શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (09:24 IST)

પુષ્ય નક્ષત્રમાં રાશિ મુજબ શુ ખરીદવાથી તમને ફાયદો થશે જાણો....

પુષ્ય નક્ષત્ર સાથે જ સોમવારે તારીખ 13.10.17થી દીપમાળા તહેવારની શરૂઆત થઈ રહી છે. આજથી તીર્થ સ્નાન, દીપ દાન, શિવ પરિવાર પૂજન કરી દાન-પુણ્ય અને સાંજે દીપ પ્રજવલ્લિત કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તારીખ 12.05.16 સવારે 05:36 થી રાત્રે 22:45 સુધી રહેશે. કારણ કે આ દિવસે ગુરૂવાર છે અને પુષ્ય નક્ષત્ર સૂર્યોદયથી લઈને રાત્રે 22:45 સુધી રહેશે. તેથી ગુરૂ પુષ્ય નક્ષત્ર યોગ સક્રિય રહેશે.  સમય ગૃહ પ્રવેશ, ભૂમિપૂજન, પ્રતિષ્ઠાનોની શરૂઆત નવા વહી-ખાતા સાથે વેપારની શરૂઆત કરવા માટે શુભ રહેશે.  જમીન, મકાન, વાહન, સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી પણ વિશેષ ફળદાયી રહેશે અને પુષ્ય નક્ષત્રમાં વેપારી વર્ગ નવા વહી-ખાતા પણ બનાવશે. 
માન્યતા મુજબ સિંહસ્થ ગુરૂમાં સૂર્ય બળવાન હોય છે. સિંહસ્થ ગુરૂના સંયોગમાં પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી લાભદાયી અને અક્ષય કારક છે. તેનાથી પરિવારમાં સમૃદ્ધિ વધશે. આ સંયોગમાં રત્ન-રુદ્રાક્ષ ખરીદવા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સંયોગમાં શિવ, લક્ષ્મી કાર્તિકેય અને કુબેરના મંત્રનુ અનુષ્ઠાન સો ગણુ વધુ ફળ આપે છે  આ લેખના માધ્યમથી અમે તમને બતાવીએ છીએ કે રાશિ મુજબ શુ ખરીદવાથી તમને ફાયદો થશે અને કંઈ ઉપાસના તમારુ ભાગ્ય જગાવશે. 
 
મેષ-આ કાર્તિક-પુષ્ય મહાયોગમાં તાંબાના વાસણ ખરીદો. નંગ ખરીદીને ધારણ કરો અને લાલ કપડા ખરીદો. મંગળ સાથે બંધિત વસ્તુઓ ખરીદીને તેનુ દાન કરો. ભોજપત્ર પર હનુમાન યંત્ર બનાવો કે ખરીદીની શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 11 મુખીરુદ્રાક્ષ ખરીદો અને શુભ મુહુર્તમાં ધારણ કરો. 
 
વૃષભ - આ કાર્તિક પુષ્ય મહાયોગમાં સુગંધિત દ્રવ્ય ખરીદો અને ઉપયોગ કરો. શુક જો કમજોર છે તો ઓપલ રત્ન ખરીદો અને શુભ મુહુર્તમાં ધારણ કરો અને સંધ્યામાં વિશિષ્ટ લક્ષ્મી આરાધના કરો. ભોજપત્ર પર લક્ષ્મી યંત્ર બનાવો કે પછી ખરીદીને શુભ મુહુર્તમાં સ્થાપિત કરો. 6 મુખી રુદ્રાક્ષ ખરીદો અને શુભ મુહુર્તમાં ધારણ કરો. 
 
મિથુન - આ કાર્તિક-પુષ્ય મહાયોગમાં કાંસાનુ વાસણ ખરીદો. પન્ના રત્ન ખરીદો અને શુભ મુહુર્તમાં ધારણ કરો અને સાંજે વિશિષ્ટ દુર્ગા ઉપાસના કરો. કિન્નરોને મગ, સાકર અને લીલા કાંચની બંગડીઓ દાન કરો.  ભોજપત્ર પર દુર્ગા બીસા યંત્ર બનાવો કે પછી ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 4 મુખી રૂદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. 
 
