રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શનિવાર, 21 ઑક્ટોબર 2017 (11:00 IST)

વાર્ષિક રાશિફળ 2017 અને 2018 - આ વર્ષે કંઈ રાશિના લોકો બનશે ધનવાન.. અને કોણે કરવી પડશે મહેનત જાણો એક ક્લિક પર

જ્યોતિષ મુજબ દીવાળી 2018 સુધી લગભગ બધા મોટા ગ્રહોની ચાલ બદલવાની છે. જેની શુભ અશુભ અસર બધી રાશિયો પર રહેશે.. 12માંથી 8 રાશિયો માટે આવનારુ એક વર્ષ સારુ રહેશે. નોકરી બિઝનેસમાં પ્રમોશન સાથે ઈનકમ પણ વધશે.  કેટલાક લોકો પ્રોપર્ટી સંબંધી મોટા રોકાણ કરી શકે છે.  આ 8 માંથી 5 રાશિવાળાને અચાનક ધન લાભ થઈ શકે છે.. બીજી બાજુ 3 રાશિયોને રોકાયેલો પૈસો પરત મળી શકે છે.. અન્ય 4 રાશિયો માટે ઓક્ટોબર 2018 સુધીનો સમય ઠીક ઠાક રહેશે... 
 
મેષ - મેષ રાશિવાળાને આ વર્ષે ઈનકમ માટે નવા સોર્સ મળી શકે છે. પૈસાની આવક ઠીક રહેશે. તમને કેટલાક શાનદાર ફાયદા પણ થશે.. તમે પ્રોપર્ટી ખરીદી શકો છો. ઉધાર આપેલા પૈસા  આ વર્ષે પરત મળી શકે છે.  લેવડ દેવડ અને રોકાણ સંબંધી જરૂરી કામ ધીરે ધીરે પૂરા થશે.  આર્થિક પરેશાનીઓથી બચવા માટે તમે સારી ફાઈનેનેશિયલ પ્લાનિંગ કરવાની કોશિશ કરશો અને તમને મોટાભાગે સફળતા પણ મળી શકે છે.. 
 
અહી રાખો સાવધાની.. તમારે આર્થિક મામલે સાવધાન રહેવુ જોઈએ. લેવડ દેવડ અને કોઈપણ પ્રકારના રોકાણને લઈને હિસાબ કિતાબ પર પુરૂ ધ્યાન આપો. મોટા રોકાણ કરવાથી બચવુ જોઈએ. તમારા ખર્ચા પણ વધેલા રહેશે... ઓકટોબર 2018માં તમારી આવક ઘટી શકે છે. 
 
આ વર્ષે કરો આ ઉપાય - સેંવિંગ અને ઈનકમ વધારવા માટે તમારા ઘરની પાણીની ટાંકીમાં શંખ અને ચાંદીનો સિક્કો નાખો.. 
 
 
વૃષભ - પૈસા કમાવવા માટે તમને સારી તક મળી શકે છે. તમારા પૈતૃક સંપત્તિ મળવાની પણ શક્યતા છે. આ વર્શે તમારા ઈંટરનેટ અને સંચારના અન્ય સાધનોની મદદથી ધન લાભ થઈ શકે છે. મે-જૂનમાં તમે સારી રીતે સમજી વિચારી પછી જો રોકાણ કરશો તો તમને અણધાર્યો નફો થઈ શકે છે. સાથે જ તમે પૈસા બચાવવામાં સફળ રહેશો.
 
આ રાખો સાવધાની - આર્થિક મામલે આ વર્ષે તમારે સાવધ રહેવુ પડશે. ફાલતૂ ખર્ચ પર કંટ્રોલની જરૂર છે. આર્થિક તંગીને કારણે પારિવારિક જીવનમાં પરેશાની વધી શકે છે. આશા મુજબ તમને નફો નહી થઈ શકે. જાન્યુઆરીમાં આર્થિક નુકશાનના યોગ બની રહ્યા છે. શેયર કમોડિટી અને મ્યુચુઅલ ફંડમાં રોકાણ જરૂર કરો.. કેટલીક ખાસ જવાબદારીઓ પૂરી કરવા માટે તમે કર્જ પણ લઈ શકો છો. 
 
આ વર્ષે કરો આ ઉપાય - નુકશાનથી બચવા અને ઈનકમ વધારવા માટે આમળાના ઝાડની પૂજા કરો.
 
મિથુન - ઓક્ટોબર 2018 સુધી આર્થિક સ્થિતિ સારી રહેશે. નવા ઈનકમ સોર્સ મળશે. જેનાથી તમારી આવક વધશે.  જૂનથી ઓક્ટોબર વચ્ચે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.  નોકરી અને બિઝનેસમાં પણ ફાયદો વધશે.  ઈંક્રીમેંટ થશે. બિઝનેસમાં રોકાયેલુ પૈસો પણ મળશે..  લોટરીથી તમને સારો પૈસો મળી શકે છે.  સ્ટોક માર્કેટમાં પૈસા લગાવવા તમારે માટે લાભકારી થઈ શકે છે.. આ દરમિયાન તમે લોખંડ, કપડા, બ્યુટી પ્રોડક્ટસ, મિલ્ક પ્રોડક્ટ્સ અને પર્યટન સાથે જોડાયેલ વેપારમાં પૈસા લગાવવાથી તમારો ફાયદો વધી શકે છે. 
 
અહી રાખો સાવધાની - લેવડ-દેવડ અને રોકાણમાં થોડી સાવધાની જરૂર રાખો. કોઈ વિશ્વાસપાત્ર માણસ પણ તમારી સાથે દગો કરી શકે છે. જોખમ ભરેલા રોકાણ કરવાથી બચવુ જોઈએ.  અનુભવી લોકોની સલાહથી જ રોકાણ કરો.. 
 
આ વર્ષે કરો આ ઉપાય -  આર્થિક સ્થિતિમાં સુધાર માટે દર બુધવારે ગણેશજીને દુર્વા અને લાડુ ચઢાવો. 

કર્ક - ફાઈનેંસ પોઝિટિવ - આર્થિક મામલે તમારે માટે સંતોષજનક સમય રહેશે. એકસ્ટ્રા ઈનકમના પણ યોગ બનશે. જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય ખૂબ સારો  કહી શકાય છે.  વર્તમાન દિવસોની આર્થિક સ્થિતિમાં અચાનક ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. શેયર બજાર અને કમોડિટી તરફથી તમને આશા કરતા વધુ ફાયદો થઈ શકે છે.  અપોઝિટ જેંડરના લોકોની મદદથી ધન લાભ થઈ શકે છે.  નોકરિયાત લોકોને રોકાયેલો પૈસો મળી શકે છે. ઈંક્રીમેંટના પણ યોગ બની રહ્યા છે. ચલ અચલ સંપત્તિ ખરીદવાની શક્યતા છે. બીજી બાજુ અને પૈતૃક સંપત્તિના મામલામાં પણ ફાયદો થઈ શકે છે. 
 
અહી રાખો સાવધાની - મહેનત વધુ થઈ શકે છે.. ખર્ચ પણ બન્યો રહેશે. આ પ્રકારનુ સેવિંગ નહી થઈ શકે.. વર્તમાન દિવસોમાં તમારે કર્જ લેવાથી બચવુ પડશે.  પાર્ટનશિપમાં થનારા કાર્યમાં સાવધાની રાખવી પડશે. 
 
આ વર્ષે કરો આ ઉપાય  - દૂધમાં ગંગાજળ મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવો 


સિંહ - ફાઈનેસ પોઝિટિવ સિંહ રાશિવાળા માટે આર્થિક રૂપથી સારો સમય છે.. લગભગ આખુ વર્ષ પૈસાની કમી નહી રહે. રોકાયેલો પૈસો પણ વર્તમન દિવસોમાં મળી શકે છે. પૈતૃક સંપત્તિથી પણ ફાયદો થવાના યોગ બની રહ્યા છે. શેર કમોડિટી કોઈપણ પ્રકારના જૂના રોકાણથી ફાયદો થવાની શક્યતા છે. જમીન મિલકત સંબંધી રોકાણ કરવાના યોગ બનશે. સેવિંગ પણ વધી શકે છે. પ્રમોશન સાથે નોકરિયાત લોકોની સેલેરી પણ વધી શકે છે.  માર્કેટમાં લાંબા સમય માટે પૈસા લગાવવા માટે સારુ છે. વિદેશી વેપારમાં પણ સારો ફાયદો થઈ શકે છે.  આ વર્ષે તમારી સેવિંગ વધી શકે છે. આ ઉપરાંત પૈતૃક સંપત્તિ વેચીને નવુ ઘર ખરીદી શકો છો. વર્તમાન દિવસોમાં તમે એકસ્ટ્રા ઈનકમની કોશિશ કરશો અને સફળ પણ થઈ જશો.. 
 
આ રાખો સાવધાની 
 
ઉધાર લેવડ દેવડમાં સાવધ રહો. જોશમાં આવીને ક્યાય પણ રોકાણ કરવાથી બચવુ જોઈએ. ફાલતૂ ખર્ચા પણ રહેશે.. ખુદ પર કંટ્રોલ કરવાની જરૂર છે. આ વર્ષે કોઈપણ પ્રકારના મોટા રોકાણમાં અનુભવીની સલાહ જરૂર લો. નહી તો પૈસા અટકી પણ શકે છે.  પૈસાને લઈને છિટપુટ વિવાદ થવાની પણ શક્યતા બની રહી છે. 
 
 આ વર્ષે કરો આ ઉપાય 
 
દર રવિવારે તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવો અને ચઢાવેલુ જળ આંકડાના છોડમાં નાખો. તેનાથી તમે આર્થિક વિવાદથી બચી જશો. 

કન્યા - આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરિયાત લોકોની આવક વધી શકે છે. વેપાર સંબંધી યાત્રાના યોગ બની રહ્યા છે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે.  આ વર્ષે સેવિંગ વધારવામાં આપ સફળ રહેશો.. જાન્યુઆરીમાં તમારો ફાયદો વધી શકે છે.  ચલ અચલ સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. નવો વેપાર શરૂ કરવા માટે સમય સારો કહી શકાય છે.  તેનાથી તમને ફાયદો પણ થશે. 
 
અહી રાખો સાવધાની 
 
જોખમ ભરેલા મામલે રોકાણ કરવાથી બચવુ પડશે. બીજી બાજુ વર્ષના વચ્ચે પરિવાર સાથે પણ યાત્રાના યોગ બની રહ્યા છે. જેમા ખર્ચા વધી શકે છે.  બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ લઈને આગળ વધવુ જોઈએ. લેવડ દેવડ અને હિસાબ કિતાબમાં સાવધાની રાખવી પડશે. કોઈ વિશ્વાસપાત્ર માણસ જ દગો આપી શકે છે. 
 
આ વર્ષે કરો આ ઉપાય 
 
પૈસા મુકવાના સ્થાન પર પીળા કપડામાં 5 ગોમતી ચક્ર મુકો 

શનિ રાશિફળ: વિક્રમ સંવત 2074 કેવું રહેશે તમારા માટે 
તુલા રાશિ- આ વર્ષે આ રાશિવાળા માટે મિશ્રિત ફળ આપનારું રહેશે. આ વર્ષે સ્વાસ્થય તો ઠીક રહેશે. પરંતુ નાણાંને માટે મુશ્કેલી પડી શકે છે. તમે પૈસા કમાવવા માટે ખૂબ પ્રયાસ કરશો. પણ પૉજિટિવ પરિણામ આવવામાં શંકા છે. કામનો દબાણ વધારે રહેશે. નોકરીમાં જે ટારગેટ મળે છે. તેને પૂરા કરવામાં શંકા છે. પરિવારનો કોઈ સભ્યને લઈને ચિંતા રહેશે. નોકરીમાં પડકારનો સામનો કરવું પડી શકે છે. લાઈફ પાર્ટનરને પૂરો સહયોગ મળશે. બિજનેસમાં પાર્ટનર અને કર્મચારી પર પૂરી નજર રાખવી. જેટલો પૈસો આવશે તેટલો ખર્ચ પણ થઈ જશે. 
આ વર્ષે કરો આ ઉપાય -પૈસા મૂકવાના સ્થાન પર લાલ ચંદન કે કંકુથી સ્વાસ્તિક બનાવો
 
