શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

જ્યોતિષ 2013 : ત્રણ પખવાડિયામાં સળંગ ત્રણ ગ્રહણો, રાશિ પ્રમાણે અસર

P.R
ઘણાં લાંબા સમયાંતરે બનતી ઘટનાઓમાંની એક આગામી ત્રણ પખવાડીયા સુધી બનશે એટલે કે ત્રણ પખવાડિયામાં સળંગ ત્રણ ગ્રહણો આવી રહ્યાં છે. જે અંતર્ગત ચૈત્રી પૂર્ણિમા, તા.૨૫મી એપ્રિલે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે, ચૈત્રી અમાસ, તા.૯ મેના રોજ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને વૈશાખી પૂર્ણિમા, તા.૨૫મી મેના રોજ છાયા ચંદ્ર ગ્રહણ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણોને કારણે પૃથ્વી ઉપર મોટી ઉથલ-પાથલ કરશે.

આ અંગે વધુ વિગતો આપતાં જૈન સાધુ મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે લાંબા સમયે ભાગ્યે જ થતી ઘટનામાં ત્રણ પખવાડીયાની અંદર સળંગ ત્રણ ગ્રહણો આવ્યા છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ત્રણેય ગ્રહણોનો વેધ ભારતમાં લાગતો ન હોવાથી તેને પાળવાનું નથી.

જોકે, જે રાશિમાં આ ગ્રહણ થશે તે-તે રાશિનાં દેશ, રાજ્ય અને નેતાઓ માટે તેની અશુભ અસર જોવા મળી શકે છે. માનસિક ઉશ્કેરાટ પણ જોવા મળશે. ખાસ કરીને અકુદરતી માનવ મૃત્યુનું પ્રમાણ વધશે. અનાર્ય દેશો ઉપર પણ આપત્તિકારક સમયગાળો બની રહેશે. ખાસ કરીને લાંબા ગાળાનાં આયોજનનો પ્રારંભ, મોટા નાણાકીય વ્યવહારો, ધંધાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી પડશે.

તેમણે કહ્યું કે ચૈત્રી પૂર્ણિમા, તા.૨૫ એપ્રિલનાં રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે, જે તુલા રાશિ(ર,ત)માં થવાનું છે. જ્યારે ચૈત્રી અમાસ, તા.૯મી મેના રોજ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ થશે તે મેષ રાશિ(અ,લ,ઇ)માં થવાનું છે. જ્યારે વૈશાખી પૂર્ણિમા, તા.૨૫મી મેના રોજ જે છાયા ચંદ્રગ્રહણ છે, તે વૃશ્ચિક રાશિ(ન,ય)માં થવાનું છે. માટે તે-તે રાશિના દેશ-રાજ્યો અને નેતાઓ માટે નકારાત્મક અસરોવાળું રહે.

આ ત્રણેય રાશિનાં જાતકોએ ગ્રહણની અશુભ અસરથી બચવા માટેનાં ઉપાય આપતાં તેમણે કહ્યું કે જે રાશિમાં આ ગ્રહણ થવાનું છે, તે રાશિનાં જાતકોએ પોતાનાં કુળદેવી, ઇષ્ટદેવની ઉપાસના અચૂક કરવી જોઇએ અથવા તો તેમનાં દર્શન કરવા જવું જોઇએ. સાથે જ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઇએ.