1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : શનિવાર, 20 ડિસેમ્બર 2014 (17:18 IST)

હથેળી જોઈને જાણો કેવા છો તમે ........

ચાલો આજે અમે તમને આ જણાવીશું કે , હથેળીની બનાવટ જોઈને તમે તમારા પોતે અને બીજાના વ્યવહાર વિશે કેમ જાણી  શકશો ? 


સમુદ્રશાસ્ત્રના મુજબ જે માણસની હથેળી વધારે પહોળી હોય છે તેમાં નિર્ણય ક્ષમતાની અછત હોય છે. એવા માણસ ત્વરિત કોઈ નિર્ણય નહી લઈ શકતા જેના કારણે ઘણી વાર તેના હાથે આવતું અવસર ખોવાઈ જાય છે. 
 
 



જે માણસની હથેળી સમચોરસ હોય છે તે જીવનમાં જે પણ ઉપલબ્ધિ મેળવે છે તે પોતાની મેહનતથી હોય છે. આથી એવા માણસ નેક અને સજ્જન  હોય છે. 
 
 


જે માણસની હથેળી ઓછી પહોળી એટલે એટલે સંકડી હોય છે તેનાથી થોડા સાવધાન રહેવું જોઈએ . એવા માણસ પોતાના સ્વાર્થ સિદ્ધિમાં રહે છે. અને પોતાના ફાયદા માટે બીજાને પણ નુકશાનની પરવાહ નથી કરતા. 
 
 



જે માણસની હથેળી સખ્ત હોય છે તેનું વ્યવહાર પણ રૂખૂ અને કઠોર હોય છે . એવા માણસ હર વસ્તુને તાકાત અને વાદ-વિવાદથી ઉકેલ કરવાની કોશિશ કરે છે.એમની અંદર પ્રેમની કોમળતા અને દયાની ભાવનાની અછત રહે છે. 
 
 


જે માણસની હથેળી કોમલ અને મુલાયમ હોય છે તે નરમ દિલવાળા અને કલ્પના શીલ હોય છે. જે પુરૂષોની હથેળી આવી હોય છે તેને શ્રૃંગાર અને સૌનદર્યની ખૂબ  શોક રહે છે . નૃત્ય ,ગાયન ,લેખન અને ચિત્રકલામાં એની રૂચિ હોય છે. 
 
 



જેની હથેળી ઢીલી અને નબળી જોવાય છે એમાં ઉર્જાની અછત રહે  છે. એવા માનસોને કામ ટાળવાની ટેવ રહે છે.