ઓગસ્ટમાં જન્મેલા લોકો વિશે શુ કહે છે જ્યોતિષ ?

વેબ દુનિયા|

N.D
તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ખૂબ કરો છો. પરંતુ મનમાં ને મનમા તેમની પાસે રિટર્નની આશા રાખો છો. વધુ મિત્રો, બહેનપણીઓ બનાવવામાં વિશ્વાસ નથી કરતા. જો છતા પણ તમારા મિત્રો હોય તો માની લો કે એ એમની કૃપાદ્રષ્ટિ છે. તેમા તમારો કોઈ ફાળો નથી. મતલબ તમે તમારા તરફથી ક્યારેય મૈત્રી નથી નિભાવી શકતા.

તમારી પ્રતિભાનો જવાબ નથી. કલા, સાહિત્ય અને વિવિધ રચનાત્મક વિદ્યાઓમાં તમે તમારી વિશિષ્ટ ઓળખ બનાવો છો. તમારી અંદર સૌન્દર્ય બોધ લાજવાબ છે. તમે તમારી મરજીના માલિક છો. જિદ કે પછી બેકારની જીદ તમને આગળ વધતા રોકે છે. ઘણીવાર તમે તમારી સારી રીતે વહી રહેલી નૈયાને ડૂબાડો છો, અને પછી શહીદ થવાનો ઢોંગ કરો છો.

તમારી જીભ કડવી છે. લોકો તમારી પર્સનાલિટીથી પ્રભાવિત થઈને આવે છે અને તમને સાંભળીને દુ:ખી થઈને નીકળી જાય છે. તમે સુંદર છો એમા કોઈ શક નથી. પરંતુ આ સુંદરતાની સાથે મનની સુંદરતા લગભગ ગાયબ છે. તમને ઘમંડી કહેવા ખોટુ નથી.
પૈસાની સામે સંબંધો-દોસ્તી-પ્રેમ બધુ તમારે માટે બકવાસ છે. પાઈ-પાઈનો હિસાબ રાખો છો. ખાસ કરીને ક્યારેય કોઈ પ્રસંગે તમને તમારા ખિસ્સામાંથી આપવુ પડે તો તમારુ મોઢું પડી જાય છે. આ રાશિના લોકો એક સારા બિઝનેસમેન, એંજીનિયર, શિક્ષક કે કલાકાર હોય છે.


પ્રેમ બાબતે બુધ્ધુ અને બગડેલા હોય છે. જો કે તમે તમારી જાતને ખૂબ સ્માર્ટ સમજો છો. જીંદગીને લઈને તમારામાં એક પ્રકારની બેદરકારી જોવા મળે છે. તમને લાગે છે કે જીવન કોઈની પણ સાથે વિતાવી શકાય છે, જો એ તમારા શાસનમાં રહેવા તૈયાર હોય તો. તેથી ઓગસ્ટમાં જન્મેલા સુંદર યુવાનોના પાર્ટનર મોટાભાગે ડલ અને એકદમ સાધારણ હોય છે. અહી સુધી કે લોકોને તમને જોઈને નવાઈ લાગી શકે છે કે શુ વિચારીને ઈશ્વરે આ જોડી બનાવી દીધી.
અહી અમારો ડિપ્લોમેટિક હોવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ ઓગસ્ટમાં જન્મેલા કેટલાક એવા અપવાદ પણ છે, જેમની જોડી લાજવાબ છે. મેડ ફોર ઈચ અદર. જોરદાર પ્રેમ કરનારા, પરંતુ આવા સો માંથી કોઈ એક જ મળશે, બાકી તો બેમેલ જોડી વધુ જોવા મળે છે.

N.D
છોકરીઓ એક નંબરની ફ્લર્ટ પણ લાગે છે નિર્દોષ. એટલી ચાલાકીથી છોકરાઓ ફસાવે છે કે બિચારો હલાલ થતા સુધી એ ભ્રમમાં જ રહે છે કે તેના જેવો ભાગ્યશાળી કોઈ નહી. તેમની ખાસિયત એ હોય છે કે તેઓ ઉપરથી અબોધ હોવાનો સ્વાંગ રચી લે છે.
તમારી સુંદરતા જ એવી છે કે સામેવાળો તમારી પાછળ પાગલ થઈ જાય. પરંતુ લગ્ન બાબતે મોટાભાગે બેવકૂફીનો પરિચય આપે છે. કોઈ પણ લલ્લુ જેવા યુવાન સાથે બંધાઈને બધાને ચોંકાવી દે છે. તમને સલાહ છે કે તમે તમારુ ટેલેંટ ખરાબ ન કરશો. આટલી કલાત્મકતા દરેકના નસીબમાં નથી હોતી.. હેપી બર્થ ડે.

લકી નંબર : 2,5, 9
લકી કલર : સ્લેટી, ગોલ્ડન, રેડ લકી ડે : સંડે, ફ્રાઈડે, વેન્સડે
લકી સ્ટોન : મૂન સ્ટોન
સલાહ : શિવ મંદિરમાં દૂધ અને સાકર ચઢાવો.


આ પણ વાંચો :