જુલાઈ 2018 માસિક રાશિફળ - જાણો કેવો રહેશે જુલાઈ મહિનો તમારે માટે

july astro
Last Updated: શનિવાર, 30 જૂન 2018 (17:05 IST)
 


મેષ - કોઈ નવી ડીલથી અચાનક તમને ફાયદો થઈ શકે છે. ઘરમાં કોઈ બાળક કે સંબંધીની તબિયત ખરાબ થવાથી ટેંશન થઈ શકે છે.  ડ્રાઈવિંગ કે કોઈ મહત્વપૂર્ણ કામને કરતી વખતે ટેંશનને હાવી ન થવા દો. મિત્રોની કોઈ સોશિયલ સ્કીમનો ભાગ ન બનો તો સારુ છે. તમારો કોઈ શોખ તમને ફાયદો કરાવી શકે છે. 
 
વૃષભ - તમારા કાર્યનો ભાર થોડો વધુ અનુભવ કરશો. તમારા જૂનિયર્સ પાસેથી કામ કઢાવવા માટે તરકીબ લડાવવી પડશે.  પ્રેમથી બીજા પાસેથી કામ કાઢી શકાય છે.  ઘરમાં હળવુ વાતાવરણ બનાવી રાખશો તો બધા ખુશીથી કાર્યમાં સહયોગ કરશે.  ઘરની મુસીબતો આપમેળે જ હલ થઈ જશે. પ્રેમીનો બગડેલો મૂડ સુધારવા માટે ભેટ આપશો કામ બની જશે. 
 
મિથુન - બેકારની ચિંતાઓથી તમારુ દિવસ ખરાબ ન કરશો. રૂટીનના કાર્ય સહેલાઈથી પતી જશે. અઠવાડિયાની શરૂઆતને લઈને તમે ખૂબ પોઝીટિવ અનુભવશો.  પણ બને શકે છે કે તમારી ક્ષમતાઓ પર થોડી વાર માટે તમારો વિશ્વાસ ડગમગાશે.  આ માટે તમારા બધા વર્તમાન પ્રોજેક્ટ્સ પર નવેસરથી રિસર્ચ કરશો, તો ટેંશન દૂર થઈ જશે. 
astro

કર્ક - તમે કોઈપણ મામલે નિર્ણય લેવામાં ઉતાવળ ન કરશો. પર્સનલ મામલાને પ્રોફેશનલ મામલામાં લાવવાથી નુકશાન થઈ શકે છે.  પ્રેમી સાથે કોઈ વિવાદ થયો છે તો તેને વાતચીતથી ઉકેલી શકો છો.  ઈમોશનલ થવાની જરૂર નથી. કામ પછી ડેટ પર જવાથી ટેંશનમાંથી છુટકારો મળી શકે છે. 
 
સિંહ - કામના સમયે ફોન કરી ઘરના મામલા અને સમસ્યાઓની ચર્ચા ન કરો તો સારુ રહેશે.  ઓફિસ કે બિઝનેસના ક્ષેત્રમાં આજકાલ તમે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છો એ માટે તમારે પોઝિટિવ અને ફ્રેશ નજરિયાની જરૂર છે.  તમારા પ્રેમી સાથે કોઈ નવો પ્લાન બનાવવાથી માનસિક શાંતિ મળશે. 
 
કન્યા માસિક રાશિફળ - બીજાની મદદ કરવાથી શાંતિ મળશે.  ઓફિસમાં થોડો ફેરફાર થઈ શકે છે.  આ કારણે મિત્રોનો મૂડ થોડો ખરાબ થઈ શકે છે. પણ તમે તમારા વ્યવ્હારથી વાતાવરણ હળવુ  કરવામાં સફળ રહેશો .  તમારા પ્રેમીની હેલ્થને કારણે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 
 
તુલા માસિક રાશિફળ - પરણેલાઓનુ જીવન આનંદદાયક વીતશે.  બિઝનેસમાં વધતા પ્રોગ્રેસથી ખૂબ ખુશી મળશે.  સ્ટુડેંટસને બૌદ્ધિક અને માનસિક બોઝથી છુટકારો મળશે.  કોઈ સારા પરિણામથી પણ ખુશી મળશે.  તમારા પ્રેમી સાથે આસપાસની યાત્રાનો પ્લાન બનાવો. હરવા-ફરવા દરમિયાન કોઈ મહત્વની માહિતી મળી શકે છે. મગજ પણ રિલેક્સ રહેશે. 
વૃશ્ચિક માસિક રાશિફળ - જે પણ કામ તમે કરશો જલ્દી બની જશે.  તેથી ફાલતૂ કાર્યમાં સમય બરબાદ ન કરો. ખર્ચમાં કમી કરવી ખૂબ જરૂરી છે. પ્રોપર્ટીના મામલે સોદાબાજી કરતા પહેલા બધી તકનીકી પહેલુઓ પર સારી રીતે વિચાર કરી લો. ઓફિસમાં સહયોગીઓ સાથે કોઈ વાત પર વિવાદ થઈ શકે છે.  તમારી સમસ્યા મિત્રને જરૂર જણાવો. 
 
ધનુ માસિક રાશિફળ - નવા પ્રોજેક્ટ્સ સાઈન કરવા પડી શકે છે.  પણ એ પહેલા બધા કાગળોને સારી રીતે ચેક કરી લો. થોડુ એકસ્ટ્રા કામ કરવાથી કોઈ રસપ્રદ ડીલ તમારી મુઠ્ઠીમાં આવી શકે છે. સ્ટુડેંટ્સ માટે સલાહ છે કે તમારો વધુમાં વધુ સમય અભ્યાસમાં લગાવો.  પ્રેમી તમારી પાસે આશા રાખીને બેસ્યા છે. તેથી તમારી તરફથી કોઈ કમી ન છોડો. 
 
મકર માસિક રાશિફળ - ઓફિસમાં તમારા આઈડિયાજ અને બીજાની શક્તિના બળ પર જ ચાલવુ લાભકારી સાબિત થશે.  તમારા મિત્રો વચ્ચે લોકપ્રિયતા અને પ્રભાવ વધશે.  કોઈ સીનિયર વ્યક્તિ સાથે મિત્રતા થશે અને તેમના અનુભવોનો લાભ પણ  તમને મળશે.  કોઈ સલાહકારની સલાહ માનતા પહેલા મામલાની સારી રીતે તપાસ કરી લો. 
 
કુંભ માસિક રાશિફળ - તમે કોઈને લઈને પરેશાન છો. પણ ઘરના લોકોની વાતને અવગણશો નહી. ઈ-મેલ કે એસએમએસ દ્વારા મળેલી દરેક માહિતી પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. જો મદદ માટે હાથ આગળ વધારો તો પાછળ ન હટશો. સાંજનો સમય લવ અફેયરને ઉકેલવા માટે એકદમ ઠીક છે. 
 
મીન માસિક રાશિફળ - કેટલાક અનુભવી લોકો સાથે તમારો કૉન્ટેક્ટ બનશે. જે તમારા નવા પ્રોજેક્ટ્સમાં સપોર્ટ કરશે.  જે યંગસ્ટર્સે હાલ તમારા કેરિયરની શરૂઆત કરી છે તેમને આજે પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. ઓફિસમાં માન પ્રતિષ્ઠા વધશે.  તમારા પ્રેમી સાથે સમય ન પસાર કરી શકવાનુ દુ:ખ છે તો ફોન કૉલથી પણ વાત બની શકે છે.


આ પણ વાંચો :