શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

જેનાં નામમાં N કે R આવે તે વ્યક્તિ જ વડાપ્રધાન બને

ભારત, અમેરિકા, બ્રિટન, રશિયા, પાકિસ્તાન જેવા રાષ્ટ્રો ઉત્તમ ઉદાહરણ

P.R
કોઇપણ દેશના વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ બનવું એક ગૌરવપદ સ્થાન છે. નસીબદાર વ્યક્તિને આ પદ ઉપર બેસવા મળે છે. અંગ્રેજીના એન અને આર મૂળાક્ષરની તેમાં કમાલ છે. માત્ર ભારતના વડાપ્રધાન જ નહીં, અમેરિકાના પ્રેસિડેન્ટ, બ્રિટનના વડાપ્રધાન,પાકિસ્તાનના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તેમજ રશિયાના પ્રેસિડેન્ટ તરીકે જે વ્યક્તિઓ આવ્યા છે તેમના નામમાં એન કે આર સમાયેલો છે.

જ્યોતિષી જયપ્રકાશ માઢકનું આ સંશોધન છે. તેમણે એવી આગાહી કરી છે કે ૨૦૧૪માં ભારતના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી, પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી હશે. તેમણે સુષ્મા, માયાવતી કે મુલાયમના નામ ઉપર ચોકડી મારી છે કારણ કે યોગાનું યોગ નરેન્દ્ર મોદી, પ્રિયંકા અને રાહુલના નામમાં એન અથવા આર અક્ષર આવે છે, મુલાયમ, માયાવતી કે સુષ્માના નામમાં એન કે આર અક્ષર નથી.

અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન, રૂઝવેલ્ટ, જીમી કાર્ટર, રોનાલ્ડ રેગન અને હાલના પ્રેસિડેન્ટ બરાક ઓબામાના નામમાં આ અક્ષર છે. એવી જ રીતે રશિયાના તમામ પ્રેસિડેન્ટ, પાકિસ્તાનના વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિમાં આર કે એન આવે છે. બ્રિટનના વડાપ્રધાન માર્ગારેટ થેચર હોય કે હેરોલ્ડ વિલ્સન, અર્લ બાર્ફર હોય કે એન્ડ્રુ બોનર તમામના નામમાં એન કે આર છૂપાયેલો છે.

ભારતના વડાપ્રધાન જોઇએ તો ગુલઝારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરૂ, મોરારજી દેસાઇ, ઇન્દિરા ગાંધી, હરદનઅલી દેવગૌડા, ચંન્દ્રશેખર, ઇન્દરકુમાર ગુજરાલ, રાજીવ ગાંધી, અટલબિહારી વાજપેયી અને ડો.મનમોહન સિંહ તમામના નામમાં એન કે આર અંગ્રેજી મૂળાક્ષર છે.

ભારતના હવે પછીના વડાપ્રધાનમાં પણ આર કે એન મૂળાક્ષર હશે તેવું જયપ્રકાશ માઢકનું માનવું છે. તેઓ કહે છે કે કોંગ્રેસમાં વડાપ્રધાન પદના ઉમેદવારમાં રાહુલ કરતાં પ્રિયંકા વધારે શક્તિશાળી અને લોકપ્રિય બની શકે છે. મુલાયમ કે માયાવતીના કોઇ ચાન્સ નથી. સુષ્મા પણ બની શકે તેમ નથી. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી કે અરૂણ જેટલી થઇ શકે છે. એનડીએના સહયોગી નિતીશ કુમાર પણ વડાપ્રધાનની રેસમાં છે તેમના નામમાં પણ એન આવે છે.