શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 30 સપ્ટેમ્બર 2015 (17:50 IST)

માસિક રાશિફળ ઓક્ટોબર 2015 - જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનો તમારે માટે

દરેક નવો દિવસ તમારે માટે એક નવી ભેટ લઈને આવે છે. એ જ રીતે જ્યારે એક મહિનો સમાપ્ત થાય છે તો આવનારો નવો મહિનો પણ કેટલીક નવી ક્ષણ લઈને આવે છે. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવનારો નવો મહિનો ઓક્ટોબર તમારે માટે શુ લઈને આવ્યો છે તે જાણી લો.. 
 
મેષ - રાશિના જાતક માટે આ સંપૂર્ણ મહિનો સૂર્ય પ્રધાન રહેશે. 23 ઓક્ટોબર સુધી સૂર્યની દ્રષ્ટિ આ રાશિના જાતકો પર રહેશે. જેના પરિણામ સ્વરૂપ તેમના જીવનમાં પરિવારના તેમજ જીવનસાથી/પ્રેમી-પ્રેમિકા નો દરજ્જો વધી જશે. પણ સૂર્ય ઉપરાંત બુધ ગ્રહ પણ નિકટના એક અઠવાડિયા સુધી મેષ રાશિના જાતકો સાથે છે. જેના પ્રભાવથી લાઈફમાં સંબંધોના સંદર્ભમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. પણ કેરિયરની પ્રક્રિયામાં કેટલીક પ્રોબલેમ આવી શકે છે. કારણ કે તમરી વધુમાં વધુ કામ મળશે જે તક લઈને આવશે જ પણ તમારા વ્યક્તિગત સમયને પણ તમારામાં બાંધીને મુકી દેશે. પણ સૌથી મોટી પરેશાની તમારુ સ્વાસ્થ્ય હોઈ શકે છે. જેનુ વધુમાં વધુ ધ્યાન રાખવાનુ છે. 
 
 
 
વૃષભ - મંગળ ગ્રહ આ પુર્ણ મહિનો વૃષભ રાશિના જાતકો પર દ્રષ્ટિ રાખેલ છે. જેના પ્રભાવથી તેમની લવ અને સેક્સ લાઈફ પર પ્રભાવ પડશે. જ્યોતિષ અભ્યાસ મુજબ ઓક્ટોબર મહિનામાં વૃષભ રાશિના જાતક પોતાના પાર્ટનર સાથે પ્રેમ સંબંધ બનાવતા એક નવી ઉર્જાનો અનુભવ કરશે. જે મંગળ ગ્રહની સાથે સાથે ગ્રહના પ્રભાવથી શક્ય છે.  તેથી પ્રેમના મામલે આ મહિનો તમારે માટે આખા વર્ષના બધા મહિનાઓમાંથી પરફેક્ટ સાબિત થવાના છે. આ ઉપરાંત કેરિયરના ક્ષેત્રમાં સૂર્યની દ્રષ્ટિથી પરિસ્થિતિ સારી બની રહેશે. વર્તમાન જૉબ કે વ્યવસાયથી લાભ તો થશે જ પણ જો લાંબા સમયથી તમે નોકરી બદલવાનુ વિચારી રહ્યા હતા તો આ સમય યોગ્ય રહેશે. પૈસાના મામલે પણ ફાયદો જ થશે. કારણ કે વ્યવસ્સાયના વધતા સ્તર સાથે લાભ પણ મળશે. પણ ભૂલથી આ પૈસાને કારણ વગરે રોકાણ ન કરશો. કારણ કે ખૂબ મોટુ નુકશાન થવાની અપ્ણ શક્યતા છે જે થોડીક બેદરકારીથી સાચી સાબિત થઈ શકે છે. 

3. મિથુન - મિથુન રાશિ માટે આ મહિનો પ્રેમનો મહીનો કહેવાશે. જે ખૂબ લાંબા સમયથી થયુ નથી એ ખુશી પણ તમને આ મહિનામાં મળતી દેખાશે. જુપિટર અને વીનસ બંને જ તમારી લવ લાઈફથી પ્રભાવી છે. 

આ મહિનામાં સૌથી ખાસ વાત એ છે કે તમારી અંદર એક ખાસ ઉર્જા હશે. જે તમારા દરેક કાર્યમાં શ્રેષ્ઠતા ક્ષમતા પ્રદાન કરશે. ઘર હોય કે ઓફિસ તમારી કાર્યક્ષમતા અવ્વલ જ રહેશે. જેનો લાભ તમે મહિનાના મધ્ય સુધી જ જોઈ શકશો. સાથે જ તમારુ સ્વાસ્થ્ય પણ યોગ્ય રહેશે. કોઈ મોટી આરોગ્ય સંબંધી સમસ્યા હોવી અશક્ય જ છે. 
 




