દૈનિક રાશીફળ : કેવુ રહેશે તમારું આજનું ભવિષ્ય (06.02.2013)
મેષ : માનસિક અસ્થિરતા દૂર થશે. પૂર્વમાં કરેલા કાર્યોનું પરિણામ મળશે. સામાજિક કાર્યોથી યશ અને સન્માન મળશે. વ્યાપાર સારો ચાલશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. વાહન સુખ મળશે. કૌટુંબિક સુખ અને આર્થિક અનુકૂળતાથી મન પ્રસન્ન રહેશે. નવા સંબંધ બનશે. વૃષભ : નિર્ણયોને ખાનગી રાખવા જરૂરી છે. બુદ્ધિ અને મનોબળથી સુખ-સંપન્નતાની સ્થિતિ બનશે. કામકાજની સ્થિતિ લાભદાયક રહેશે. ભાગ્યવર્ધક સફળતા. પ્રયાસ કરવાથી અટકેલા પૈસા મળવાની શક્યતા. જોખમ, જવાબદારીના કામોમાં સાવચેતી રાખવી. ઈશ્ચર આરાધનાથી કાર્ય આરંભ કરવું. મિથુન : આર્થિક રોકાણ વિચારીને કરવું. મિત્રોની સાથે સમય પસાર થશે. આમોદ-પ્રમોદનો વિશિષ્ટ યોગ. નવા સંબંધ બનશે. માનસિક શાંતિ જાળવવી. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. કોઈ પ્રિય વ્યક્તિથી ભેટ થઈ શકે છે. સંતાન સંબંધી કાર્યોમાં ઉન્નતિ થશે.કર્ક : સ્થાયી સંપત્તિ ખરીદની સંભાવના છે. જીવનસાથીથી સંબંધોમાં પ્રગાઢતા આવશે. વ્યાપારમાં આપના દ્વારા લીધેલા નિર્ણયોનું સ્વાગત થશે. ઋણ લેવું પડી શકે છે. કૌટુંબિક ચિંતાથી મન ખિન્ન થશે. વધુ ખર્ચ ન કરવો, નહીંતો મુશ્કેલી થઈ શકે છે. ઘરમાં મહેમાન આવશે. સિંહ : સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મમાં આકર્ષણ વધશે. કોઈ વ્યક્તિગત સમસ્યા રહી શકે છે. નવી કાર્યયોજનાનો યોગ પ્રબળ છે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્માન અને યશની પ્રાપ્તિ થશે. બુદ્ધિનાં ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થઈ શકશે.કન્યા : શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય મામલા સુધરશે. વેપારમાં લાભ થવાનો યોગ છે. સ્વયંની યોજનાનુસાર કાર્ય કરવું પડશે. મનોનુકૂળ લાભ થવાનો યોગ બનશે. રહેઠાણ સંબંધી સમસ્યાનું સમાધાન થઈ શકશે. સામાજિક કાર્યોમાં તમે સક્રિય સહયોગ આપશો.તુલા : ભાગ્યથી પ્રગતિ અને લાભ થશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્તિનો યોગ બનશે. નવા સબંધ બની શકશે. ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થઈ શકશે. રાજકીય અને વેપારી વર્ગથી લાભ થવાની સંભાવના છે. વૃશ્ચિક : દૂરદર્શિતા અને બુદ્ધિ ચાતુર્યથી મુશ્કેલીઓ દૂર થશે. કૌટુંબિક સમસ્યાઓ રહેશે. આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે. યાત્રા સંભવ છે. અધૂરા કાર્ય સમય પર પૂરા થવાનો યોગ બનશે. કુટુંબના સહયોગથી દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. તમારા પ્રયત્નોની લોકો પ્રશંસા કરશે. ધન : આપના પ્રયાસોથી ઉન્નતિનો માર્ગ મોકળો થશે. અનાયાસ જ ધન લાભ થશે. સામાજિક કાર્યોમાં રુચિ લેશો. નોકરીમાં કાર્યની પ્રશંસા થશે. ભાગ્ય પર છોડીને કરેલા કાર્યોમાં અનુકૂળતા મળશે. માંગલિક ઉત્સવોમાં સામેલ થવાનો અવસર આવશે. બીજાની સાથે નકામા ન સંકળાવું.મકર : નવી યોજનાઓની શરૂઆત થશે. કુટુંબની સાથે મનોરંજનનો અવસર. સ્વયંના પ્રયાસોથી જ જનપ્રિયતા અને સામાજિક સન્માન મેળવી શકશો. કામની સફળતામાં સંદેહ રહેશે. અંધવિશ્ચાસોથી દૂર રહેવું, પરાક્રમમાં વૃદ્ધિ કરીને પ્રાપ્ત અવસરોનો લાભ લેવો. માનસિક શાંતિ જાળવી રાખવી.કુંભ : પરાક્રમની પ્રશંસાને કારણે પાસે આવનારા વ્યક્તિઓની અધિકતા રહેશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં વૃદ્ધિ થવાથી આત્મવિશ્ચાસ વધશે. માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. મીન : કૌટુંબિક જીવનમાં તનાવ રહી શકે છે. પ્રબળ આત્મવિશ્ચાસ અને દૃઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ નીકળશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. સત્સંગ થશે. વહીવટકર્તાઓ માટે આર્થિક વૃદ્ધિનો યોગ. આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે. ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે.