રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

દિવાળીમાં આ રીતે પૂજા કરશો તો વધશે ધન સમૃદ્ધિ

દિવાળી પર લક્ષ્મી અને ગણેશ પૂજાનુ વિશેષ મહત્વ છે. તેથી પૂજા ઘરની સજાવટ પર વિશેષ ધ્યાન આપો. લક્ષ્મી-ગણેશની મૂર્તિ કે તસ્વીર નીચે લાલ કપડુ પાથરો. એક બાજુ કળશ સ્થાપના કરો. આ માટે કળશને સજાવો. ગલગોટાના ફૂલોના હાર બનાવીને દરવાજાના બંને બાજુ અને અંદર લગાવો. 
 
શુભ્રતા વધારે છે તોરણ 
 
આમ તો બજારમાં તોરણોની એક વિશાળ શ્રેણી મળી રહેશે અને તેને જોતા જ ખરીદવા માટે મન લલચાવવા માંડે છે પણ ખિસ્સા પર પણ ધ્યાન આપવુ પડે છે. આવામાં ઘરે જ તોરણ તૈયાર કરો. આમ તો તાજા પાન અને ગલગોટાના ફૂલને દોરામાં પરોવીને તોરણ બનાવો. સામાન્ય પાનથી બનેલ તોરણ પ્રારંભિક રૂપે શુભ હોય છે.  ધ્યાન રાખો કે જ્યારે પણ તોરણ બનાવો તેના પર શુભ લાભ જરૂર લખો. 
 
પૂજા કરવાની યોગ્ય દિશા કંઈ - ઘરના ઉત્તરી ભાગમાં ધન સંપત્તિનુ દ્વાર હોય છે. દિવાળી પૂજા ઘરના ઉત્તરી ભાગમાં કરો. ગણેશજીની મૂર્તિને મહાલક્ષ્મીની મૂર્તિના ડાબી બાજુ જ્યારે કે સરસ્વતીને જમણી બાજુ મુકો. 
 
સામાન્ય રીતે પૂર્વાભિમુખ થઈને અર્ચના કરવી જ શ્રેષ્ઠ સ્થિતિ છે. તેમા દેવ પ્રતિમા (જો હોય તો)નુ મુખ અને દ્રષ્ટિ પશ્ચિમ દિશાની તરફ હોય છે. આ રીતે કરવામાં આવેલ ઉપાસના આપણી અંદર જ્ઞાન, ક્ષમતા, સામર્થ્ય અને યોગ્યતા પ્રકટ કરે છે. જેનાથી આપણે આપણા લક્ષ્યની શોધ કરીને તેને સહેલાઈથી મેળવી લઈએ છીએ. 
 
વિશિષ્ટ ઉપાસનાઓમાં પશ્ચિમાભિમુખ રહીને પૂજા કરો. તેમા આપણું મોઢુ પશ્ચિમ તરફ હોય છે અને દેવ પ્રતિમાની દ્રષ્ટિ અને મુખ પૂર્વ દિશા તરફ હોય છે. આ ઉપાસના પદ્ધતિ સામાન્ય રીતે પદાર્થ પ્રાપ્તિ કે કામના પૂર્તિ માટે વધુ યોગ્ય હોય છે. ઉન્નતિ માટે કેટલાક ગ્રંથ ઉત્તરભિમુખ થઈને પણ ઉપાસનાની સલાહ આપે છે.