4. કર્ક રાશિવાળા માટે આ મહિનો ઘર-પરિવાર અને સંબંધોથી વેગળો.. તેમની વ્યક્તિગત જીંદગી સાથે જોડાયેલો છે. તે જીંદગી જે તેઓ પોતાની આસપાસ પોતાની અંદર અનુભવે છે. તો પછી પ્રિય કર્ક રાશિના જાતક જો લાંબા સમય્થી તમને કોઈ ચિંતા સતાવી રહી હતી તો હવે તેનુ સમાઘાન થવુ ચોક્કસ થઈ ગયુ છે. 
 
તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. જે તમને વધુ તણાવથી મુક્ત કરી દેશે. પણ જો તમે તમારી લાઈફમાં એક પ્રેમની ચાહત રાખો છો તો જલ્દી જ તમને એક પરફેક્ટ લવ પાર્ટનર મળવાનો છે. અને કદાચ આ જ સમય તમારે માટે યોગ્ય છે.  કેરિયરની ઉડાન યોગ્ય ગતિમાં છે અને આરોગ્ય પણ સારુ રહેશે. 
 

5. પ્રિય સિંહ રાશિ જાતક. આખા વર્ષ પછી આ મહિનો એવો છે જ્યારે તમે પ્રેમ અને સેક્સને તમારે માટે સૌથી મહત્વપુર્ણ સમજશો. આ મહિનો તમારા પ્રેમ માટે એક નવી ઉર્જા પ્રદાન કરશે. તમે ખુદમાં આ માટે એક જુનુનને ઉભરતુ જોશો.   પણ બીજી બાજુ પૈસા બાબતે તંગી જોવા મળશે.  

આમ તો જૂનના મહિનાથી જ આવી દશા બની છે કે સિંહ રાશિના જાતક પૈસાની કમીનો અનુભવ કરશે. પણ જલ્દી જ તે સમય આવશે ત્યારે મુશ્કેલીના વાદળ ઉડી જશે. કારણ કે 9 નવેમ્બર પછી તમને એક સારો આર્થિક લાભ મળવાનો છે. 
 



6. કન્યા - પ્રેમ અને સેક્સિજ્મને દર્શાવનારો શુક્ર ગ્રહ પૂર્ણ રૂપથી કન્યા રાશિના જાતકોની કુંડળીમાં આવીને બેસ્યો છે. આ ઉપરાંત મંગળ અને બૃહસ્પતિ ગ્રહ પણ આ રાશિના જાતકોની કુંડળીના પ્રેમવાળા ગ્રહમાં જ વિરાજમાન છે. જેના પરિણામ સ્વરૂપ તેમની લવ લાઈફમાં એક મોટો ચેંજ આવવાનો છે. આવી ગ્રહ દશાઓમાં વ્યક્તિ પ્રેમ માટે કશુ પણ કરી શકે છે. એ જીવનમાં સફળ થઈ જાય છે કે પછી બરબાદ થઈ જાય છે. તેથી ધ્યાન રાખો કે તમે સાવધાનીથી જીવનસાથીની પસંદગી કરો અને લવ લાઈફ સાથે સંબંધિત કોઈપણ નિર્ણયને લેતા પહેલા વિચાર-વિમર્શ જરૂર કરી લો. 
 
7. તુલા - સિંહ રાશિની જેમ તુલા રાશિના જાતકોને પણ મંગળ, બૃહસ્પતિ અને શુક્ર ગ્રહનો સાથ મળ્યો છે.  પણ દરેક રાશિ ચિન્હ માટે કોઈ વિશેષ ગ્રહનો પ્રભાવ એક જેવો નથી હોતો. તુલા રાશિના જાતકો માટે આ ત્રણેય ગ્રહોની સાથે તેમના જીવનસાથી કે પ્રેમી-પ્રેમિકા માટે સારુ ફળ લઈને આવશે. 
 
જો તેમના જીવનસાથીના જીવનમાં કોઈ મુશ્કેલી છે જેવી કે કેરિયર સાથે સંબંધિત કે પછી આરોગ્યને લઈને કોઈ મુશ્કેલી છે તો તે જલ્દી ખતમ થવાની છે. આ ઉપરાંત તમારા ખુદને માટે કેરિયરના સંદર્ભથી સારો સમય આવવાનો છે. સ્વાસ્થ્ય સારુ રહેશે અને આવક પણ સારી જ રહેશે. 
 



8. જ્યા બધા રાશિયો માટે ઓક્ટોબર મહિનો કંઈક ને કંઈક સારુ લઈને આવે છે. ત્યા વૃશ્ચિક રાશિના જાતકો માટે પરિસ્થિતિ થોડી વિપરિત છે. મહિનાની શરૂઆતમાં જ તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પણ મહિનાના મધ્ય પછી પરિસ્થિતિયોમાં સુધાર જોવા મળશે. 
 
