Pakistan Rain- વરસાદે પાકિસ્તાનમાં પણ કરી ભારે તબાહી, 63 લોકોનાં મોત, 290 ઘાયલ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 63 લોકો માર્યા ગયા છે અને 290થી વધુ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનની નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના જણાવ્યા પ્રમાણે મહત્તમ મોત બિલ્ડિંગ પડી જવાથી, ડૂબી જવાથી અથવા તો વીજળીનો કરંટ લાગવાથી થયાં હતાં.
બુધવારથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે વધુ તીવ્ર બન્યો અને ચકવાલ, ઇસ્લામાબાદ અને રાવલપિંડી સહીતનાં શહેરોમાં ગુરુવાર સવાર સુધી ચાલુ રહ્યો.
ચકવાલમાં માત્ર 10 કલાકમાં 430 મીમી વરસાદ નોંધાયો હતો.
વર્ષ 2022માં પાકિસ્તાનમાં ભયંકર પૂર આવ્યું હતું જેને કારણે લગભગ 1,700 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.