બુધવાર, 13 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (18:09 IST)

ઓગસ્ટમાં રાહુ કરાવશે બ્રેકઅપ.. જાણો કોણુ તૂટશે દિલ

ઓગસ્ટનો મહિનો પ્રેમીઓ માટે સિતમનો મહિનો સાબિત થવા જઈ રહ્યો છે.  અલગ કરવાના કારક ગૃહ રાહુની બદલી ચાલ આ મહિનાની 18 તારીખથી પોતાની ચાલ બદલશે અને સાથે જ શરૂ થશે પ્રેમીઓમાં બ્રેકઅપની પ્રક્રિયા.. જ્યોતિષનુ માનીએ તો તેની સૌથી વધુ અસર કર્ક અને મકર રાશિયો પર પડશે.  રાહુ 18 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં ભ્રમણ કરવુ શરૂ કરશે. જ્યારે કે કેતુ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં જતો રહેશે.  આ બંને ગ્રહ આગામી 18 મહિના સુધી આ રાશિઓમાં રહેશે અને જ્યા સુધી આ બંણે ગૃહ આ રાશિઓમાં રહેશે.  આ બંને રાશિઓના જાતકોના સંબંધો ખરાબ કરત રહેશે. 
મીન અને કન્યા લગ્ન સૌથી વધુ પ્રભાવિત 
 
જો તમારી જન્મ કુંડળીમાં મીન અથવા કન્યા લગ્નનો ઉદય થઈ રહ્યો છે તો અફેયરના હિસાબથી તમારા પર સૌથી વધુ પ્રભાવ પડશે. મીન લગ્નમાં રાહુ પાક્યમા ભાવમાં આવી જશે.. જ્યારે કે કન્યા લગ્નમાં કેતુ પાંચમાં ભાવમા ગોચર કરશે. જ્યોતિષમાં પાંચમા ભાવને પ્રેમ સંબંધોના રૂપમાં જોવામાં આવે છે. આ ઘરમાં રાહુ કે કેતુની હાજરી સંબંધોને ખરાબ કરવાનુ કામ કરશે. તેથી આ લગ્નના જાતક પોતાના પ્રેમ સંબંધોને લઈને થોડા સતર્ક રહે અને સંબંધોમાં ટકરાવની સ્થિતિથી બચે તો તેમના માટે સારુ રહેશે. 
 
મેષ અને તુલા લગ્નના જાતકોને રાહત પણ 
 
જો કે રાહુના રાશિ પરિવર્તનથી મીન અને કન્યા લગ્નના જાતકોને પ્રેમ સંબંધોમાં ખટાશ આવશે. પણ પહેલાથી આ ગૃહના કારણે પીડિત ચાલી રહેલા તુલા અને મેષ લગ્નના જાતકોને પણ રાહત મળશે.  આ લગ્નના જાતક માટે પ્રેમના નવા રસ્તા ખુલી શકે છે. કે તેમનો જૂનો પ્રેમ પ્રસંગ ફરીથી જીવિત થઈ શકે છે. કારણ કે તુલા લગ્નમાં પાચમા ઘરથી આ સમયે કેતુ નુ ભ્રમણ છે.  અને આ જ રીતે મેષ લગ્નના જાતકોને પાંચમા ભાવમાં રાહુ ગોચર કરી રહ્યો છે. આ બંને ઘરોમાંથી રાહુ કેતુનો પ્રભાવ હટવાને કારણે આ જાતકોના પ્રેમ સંબંધો પરવાન ચઢશે.