કર્ક - આ કાર્તિક-પુષ્ય મહાયોગમાં ચાંદીના સિક્કા, વાસણ અને ઘરેણુની ખરીદી કરો. પ્રાકૃતિક સમુદ્રી મોતી ખરીદો અને ધારણ કરો.  સફેદ કપડા ખરીદો. શિવ મંત્રનો જાપ કરો. સફેદ વસ્તુઓનુ દાન કરો. ભોજપત્ર પર શિવ યંત્ર બનાવો કે ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 2 મુખી રૂદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. 
 
સિંહ - આ કાર્તિક પુષ્ય માહયોગમાં ગોળ, મધ, કેસર, પીત્તળ ખરીદો. લાલ કપડા ખરેદીને દાન કરો. માણિક્ય રત્ન ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. સૂર્ય પૂજન કરો. આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરો. ભોજપત્ર પર નારાયણ યંત્ર બનાવો કે ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 12 મુખી રુદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. 
 
 
કન્યા - આ કાર્તિક-પુષ્ય મહાયોગમાં સાકર, મગ, લીલા કપડા ખરીદો અને કોઈ કુંવારી કન્યાને દાન કરો. લીલા મણિ રત્ન ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો અને સાંજે વિશિષ્ટ દુર્ગા ઉપસના કરો. ભોજપત્ર પર ગણેશ યંત્ર બનાવો કે ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 4 મુખી રૂદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. 
 
તુલા - આ કાર્તિક-પુષ્ય મહાયોગમાં સ્ફટિક રત્ન ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. કન્યાઓને ખીર દાન કરો. ખાંડ-માટીના વાસણ, શુદ્ધ ઘી, ગુલાબી, રેશમી કપડા અને અત્તર ખરીદો અને દાન પણ કરો. ભોજપત્ર પર શ્રી યંત્ર બનાવો કે ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 6 મુખી રૂદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. 
 
વૃશ્ચિક - આ કાર્તિક-પુષ્ય મહાયોગમાં ભોજપત્ર પર બનેલ હનુમાન યંત્ર બનાવો કે ખરીદીને પૂજા કરો. તાંબાથી બનેલા વાસણનો ક્રય વિશેષ લાભદાયક રહેશે. મસૂર, જીરુ, ગોળ લાલ કપડા ખરીદો. ભોજપત્ર પર મહામૃત્યુંજય યંત્ર બનવો કે ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 11 મુખી રૂદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. 
 
ધન - આ કાર્તિક પુષ્ય મહાયોગમાં સોનુ ખરીદો. પુખરાજ કે પીતમણિ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. ગુરૂ પૂજન કરી ગુરૂનો આશીર્વાદ જરૂર મેળવો. મંદિર જઈને પીળા ફૂલ દાન કરો. ભોજપત્ર પર વિષ્ણુ યંત્ર બનાવો કે ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 10 મુખી રૂદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. 
 
મકર - આ કાર્તિક-પુષ્ય મહાયોગમાં તેલ, કાળા તલ અને અડદ ખરીદો અને દાન પણ કરો. નીલમ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. કોહડી-અપંગ લોકોને ધાબળો અને સ્ટીલના વાસણ દાન કરો. ભોજપત્ર પર શનિ યંત્ર બનાવો કે ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો.  7 મુખી રૂદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. 
 
કુંભ - આ કાર્તિક-પુષ્ય મહાયોગમાં લોબાણ, સરસિયાનું તેલ, કાજળ ખરીદો અને દાન પણ કરો. નીલમ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. કોઢી-અપંગ લોકોને તેલ અને કાળા જૂતા દાન કરો. ભોજપત્ર પર ભૈરવ યંત્ર બનાવો કે ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 8 મુખી રૂદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. 
 
મીન - આ કાર્તિક પુષ્ય મહાયોગમાં સોનાના ઘરેણા ખરીદીને પહેરો. પુખરાજ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો. પીત્તળના વાસણો, ચણા, કેસર, મધ અને પીળા રંગના કપડા ખરીદો. બ્રાહ્મણોને કેસર દાન કરો. ભોજપત્ર પર નરસિંહ યંત્ર બનાવો કે ખરીદીને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. 9 મુખી રૂદ્રાક્ષ ખરીદો અને શુભ મુહૂર્તમાં ધારણ કરો.