 
વૃશ્ચિક રાશિ- વિક્રમ સંવત 2074માં પૂરો સમય આ રાશિ પર શનિની સાઢેસાતીનો પ્રભાવ રહેશે. આ વર્ષ તમારા માટે કઈક ખાસ નહી રહેશે. હેલ્થ પ્રોબલેમના કારણે બિજનેસ પર પણ ફોકસ નહી કરી શકશો. તેનાથી નુકશાન થવાની શકયતા છે. જો તમે નોકરીયાત છો તો કોઈ બેદરકારીના કારણે બૉસની ડાંટ -ફટકાર પડી શકે છે. બિજનેસમાં પણ અઘરા પડકાર મળશે. આ કઠિન સમયમાં પરિવારના લોકો તમને પૂરો સમય આપશે. શનિના વક્રકાળમાં તમારા પર કોઈ મુશ્કેલી આવી શકે છે. પૈસાને લઈને કોઈ પર વિશ્વાસ ન કરવું. વિદ્યાર્થીઓને તેમની મેહનતનો ફળ મળશે. બિજનેસ માટે કોઈથી ઉધાર લેવાની સ્થિતિ બની શકે છે. યાત્રા પર ખર્ચ હોવાના યોગ બની રહ્યા છે. અજાણ પર વિશ્વાસ ન કરવું. 
આ વર્ષે કરો આ ઉપાય 
બુધવારે ગણેશ મંદિરમાં દૂર્વા અને ગોળ-ધાણાનો પ્રસાદ ચઢાવો. 
 
 
ધનુ રાશિ- આ રાશિ પર આખુ વર્ષ શનિની સાઢેસાતીનો પ્રભાવ રહેશે. જેના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. સ્વાસ્થયને લઈને સમસ્યા તો રહેશે સાથે જ ધંધામાં પણ નુકશાન ઉઠાવું પડી શકે છે. વ્યકતિગત અને બિજનેસના ટારગેટ પૂરા નહી થશે. સ્ટૂડેંટસ માટે પણ આ સમય સારું નહી કહી શકાય.  મેહનત મુજબ પરિણામ નહી મળશે. 
 
બિજનેસને લઈને જે પણ નિર્ણય લો. ખૂબ સોચી-વિચારીને લેવું. નકામા ખર્ચ પર નિયંત્રણ રાખવું. પરિવારના લોકો દરેક મુશ્કેલ સમયમાં તમારું સથ અપાશે. પૈસાની પરેશાની વર્ષ ભર બની રહેશે. બિજનેસના કોઈ રહ્સ્ય દુશ્મનોને ખબર લાગી શકે છે. તેથી તેમના કર્મચારીઓ પર નજર રાખવી. 26 ઓક્ટોબર પછીની સ્થિતિ મુશ્કેલભરેલી હોઈ શકે છે. પ્રેમ સંબંધોના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. 
આ વર્ષે કરો આ ઉપાય 
શુક્રવારે દેવી મંદિરમાં મિઠાઈનો ભોગ લગાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે. 

