માસિક રાશિફળ ઓગસ્ટ 2018 - જાણો કેવો રહેશે ઓગસ્ટ મહિનો તમારે માટે

august rashifal
Last Updated: મંગળવાર, 31 જુલાઈ 2018 (18:01 IST)
મેષ માસિક રાશિફળ- આ મહિને સ્વાસ્થ સંબંધિત ચિંતાઓ ઉભી થઈ શકે છે. કોઈપણ પ્રકારની શરદી તાવ ખાંસી કે પગમાં સાંધાનો દુખાવો વગેરેની શક્યતાઓ બની શકે છે તેથી તમે તમારો ખ્યાલ રાખો અને સતર્ક રહો. કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યા ઉભી થતા ઉપચાર કરાવો. ઘર પરિવારના સહયોગથી આર્થિક લાભ પ્રાપ્ત થવાની સારી તક પ્રાપ્ત થઈ શકે છે.
ઘર ઘન સંપદાથી સંપન્ન થઈ શકે છે. કામકાજના ક્ષેત્રમાં પરિવાર તરફથી સહયોગ મળશે. એકબીજા સાથે પરસ્પર તાલમેલ સારો રહેશે. આ મહિને કેટલાક હવન અનુષ્ઠાન સાથે વૈવાહિક કાર્ય પણ સંપન્ન થવાની શક્યતા છે.
માતા પિતાન સહયોગ પ્રાપ્ત થશે.

વૃષભ માસિક રાશિફલ - આ મહિને સ્વાસ્થ્યને લઈને સ્થિતિ સામાન્ય રીતે શુભ રહેવાની શક્યતા છે. પણ કમરના નીચલા ભાગમાં થોડી પરેશાની થઈ શકે છે. કોઈપણ પ્રકારના યૂરિન સાથે સંબંધિત કે કફ ખાંસી તાવ વગેરેની સમસ્યા જોવા મળી શકે છે.
તેથી તમારા સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ જરૂરી છે. જો તમે નોકરી કરો છો તો આ મહિને તમને તમરા સહયોગીઓનો સારો સાથ મળી શકે છે અને ઉચ્ચ અધિકારી સાથે સંપર્ક થવાથી કેટલીક પોઝીશન સાથે જવાબદારીઓ પણ વધી શકે છે.
આ મહિને ગાડી કે ઘર પ્રાપ્ત થવાની શક્યતા છે. જો ગાડી લેવાનુ મન બનાવી રહ્યા છો તો તે સફળ થઈ શકે છે. જો તમે વિદ્યાર્થી છો તો અભ્યાસમાં સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે. મન એકાગ્ર ન થવાથી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પરીક્ષાઓમાં થોડી અસંતુષ્ટિ થઈ શકે છે.

મિથુન - આ મહિને સ્વાસ્થ્યને લઈને કોઈપણ પ્રકારની ગંભીર સમસ્યા નથી બનતી. નાની નાની સમસ્યાઓ જોવા મળશે. કોઈ પ્રકારની પેટ સંબંધિત સમસ્યા ઉભી થઈ શકે છે. તેથી સમયસર ઉપચાર કરાવો અને સતર્ક રહેવુ લાભદાયી થઈ શકે છે. પારિવારિક સુખમાં વધારો અને સંતાન સુખ પ્રાપ્ત થવાના સંકેત છે.
ધન અચલ સંપત્તિની દ્રષ્ટિથી ઉન્નતિદાયક થઈ શકે છે. કારણ કે મંગળ ઉચ્ચ રાશિમાં વિહરી રહ્યો છે. જે ધન અચલ સંપત્તિની પ્રાપ્તિ માટે સારો હોઈ શકે છે.
જો તમે નોકરી કરો છો તો તમારા કાર્યક્ષેત્રમાં સારી ઉન્નતિની તક પ્રાપ્ત થઈ શકે છે. તમને પૂર્ણ જવાબદારી સાથે પદ પોઝીશન મળી શકે છે. તમારે તમારા અધિકારી વર્ગ તરફથી તનાવ ઉભો થઈ શકે છે.
તેથી તમે તમારા ઉચ્ચ અધિકારી સાથે સારા સંબંધ રાખવાનો પ્રયાસ કરશો તો તે ફળદાયક સાબિત થઈ શકે છે.


કર્ક માસિક રાશિફળ - આ મહિનામાં સ્વાસ્થ્યને લઈને સમસ્યા ઉભી થઈ શકે છે.
નાની મોટી પરેશાનીઓ જોવા મળશે. આ રીતે ગુપ્ત રોગોની ફરિયાદ થઈ શકે છે અને યૂરિન સંબંધિત સમસ્યા ઉભી થઈ શકે છે. કફ ફેફ્સા વગેરેની સમસ્યા થઈ શકે છે.

આવામાં સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવુ તામરી જવાબદારી બને છે. તમારા કામકાજના ક્ષેત્રમાં સારી સફળતા મળી શકે છે.
જેઆથી અર્થ લાભ સારો હોઈ શકે છે. ફાઈનેંશિયલ કંડીશન સારી સ્થિતિમાં આવી શકે છે. જે પણ કાર્યને તમે આત્મવિશ્વાસ સાથે કરશો એ કામ તમને સફળતા અપાવવાની સાથે સાથે ફાઈનેંશિયલ લાભ પ્રાપ્ત થવાની શક્યતા જોવા મળે છે.
શનિ ધનુ રાશિમાં ગોચર કરી રહ્યો છે જે કેરિયરની દ્રષ્ટિએ આર્થિક લાભના યોગ સારા બને છે. તેથી તમારો પ્રયાસ સફળ થશે અને આ મહિનામાં સ્થિતિઓ સારી બનશે.

સિંહ માસિક રાશિફળ - આ મહિને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉભી થવાની શક્યતા નથી. છતા પણ નાની મોટી સમસ્યા ઉભી થઈ શકે છે.
શરદી તાવ વગેરે જોવા મળશે.
પણ ખૂબ મોટી સમસ્યા થાય એવી સ્થિતિ નથી.
તેથી તમે સાવધાની પૂર્વક કાર્ય કરવુ જોઈએ.
કોઈપણ કાર્યને સાહસ અને પરાક્રમ સાથે તમારી સ્વેચ્છાથી કરવાનો પ્રયાસ કરશો.
તેથી તમને તમારા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે.
તમે ગૂઢ વિદ્યાઓને જાણનારા છો અને સમય મુજબ તેનો લાભ પણ ઉઠાવવાનો પ્રયાસ કરો છો. જાણતા અજાણતામાં તમારાથી કંઈક ભૂલ થઈ જાય છે જેને કારણે તમને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
તમે કોઈપણ કાર્યને કરતી વખતે સંયમ રાખો જેનાથી તમને સારો લાભ પ્રાપ્ત થશે

કન્યા માસિક રાશિફળ - આ મહિને પરિવારનો સહયોગ પ્રાપ્ત થવાથી ઘણી બધી સારી સારી કાર્ય યોજનાઓનો વિસ્તાર કરી શકાશે.
તમારી સમજદારીથી દરેક પ્રકારની મુશ્કેલીને દૂર કરી શકાય છે.
ઘર પરિવારમાં પરસ્પર તાલમેલ સારો હોવાથી ભાગ્ય ઉન્નતિ સારી થઈ શકે છે.
જે કોઈ કામને કરવાનો પ્રયાસ કરશો એ કામમાં સારી સફળતા મળી શકે છે.

આર્થિક દ્ર્ષ્ટિથી આ મહિનો ઉન્નતિ દાયક રહેશે.
કારણ કે ગુરૂ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે.
આર્થિક લાભની તકો ઉભી થઈ શકે છે. જો તમે કોઈપણ પ્રકારના કાર્યને લઈને ભાગદોડ કે તનાવપૂર્ણ સ્થિતિમાં છો તો તમે ગભરાશો નહી

આ સ્થિતિમાં પણ તમને આર્થિક લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે. શરૂઆત્રમાં થોડી પરેશાની ઉભી થઈ શકે છે પણ લાભ સારો પ્રાપ્ત થશે.
ધીરજ રાખવાથી સારી સફળતા મળે છે. આ મહિને ભાગ્ય તમારો સાથે આપશે.આ પણ વાંચો :