સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (17:34 IST)

નવેમ્બર 2017 માસિક રાશિફળ - જાણો કેવો રહેશે નવેમ્બર મહિનો તમારે માટે

મેષ (Aries)આર્થિક રૂપે આ તમારે માટે ખૂબ સારો સમય છે. જો તમે ક્યાક પૈસા રોક્યા છે તો તમને ખૂબ મોટી સફળતા મળવાની છે. સાથે જ તમારે તમારા દરેક કામ કરવાની સ્ટાઈલને બદલવી જોઈએ. આ મહિને તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. 
 
વૃષભ (Taurus): આર્થિક રૂપથી તમારો સમય મધ્યમ છે. કોઈ પ્રોજેક્ટને લઈને તમારા મનમાં શકા રહી શકે છે. પણ અંતમાં તમે દરેક પ્રકારના માનસિક હતાશામાંથી નીકળી જશો.. તમારો પરિવાર તમારી સાથે દરેક મુશ્કેલ સમયે ઉભો રહેશે. કામના દબાણથી તમને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી થઈ શકે છે.. મજબૂત અને જિદી પણ દ્રઢ છો. 
 
મિથુન (Gemini): કોઈ પણ પ્રોજેક્ટમાં સફળતા મેળવવા માટે યોજના બનાવવી સૌથી મહત્વની છે. ધૈર્ય અને મહેનતથી કામ કરશો તો સફળતા જરૂર મળશે.  પારિવારિક મામલાની વાત કરો તો તમને જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાના છે.  
 
કર્ક (Cancer): - તમે કદાચ તમારા કામમાંથી થોડો સમય બ્રેક લેવા માંગો છો. તમે યાત્રા કરવા માંગો છો. તમારા પ્રોજેક્ટ સમય પર પૂરા થઈ જશે. કોઈપણ નવુ કામ કરવા માટે સમય સારો છે. 
 
સિંહ (Leo):  આર્થિક રૂપથી કોઈપણ નવુ કામ શરૂ કરવા માટે આ સમય યોગ્ય નથી. બિઝનેસમાં સારી ગ્રોથ થશે અને રોકાણનું પણ ફળ સારુ મળશે.  કાયદાકીય મામલા પણ તમારા પક્ષમાં આવતા દેખાય રહ્યા છે. 
 
કન્યા (Virgo): મહિનાની શરૂઆતમાં કોઈ મોટી સફળતા મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળવાથી મન પ્રસન્ન રહેશે. આર્થિક મામલે ભલે ધીમી શરૂઆત હોય પણ આ સ્થાયી રહેવાની છે.  કામકાજને લઈને કોઈ મુખ્ય નિર્ણય તમને લેવો પડી શકે છે. જેમા કોઈ મહિલાને કારણે અડચણ ઉભી થઈ શકે છે. આ મહિને યાત્રાના અનેક સુખદ સંયોગ બનશે. 
 
 

તુલા  (Libra):  કાર્યક્ષેત્રમાં અનુકૂળ પરિસ્થિતિ બની રહેવાથી આનંદનો અહેસાસ થશે. યાત્રાઓ પર જવુ પણ લાભકારી સિદ્ધ થશે. ટૂંકમાં આ સમય કોઈ નવા રોકાણને લઈને પણ સારો સાબિત થઈ શકે છે.  સ્વાસ્થ્ય સાથે જોડાયેલ બધી સમસ્યાઓ આ સમયે દૂર થશે.  આ મહિનાની શરૂઆત સુધી તમે પદોન્નતિ માટે પ્રયાસ ઝડપી કરી શકો છો. 
 
વૃશ્ચિક (Scorpio):  આ સમય તમે જે પણ પાર્ટનરશિપ માટે હાથ વધારશો તમને તેમા સફળતા જ મળશે.  સંપત્તિ સંબંધી મામલા તમારા પક્ષમાં આવતા દેખાય રહ્યા છે. મહિનાના અંતમાં તમારી આર્થિક યોજના રંગ લાવતી જોવા મળશે. 
 
ધનુ (Sagittarius):  આ મહિને કોર્ટ કચેરી સાથે જોડાયેલ કોઈ નિર્ણય તમારા હિતમાં આવી શકે છે.  આ ઉપરાંત ઘરના લોકોના સહયોગથી કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરવાની ખુશી મળશે. જોકે આર્થિક પક્ષ આ મહિને તમારા અનુકૂળ રહેશે.  પણ નવા રોકાણ સાથે જોડાયેલા મામલામાં સાવધાની રાખવાની જરૂર છે.  કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ કોઈ સમસ્યાને લઈને તનાવ રહી શકે છે.  હાલ કોઈપણ પ્રકારના વાદ વિવાદથી બચવાની કોશિશ કરવાથી લાભ થશે. 
 
મકર (Capricorn): - આ મહિને તમારી આવક વધવાના અનેક સ્ત્રો વિશે તાજી માહિતી મેળવશો. બીજી બાજુ તમારા અતિવિશ્વાસને કારણે તમને ભારે નુકશાન ઉઠાવવુ પડી શકે છે.  આ આખા મહિનામં સ્વાસ્થ્ય સારુ રહેશે. આ દરમિયાન કરવામાં આવેલ યાત્રાથી ખૂબ લાભ મેળવશો.. આ ઉપરાંત જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના નિર્ણય લેવા પડી શકે છે. 
 
કુંભ (Aquarius): મહિનાની શરૂઆતનો સમય તમારી સખત મહેનતનુ ફળ ભોગવવાનો રહેશે.  કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સહાયતાથી આર્થિક પક્ષ મજબૂત બનવામાં મદદ મળશે.  બીજી બાજુ આ સમય કોઈ રોકાણમાં ભારે લાભ થશે.  કાર્યક્ષેત્રમાં શરૂઆતમાં કેટલીક વાતોને લઈને શંકા રહેશે પણ મહિનાના અંત સુધી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. 
 
મીન (Pisces): તમારે માટે કોઈ નવી શરૂઆત માટે અનુકૂળ સમય છે. આ સમય તમને અનેક પ્રોજેક્ટ્સ સાથે જોડવાની તક પણ મળશે.. આ મહિને રોકાણ ક્ષેત્રમાં પણ થોડા વધુ પ્રયાસથી સારી સફળતા મેળવી શકશો..  પરિવારના કોઈ પિતા તુલ્ય વ્યક્તિ તમારી આર્થિક સહાયતા કરી શકે છે.   આ મહિને કરવામાં આવેલ યાત્રામાં લાભ મેળવશો. મહિનાના અંત સુધી તમારે માટે નવા સમાજીક સંબંધ વિકસિત થશે. જે આગળ જઈને લાભકારી સિદ્ધ થશે.