મકર રાશિ - વિક્રમ સંવત 2074માં આ રાશિ પર અંશકાલિક રૂપથી શનિ ઢૈય્યાનો પ્રભાવ રહેશે. નકામની યાત્રાઓ પર જવું પડી શકે છે. બિજનેસમાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. શનિના પ્રભાવથી વર્ષ ભર સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ બની રહેશે. બિજનેસ વધારવાની યોજના છે તો આ સમયે ઠીક નહી છે કારણકે મેહનતનો ફળ નહી મળી શકે. 
નોકરીમાં પ્રમોશનના ચાંસ બની શકે છે. તમારી યોગ્યતાથી સફળતા મળશે. પરિવારવાળા અને મિત્રોને પૂરોપૂરો સાથ મળશે. નવા ઘર ખરીદવાનો મન બની શકે છે. તમારા દુશ્મન તમને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. સંભળીને રહો. આ વર્ષ તમારી સાથે કોઈ અપ્રિય ઘટના ઘટી શકે છે. પેટથી સંબંધિત રોગ થવાની શકયતા છે. 
 
આ વર્ષે કરો આ ઉપાય 
ગુરૂવારે કન્યાને ભોજન કરાવવાથી બરકત વધશે. 
 
 
કુંભ રાશિ
આ રાશિવાળા માટે વિક્રમ સંવત 2074 ખૂબજ શાનદાર રહેશે. આ વર્ષે શનિ ગોચરવશ તમારી રાશિથી દસમા અને અગિયારમા સ્થાન પર રહેશે. હેલ્થ પ્રાબ્લેમ ખત્મ થશે. સાથે જ આર્થિક સ્થિતિ પહેલાથી સારી રહેશે. જૂની સમસ્યાઓના ઉકેલ આ વર્ષે હોવાના યોગ બની રહ્યા છે. શનિના વક્ર કાળના સ્માયે નાની-મોટી સ્વાસ્થય સમસ્યાઓથઈ શકે છે. આ સમયે બિજનેસમાં પણ સાવધાની રાખો. 
શનિના વક્ર કાળમાં નોકરીયાત લોકો સંભળીને કામ કરવું. આ વર્ષે ઈનકમના પણ સોર્સ બનશે. પરિવાર અને મિત્રોના સહયોગથી પ્રમોશન મળશે જૂના વિવાદ આ વર્ષે સમાપ્ત થઈ શકે છે. પ્રતિયોગિઓના પાછળ મૂકી નાખશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ આવી શકે છે. યાત્રાઓથી પૈસા અને નામ બન્ને મળશે. બિજનેસ વધારવાની યોજના પર આ વર્ષે કામ થએ શકે છે. 
આ વર્ષે કરો આ ઉપાય 
ગુરૂવારે કેસરનો તિલક લગાવો અને ગાયને રોટલી આપવાથી ઈનકમ વધશે. 
 
 
મીન રાશિ
 વિક્રમ સંવત 2074માં શનિ તમારી રાશિથી નવમા અને દસમા સ્થામ પર રહેશે. શનિની આ સ્થિતિ તમારા કરિયર માટે સારી સિદ્ધ થશે. ઈનકમ ઑફ સૉર્સ આ વર્ષે વધી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાથી વધારે મજબૂત થશે. બિજનેસમાં સફળતાના પૂરાપૂરા યોગ બની રહ્યા છે. નોકરીમાં બૉસ તમારા કામથી ખુશ રહેશે. પ્રમોશન પણ મળી શકે છે. 
 
મિત્રો અને સહયોગીઓથી પૈસાની લેવડ-દેવડ કરવું પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારું રહેશે. તમાર વિરોધી લાખ કોશિશ પછી પણ તમારું ખરાબ નહી કરી શકશે. બિજનેસમાં કોઈ અનુભવીને સલાહ તમારા કામ આવશે. અજાણ લોકો પર ભરોસા ન કરો. કોઈ સગા જ તમને દગો આપી શકે છે. સરકારી બાબતોમાં કોઈ વિશેષજ્ઞની સલાહ પછી જ કોઈ નિર્ણય લેવું. 
આ વર્ષે કરો આ ઉપાય 
કિન્નરોને કપડા અને પૈસા આપો., તેમના આશીર્વાદથી સ્થિતિમાં સુધાર થશે.