સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2017 (13:02 IST)

Jyotish Gujarati - આ હિન્દુ મહિનામાં જન્મેલી સ્ત્રી હોય છે ક્રૂર, જાણો તમારા વિશે...

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સ્ત્રીઓનો સ્વભાવ તેમના જન્મના હિન્દુ મહિનાથી પણ જાણી શકાય છે. અહી અમે ક્રમથી હિન્દી મહિનામાં જન્મ લેનારી મહિલાઓના સ્વભાવની માહિતી રજુ કરી રહ્યા છે. 
 
ચૈત્ર માસ - ચૈત્ર માસમાં જન્મેલી સ્ત્રી વક્તા, હોશિયાર, ક્રોધી સ્વભાવની, રતુમડાં નેત્રવાળી, સુંદર રૂપ-ગોરા રંગવાળી, ધનવાન, પુત્રવતી અને બધાસુખોને મેળવનારી હોય છે. 
 
વૈશાખ માસ - વૈશાખ માસમાં જન્મ લેનારી સ્ત્રી શ્રેષ્ઠ પતિવ્રતા, કોમળ સ્વભવવાળી, સુંદર હ્રદય, મોટી આંખોવાળી, ધનવાન, ક્રોધ કરનારી અને ઓછો ખર્ચ કરનારી હોય છે. 
 
જયેષ્ઠ  માસ -જેઠ મહિનામાં જન્મ લેનરી સ્ત્રી બુદ્ધિમાન અને ધનવાન, તીર્થ સ્થાનોને જાણનારી, કાર્યોમાં કુશળ અને પોતાના પતિની વ્હાલી હોય છે. 
 
અષાઢ મહિનો - અષાઠમાં જન્મ લેનારી સ્ત્રી સંતાનવાન, ધનથી હીન, સુખ ભોગવનારી, સરળ અને પતિની દુલારી હોય છે. 
 
શ્રાવણ માસ - શ્રાવણ મહિનામાં જન્મ લેનારી પવિત્ર, મોટા શરીરવાળી , ક્ષમા કરનારી, સુંદર અને ધર્મયુક્ત અને સુખોને મેળવનારી હોય છે. 
 
ભાદરવો મહિનો - ભાદરવા મહિનામાં જન્મ લેનારી સ્ત્રી કોમળ, ધન પુત્રવાળી, સુખી ઘરની, વસ્તુઓની દેખરેખ કરનારી, હંમેશા પ્રસન્ન રહેનારી, સુશીલા અને મીઠુ બોલનારી હોય છે. 
 
અશ્વિન મહિનો - અશ્વિન મહિનામાં જન્મ લેનારી સ્ત્રી સુખી, શ્રીમંત, શુદ્ધ હ્રદયગુણ અને રુપવતી હોય છે.  કાર્યોમાં કુશળ અને અધિક કાર્ય કરનારી હોય છે. 
 
કારતક મહિનો - કારતક મહિનામાં જન્મ લેનારી સ્ત્રી કુટિલ સ્વભાવની, ચતુર, ખોટુ બોલનારી, ક્રુર અને ધન સુખવાળી હોય છે. 
 
માગર્શીર્ષ મહિનો - માર્ગશીર્ષમાં જન્મ લેનારી પવિત્ર, મીઠા વચનવાળી, દયા દાન, ધર્મ કરનરી, કાર્યમાં કુશળ અને રક્ષા કરનારી હોય છે. 
 
પોષ મહિનો - પોષ મહિનામાં જન્મ લેનારી સ્ત્રી પુરૂષના સમાન સ્વભાવવાળી, પતિથી વિમુખ, સમાજમાં ગર્વ અને ક્રોધ રાખનારી હોય છે. 
 
માઘ (મહા)મહિનો - માઘ માસમાં જન્મ લેનારી સ્ત્રી ધની, સૌભાગ્યવાન, બુદ્ધિમાન સંતાનથી યુક્ત અને કટુ પણ સત્ય વચન બોલનારી હોય છે. 
 
ફાગણ મહિનો - ફાગણ મહિનામાં જન્મ લેનારી સ્ત્રી સર્વગુણસંપન્ન, એશ્વર્યવાળી, સુખી અને સંતતિવાળી તીર્થ યાત્રા પર જનારી અને કલ્યાણ કરનારી હોય છે.