તમે નવા લોકોને મળશો. સારા સંબંધો બનવશો  અને આ જ નેટવર્ક તમારા કેરિયરમાં આગળ ચાલીને મદદ પણ કરશે. શરૂઆતમાં નહી પણ મહિનો સમાપ્ત થતા સુધી આર્થિક સુધાર જોવા મળશે. 
9. પ્રિય ઘનુ રાશિ જાતક, કદાચ આ મહિનો તમારા પ્રેમ સંબંધી સંબંધો માટે ખૂબ મહત્વનો સાબિત થવાનો છે. કારણ કે કંઈક એવુ જરૂર થશે જે એક મોટુ ફેરફાર લાવશે. પણ તે સારુ થશે કે ખરાબ એ તો સમય જ બતાવશે. બસ કોશિશ કરો કે તમે ઘૈર્ય સાથે આ ફેરફારને સ્વીકાર કરી લો. પણ જો તમને હજુ તમારો પાર્ટનર નથી મળ્યો તો આ મહિને કોઈ એવી વ્યક્તિને મળવુ શક્ય છે જેને જોઈને તમે કદાચ થોડી ભાવનાઓ અનુભવી શકો. કેરિયરના સંદર્ભમાં તક તો મળશે પણ કયા સમયે કોનો કેવો ઉપયોગ કરવો જોઈએ એ જોઈ પારખીને જ કરો. 
 



10. મકર - મકર રાશિના જાતકો માટે આ મહિનો ધીરે ધીરે પરિસ્થિતિઓને પોતાના વશમાં કરતો જોવા મળશે.  શરૂઆતમાં ભલે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે પણ પછી વસ્તુઓ તમારા નિયંત્રણમાં આવતી જોવા મળશે. કદાચ તમે આ મહિને કોઈ મુસાફરી પર જાવ.. શક્ય છે કે આ રોમાંટિક યાત્રા જ હશે. 
 
તમારી સમજદારીના પ્રયોગથી તમે આ મહિને તમારા કેરિયરને એક નવો આધાર આપી શકો છો. લોકો તમારી પ્રશંસા કરશે અને તમારા જેવા બનવાની કોશિશ પણ કરશે. પણ આ બધા વચ્ચે ખુદને માનસિક તણાવથી દૂર રાખો. શાંતિ કાયમ રાખો જેથી તમે કોઈ ખોટુ પગલુ ન ઉઠાવી લો. 
11. કુંભ - સૂર્ય અને બુધ ગ્રહ બંને કુંભ રાશિના જાતકોની કુંડળીમાં એ ભાગ પર બેસ્યા છે જે પ્રેમ અને શારીરિક સંબંધોને ઉત્પન્ન કરવાનુ પ્રતીક છે. તો આનો મતલબ છે કે આ મહિનો તમારે માટે ખૂબ રોમાંટિક થવારો છે. પ્રિય કુંભ રાશિ જાતક. 
 
આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ એક એવો મોટો હાઈક મેળવશે કે તમે વિશ્વાસ જ નહી કરી શકો. જેનુ સૌથી મોટુ કારન છે તમારા દ્વારા કરવામાં આવેલુ રોકાણ, જે એક સમય પછી તમને સારુ પરિણામ આપવાનુ છે અને કદાચ ઓક્ટોબર જ એ સમય છે જ્યારે પરિણામ જાહેર થશે. 
 
પણ આ બધા વચ્ચે કોઈપણ પેપર પર હસ્તાક્ષર કરતા પહેલા તેને સો વાર વાંચી લો. કારણ કે કોઈપણ સમયે ધનની ચાહતમાં તમને કોઈ દગો આપી શકે છે. 
 
12. મીન - ફરીથી મંગળ, શુક્ર અને બૃહસ્પતિનો મીન રાશિના જાતકોની કુંડ્ળીમાં પ્રેમ ગૃહમાં હોવાનો અર્થ છે કે મજેદાર અને આનંદમય મહિનો.  જે ખૂબ લાંબા સમય પછી આવ્યો છે. પણ જો તમે સિંગલ છો તો આ મહિને મિંગલ થવાની શક્યતા છે. પણ કોઈ લવ પાર્ટનર ન પણ મળે તો આ મહિને કોઈ વિપરિત લિંગનો જ કોઈ એવો પાર્ટનર મળશે જેની સાથે તમે ખૂબ એંજોય કરશો.  આ મહિનો કેરિયરના સંદર્ભમાં ખૂબ વ્યસ્ત રહેશે. એક પછી એક કામ તમને વ્યસ્ત રાખશે.  પણ પરિણામ પણ સારુ જ રહેશે.  પરંતુ એવી શક્યતા બનેલ છે કે અધિક કામને કારણે તણાવને કારણે રોગ પણ થઈ શકે છે.