આજનું ભવિષ્ય : જાણો શુ કહે છે આજે જ્યોતિષ તમારા વિશે (25.01.2013)
મેષ : આવકનાં સ્ત્રોતોમાં ભાગ્યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્વનાં કાર્યોમાં સમય પસાર થશે. વિશિષ્ટ ખાનપાન પણ થશે. સંચિત ધન વૃદ્ધિનો યોગ. ભાગ્યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ. વૃષભ : તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્ચાસ વધશે. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્ન કરવો પડશે. મિથુન : કાર્યમાં સમયને મહત્વ ન આપવાને કારણે માનસિક ક્લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું. સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. કર્ક : આર્થિક ઉન્નતિ થશે. નોકરીમાં સ્થાનાંતરણનો યોગ બનશે. મુશ્કેલીઓ દૂર થશે. લાભદાયક સમાચાર મળશે. આરોગ્યનું ધ્યાન રાખવું. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્યાનું સમાધાન થશે. સિંહ : કોઈ નામી વ્યક્તિથી મુલાકાત થશે. કુટુંબની સાથે મનોરંજનની તક મળશે. વ્યર્થ સમય નષ્ટ ન કરવો. વેપારમાં પ્રગતિ થશે. જ્ઞાનવૃદ્ધિ માટે સ્વાધ્યાયમાં રુચિ વધશે. વેપાર સારો ચાલશે. અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા થશે. વિરોધીથી સાવધાન રહેવું. કન્યા : કોઈ ચિંતાથી મુક્તિ મળશે. સમસ્યાઓ ઉકેલાશે. સંતાનને રોજગારના ક્ષેત્રે ઉન્નતિ મળશે. આવકના નવા સાધાન પ્રાપ્ત થશે. ખાનપાનમાં ગડબડીથી પેટમાં તકલીફ થઈ શકે છે. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઋતુ પ્રમાણે આહાર લેવો. વિશેષ યાત્રાનો યોગ છે. તુલા : નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. દૈનિક વ્યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્યાત્મ સંબંધી ચિંતનનો યોગ. વૃશ્ચિક : ભાગ્યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું. ધર્મ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. વિવાદિત વ્યાપારિક કાર્યોમાં આર્થિક લાભનાં નવા સ્ત્રોત તરફ વિચાર-વિમર્શનો યોગ. ધનુ : નવા આર્થિક સ્ત્રોતો પર કાર્ય થશે. વ્યાપારિક ભાગીદારીથી લાભ પ્રાપ્ત થશે. વ્યાપારમાં નાણાંકીય મુશ્કેલીઓનો યોગ. બૌદ્ધિક હેરાનગતિ શક્ય.ધૈર્યથી વ્યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. મકર : શુભ માંગલિક કાર્યનો યોગ. પૈતૃક આર્થિક સ્થિતિમાં લાભનો યોગ. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. આધ્યાત્મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ. કુંભ : શિક્ષા, મિત્રવર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન, વાહન પરિવર્તન સંબંધી ભાગ્યવર્ધક કાર્યોમાં યાત્રા વેગેરેનો યોગ. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ, શોધપૂર્ણ કાર્યોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. મીન : નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે. બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે