શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 13 મે 2013 (13:13 IST)

જ્યોતિષ કહે છે, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાના સંકેતો

P.R
ભારત-પાકિસ્તાન વચ્ચે જુલાઇ ૨૦૧૪ પહેલાં આરપારનું યુદ્ધ થવાના પ્રબળ સંકેતો છે. શક્ય છે કે, ભારતમાં યુદ્ધના વિજય બાદ પાકિસ્તાનની કુંડળી બદલાશે અને ત્યારબાદના સમયમાં બંને દેશો વચ્ચે સમાધાનકારી વલણો સક્રિય બનશે, એમ આચાર્ય પરાશરમે જ્યોતિષ પરિસંવાદમાં જણાવ્યું હતું.

આ પહેલાં તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચે પોલીટીકલ ચેનલથી રાજકીય સમાધાન શક્ય બન્યું નથી. જ્યાં સુધી બંનેની કુંડળીના લગ્ન અને લગ્નેશો એકબીજાના શત્રુ છે, ત્યાં સુધી સમાધાન શક્ય પણ નથી. તુલા જો શનિ અત્યારે ગોચરમાં ચાલે છે, જે પાકિસ્તાનની કુંડળીના ખુલ્લા શત્રુ એવા સાતમા ભાવ ઉપરથી અને ભારતની કુંડળીના શત્રુ ભાવ એવા છઠ્ઠા ભાવ પરથી પસાર થાય છે. આ સનિ તુલા છોડે એટલે યુદ્ધના સંકેતો છે.

આગામી તા.૧૬મી મે બાદ સોનામાં ધીમી પણ મક્કમ તેજી આવશે અને વર્ષના અંત સુધીમાં સોનુ તેની મૂળ ઉંચાઇએ પહોંચી જશે. શેરબજાર ૨૧,૦૦૦ના કાઉન્ટથી વર્ષ દરમિયાન ઊંચે આવશે નહિ, તે પ્રતિપાદિત કરતાં સોનાને ચમકાવનાર સૂર્યની નિર્બળતા અને સૂર્યની તેજ સ્થિતિ શેરબજારને દબાવનાર ગણાવી હતી. આગામી વર્ષાઋતુ દરમિયાન વર્ષાના સ્વામી શનિનું તેની ઉચ્ચ રાશિ તુલામાં ઉતરતાં અંશે થઇ રહેલું ભ્રમણ જવાબદાર છે. ૬૭મા રાષ્ટ્રીય જ્યોતિષ પરિસંવાદમાં સર્વતોભદ્ર ચક્ર અને ભવિષ્ય નિદાન માસીકના મે માસના અંકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.