ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2018 (11:10 IST)

31 જાન્યુઆરીએ છે માઘ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણ, વાંચો શુભ મૂહૂર્ત

31 જાન્યુઆરીને છે માઘ પૂર્ણિમા. તેને માઘી પૂર્ણિમા પણ કહેવાય છે. માઘી પૂર્ણિમા નદિઓમાં સ્નાન કરાય છે. આ દિવસે સ્નાન અને દાનનો ખાસ મહત્વ હોય છે. માઘ પૂર્ણિમાના દિવસે જ ચંદ્ર ગ્રહણ પડી રહ્યું છે. આ વર્ષ 2018નો પહેલો ચંદ્ર ગ્રહણ હશે. ચંદ્ર ગ્રહણના થોડા કલાક પહેલા જ સૂતક લાગી જાય છે. માઘ માનવું છે કે આ દિવસે ચંદ્રમા તેમની સોળ કળાઓથી અમૃત વર્ષા કરે છે. 
વર્ષ 2018માં માઘ પૂર્ણિમા 31 જાન્યુઆરી 2018ને છે. પૂર્ણિમાની રિથિ 30 જાન્યુઆરી 2018 મંગળવારની રાત્રે  22:22 પર  લાગી જશે અને બીજા દિવસે 31 જાન્યુઆરી 2018 બુધવારે 18:56 સુધી રહેશે. 
 
ચંદ્ર ગ્રહણથી 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે. જેમાં સ્નાન, દાન, નહી કરાય છે. આ દિવસે સવારે 10 વાગીને 18 મિનિટથી સૂતક લાગી રહ્યું છે. તેથી સવારે 8 વાગ્યે પૂજા માટે શુભ રહેશે.