટસ પ્રવાહ માટે) આઈટેક નામનું 100 ટકા ઓનલાઈન આઈટી સ્કીલ તાલિમ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.
 
આઈટેક અભ્યાસક્રમોમાં ટેકનોલોજી સ્કીલીંગ- કોડીંગ, આઈટી ફંડામેન્ટલસ, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, સાયબર સિક્યોરિટી, રોબોટિક્સ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, પાયથોન વગેરેનો સમાવેશ કરાશે અને કોગ્નિટીવ લર્નિંગ-હેલ્થ એનરીચમેન્ટ, માઈન્ડ મેપીંગ, જનરલ નૉલેજ વગેરેને આવરી લેવાશે. આ અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં એક નવું પાસુ ઉમેરાશે, જે તેમને વર્ગખંડમાં મળતા શિક્ષણ સાથે સુસંગત બની રહેશે.
જે વિદ્યાર્થીઓ State, CBSE અથવા ICSE બોર્ડ સાથે જોડાયેલા હોય તે આ અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે. વિદ્યાર્થી ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ કે અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય કે પછી સરકારી શાળાઓમાં હોય તેમના માટે આઈટી એજ્યુકેશન ફરજીયાત બની રહે છે.
 
આઈએએનટીના મેનેજીંગ ડિરેક્ટર ભક્તિ ઓઝા ખેરાની જણાવે છે કે “આ અભ્યાસક્રમમાં કૌશલ્ય અને જ્ઞાનનો સમન્વય કરીને વિદ્યાર્થીઓની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. આગળ જતાં સફળ કારકીર્દિ માટે આ પ્રકારનું કૌશલ્ય અત્યંત આવશ્યક બની રહેશે.”
 
આઈ-ટેક અભ્યાસક્રમોને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં ધોરણ-6 અને 7 માટે I-Tech Junior, ધોરણ 8 અને 9 માટે I-Tech Senior, ધોરણ-10 થી 12 માટે I-Tech Expert અને ધોરણ 12 પછીના વર્ગો માટે I-Tech Supreme નો સમાવેશ કરાયો છે. આ અભ્યાસક્રમ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે જેથી તે વિજ્ઞાન, ગણિત અને ટેકનોલોજીના વિષયમાં ઉપયોગી નિવડે અને વિદ્યાર્થીને વાસ્તવિક જીવનમાં સહાયરૂપ બને.
 
ભારતમાં ધોરણ-6 થી 12નો અભ્યાસ કરતાં અંદાજ 18 કરોડ વિદ્યાર્થીઓ છે. ભવિષ્યમાં, આઈએએનટીનો ઉદ્દેશ ધોરણ-3 થી આઈટી એજ્યુકેશનના તાલીમના ક્ષેત્રે વ્યાપ વધારીને આગળ ધપાવવાનો છે. આવું થતાં આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની સંખ્યા 21 કરોડ જેટલી થશે. આવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે આઈએએનટી-25,000 ડીજીટલ ફ્રેન્ચાઈઝીસ સુધી પહોંચવા માંગે છે. આ કારણે નવી રોજગારીમાં પણ વધારો થશે.
 
આ અભ્યાસક્રમો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ભણાવવામાં આવશે. અભ્યાસ માટેની બેચીઝ મર્યાદિત રહેશે અને વિદ્યાર્થીઓ જે ભાષામાં સરળતાથી સમજી શકે તે ભાષામાં ભણાવવામાં આવશે.
 
ભારતમાં ઓનલાઈન એજ્યુકેશન સેગમેન્ટ બે અબજ ડોલરનું ગણાય છે. સરકારની ડીજીટલ પહેલના કારણે સ્માર્ટ ફોનનો વ્યાપ વિસ્તરતા તથા ઈન્ટરનેટની ઉપલબ્ધિ વિસ્તરતાં તથા અન્ય પરિબળોના કારણે યુવા વર્ગ પ્રમાણમાં ઓછા ખર્ચે શિક્ષણ મેળવી શકે છે.
 
આઈએએનટી: આઈએએનટી (ઈન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ નેટવર્ક ટેકનોલોજી)એ એક ભારતીય આઈટી કંપની છે અને ઈન્ટરનેશનલ આઈટી સર્ટિફિકેશન અને તાલિમ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવે છે. વર્ષ 1999માં સ્થપાયેલ આઈએએનટી દ્વારા 10 લાખ કરતાં વધુ લોકોને તાલિમ આપીને સર્ટિફાય કરાયા છે. કંપનીએ દુનિયાભરમાં 110 તાલિમ કેન્દ્રો સ્થાપ્યા છે. કંપનીનું વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ દ્વારા ઉત્તમ આઈટી તાલિમ ઈન્સ્ટીટ્યુટ તરીકેનું બહુમાન કરાયુ છે.