શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : શુક્રવાર, 27 જુલાઈ 2018 (12:19 IST)

આજે 104 વર્ષ પછી ગુરૂ પૂર્ણિમા પર ખગ્રાસ ચંદ્રગ્રહણ

આજે શુક્રવારે ગુરૂ પૂર્ણિમા પર 104 વર્ષ પછી ખગ્રાસ ચંદ્ર ગ્રહણ રહેશે. ચંદ્ર ગ્રહણ પહેલા સૂતક લાગતા જ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવશે.  ચંદ્ર ગ્રહણ રાત્રે 11.45 થી 3.49 સુધી રહેશે. 
 
અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે ગુરૂ પૂર્ણિમા છે. આ દિવસે 104 વર્ષ પછી સદીનુ સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ આખા ભારતમાં જોવા મળશે.  તેમણે જણાવ્યુ કે આ પહેલા આ દિવસે 1914માં ચંદ્ર ગ્રહણ લાગ્યુ હતુ. 27 જુલાઈના રોજ બપોરે 2.54 વાગ્યાથી ગ્રહણને સૂતક લાગી જશે.  સૂતક લાગતા જ મંદિરોના કપાટ બંધ થઈ જશે.  ચંદ્ર ગ્રહણ રાત્રે 11.54 વાગ્યાથી પ્રારંભ થઈને સવારે 3.49 વાગ્યા સુધી રહેશે.  આ ચંદ્ર ગ્રહણ મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક, મીન રાશિ માટે શુભ છે.  જ્યારે કે વૃષ, મિથુન, કર્ક, તુલા, ધનુ, મકર અને કુંભ રાશિ માટે અશુભ રહેશે.  ગ્રહણની સમાપ્તિ પછી મંદિરોની સાફ સફાઈ પછી પૂજા શરૂ થશે. 
 
ભારત સાથે આ ચંદ્રગ્રહણ એશિયા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત, હિંદ અને અટલાંટિક મહાસાગર ક્ષેત્રમાં પણ જોવા મળશે.  ભોલે બાબા અને રુદ્ર અવતાર હનુમાનજીની ઉપાસના ગ્રહણના દરમિયાન કરવી દરેક રીતે અશુભ પ્રભાવને નષ્ટ કરશે.  વડીલ, રોગી અને નાના બાળક દોઢ પ્રહર પહેલા સુધી ભોજન કરી લે. ગ્રહણ પહેલા ઘરમાં રહેલા બધા પ્રકારની ખાવાની વસ્તુઓમાં કુશ કે તુલસીના પાન નાખો. તેનાથી તેના પર ગ્રહણનો કોઈપણ પ્રકારનો ખરાબ પ્રભાવ નહી પડે. ગ્રહણ શરૂથી લઈને અંત સુધી કશુ પણ ખાવી પીવુ ન જોઈએ.