25 મે થી બનશે અનિષ્ટકારી અંગારક યોગ, વધશે પ્રાકૃતિક વિપદા અને દુર્ઘટનાઓ..

angarak yog
Last Modified મંગળવાર, 22 મે 2018 (17:46 IST)
- મંગળ-રાહુ બનાવી રહ્યા છે રોહિણી નક્ષત્રમાં અમંગળકારી અંગારક યોગ આ રાશિયોને થઈ શકે છે નુકશાન.

જ્યોતિષમાં કેટલાક વિનાશકારી યોગ હોય છે. જે કેટલાક ખાસ નક્ષત્ર-ગ્રહો સાથે મળવાથી અત્યંત અમંગળકારે સ્થિતિ નિર્મિત કરે છે. આવો જ એક યોગ 25 મી મે થી બનવાનો છે. જેમા કેટલીક રાશિયોના જાતકોનુ અમંગળ થવા ઉપરાંત અનેક પ્રાકૃતિક વિપદાઓ દુર્ઘટનાઓ અને સામાન્ય વ્યક્તિઓના અનિષ્ટની પણ શક્યતા છે.

1લી મે થી મંગળ અને કેતુ મકર રાશિમાં એકસાથે છે જે 6 નવેમ્બર સુધી રહેશે. મંગળના ધનુ રાશિમાં હોવાથી મંગળ-રાહુની દ્રષ્ટિ સંબંધ બની રહ્યો છે. મંગળ અને કેતુ એક જ રાશિમાં હોવાથી અંગારક યોગ બને છે. આ યોગને કારને 25 મેથી 8 જૂનના રોજ પડનારી રોહિણી નક્ષત્રમાં ભીષણ ગરમી, આંધી-તૂફાન સાથે તેજ હવા, આગની ઘટના, દુર્ઘટનાઓ અને રાજનીતિક પરિવર્તનની સ્થિતિ બની શકે છે.

આ અનિષ્ટકારી અંગારક યોગને કારણે મિથુન, કર્ક, સિંહ, તુલા, ધનુ અને કુંભ રાશિવાળાને નુકશાન થવાની શક્યતા છે. પણ દરેક રાશિને નુકશાન થાય એ જરૂરી નથી. મેષ, કન્યા અને મકર રાશિવાળા માટે સમય મિશ્રિત રહેશે.
જ્યારે કે વૃષભ, વૃશ્ચિક અને મીન માટે સમય શ્રેષ્ઠ રહેશે.


આ પણ વાંચો :