શુભ પ્રસંગ માટે ૧૧-૧૨-૧૩ની મેજિક ફિગર
લગ્ન કરવા ઉત્સુ ક યુવકો - યુવતીઓને આ વર્ષે લગ્ન કરવા ૮૭ જેટલાં મુરતનો લાભ મળવાનો છે. ગયા વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ગુરૂ અને શુક્રનો અસ્તર થવાથી લગ્નનાં બહુ જૂજ મુરત હતા એટલે લગ્નોત્સુ્ક યુવકો - યુવતીઓને એ થોડા મુરતમાંથી જ ચોઇસ કરવા મળી હતી. આ વર્ષે ૮૭ મુરત આવતાં હોવાથી તેઓ તેમની સગવડ પ્રમાણે મુરત પસંદ કરી શકશે. તુલસી વિવાહ, કાર્તિકી એકાદશી પછી લગ્નની સીઝન શરૂ થતી હોય છે. ૧૪ જુલાઇ સુધી આ વર્ષે લગ્નનાં મુરત છે. એમ છતાં ઘણાં યુવકો - યુવતીઓ તેમની જિંદગીના આ નવા આધ્યાુયની શરૂઆત ૧૧ ડિસેમ્બતરે કરવા માગે છે. ૧૧-૧૨-૧૩ના મેજિક ફિગરને લાઇફમાં વણી લેવા તેઓ ઉત્સુંક છે. જોકે ૧૧ ડિસેમ્બ ર સામાન્યો દિવસ છે અને એ દિવસે લગ્નનું મુરત નથી છતાં અનેક યુગલોએ આ દિવસે લગ્ન કરવા હોલ બુક કરાવી લીધો છે.