સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (17:36 IST)

માસિક રાશિફળ જાન્યુઆરી 2018 - જાણો કેવો રહેશે વર્ષનો પ્રથમ મહિનો તમારે માટે

જાન્યુઆરીથી ફરીથી આપણા જીવનમાં નવી ઘટનાઓનો એક સેટ આવી રહ્યો છે. અમારા જ્યોતિષ તમારી માટે લાવી રહ્યા છે  જાન્યુઆરી 2018નું સૌથી સટીક અને પ્રામાણીક માસિક રાશિફળ. ચાલો જોઈએ કે સિતારા તમારા આવનારા મહિના માટે શુ લઈને આવી રહ્યા છે. 
 
મેષ રાશિફળ રાશિફળ  - નવા વર્ષનો પ્રથમ મહિનો ખુશીઓ લઈને આવવાનો છે. હાથ ફેલાવીને સ્વાગત કરો. નોકરિયાત લોકોને સારા સમાચાર મળશે. વેપારી વર્ગને લાભ થશે.  જીવનમાં નવી ઉમંગ આવશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. વૈવાહિક જીવન સુખદ રહેશે.  જીવનસાથી તમારે માટે ઢાલનુ કામ કરશે.  તમને તમારે તમારા ચંચલ મનને કાબૂ કરવાની જરૂરિયાત છે.  નહી તો કેટલીક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. 
 
વૃષ માસિક રાશિફળ  - આ વર્ષની શરૂઆતમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણથી આશાના અનુરૂપ ધન નહી આવવાથી માનસિક અશાંતિમાં વધારો થશે.  જીવનસાથી તમારી સાથે કટુતાથી વ્યવ્હાર કરશે. તમારો ક્રોધ મામલાને વધુ બગાડી શકે છે. બહારનુ ખાવાથી બચો. 
 
મિથુન માસિક રાશિફળ - જીવનમાં આગળ વધવા માટે તમને સહયોગની દરકાર છે. ઉચ્ચ પદ પર બેસેલ કોઈ વ્યક્તિ સાથે તમારા વ્યક્તિગત સંબંધોનો લાભ મળશે.  વેપારમાં નવા દરવાજા તો ખુલશે પણ આ તકો માટે તમે સજાગ થવુ પડશે.  વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. 
કર્ક માસિક રાશિફળ - નવા વર્ષમાં કોઈપણ કામ કરતા પહેલા સારી રીતે વિચારી લો. આરોગ્યનો ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે.  તમારી ખાવાપીવાની ટેવ પર કાબૂ રાખો.  યાદ રાખજો કે મિત્રો વિના સફળતા મળવી સહેલી નથી.  તેથી તેમની સાથે સારા સંબંધ બનાવી રાખો. દેવ આરાધના કરો.  આવુ કરવાથી તમારુ મન શાંત થવા ઉપરાંત આવનારા કષ્ટ પણ પરેશાન નહી કરે. 
 
સિંહ માસિક રાશિફળ - નવા વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર રહેવાની છે.  મહિના પછી 15 દિવસ ખૂબ જ સુખદ રહેવાના છે. તમારા દિલની અવાજ સાંભળો અને તનતોડથી મહેનત કરો સફળતા જરૂર મળશે. જીવનસાથીનુ વલણ તમને નવા કામ કરવા માટે પ્રેરિત કરશે. કોઈ મંદિરમાં દાન કરવાથી લાભ થશે. 
 
કન્યા માસિક રાશિફળ - વર્ષની શરૂઆત તમારે માટે થોડી નિરાશાજનક રહેનારી છે. શત્રુ પક્ષની તરફથી તમારા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે. સાવધાનીની દરકાર છે. બોસ સાથે મતભેદ થઈ શકે છે. સંતાન તરફથી પણ કષ્ટ મળવાના યોગ છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતાઓ કાયમ રહેશે. 
 

તુલા માસિક રાશિફળ - કંઈક તો ખાસ થવાનુ છે આ મહિનામા. રાજનીતિમાં રસ એક ઊંચુ પદ અપાવશે.  પ્રતિયોગિતામાં સફળતા મળશે. સાહિત્ય સંગીતમાં રસ હશે તો ફાયદો થશે.  આરોગ્યનુ ધ્યાન રાખો. મહિનાના પૂર્વાર્ધમાં ખર્ચ વધુ થશે. જેનાથી ધન એકત્ર કરવામાં પરેશાની થશે.  ચાંદીના લોટામાં વહેતી નદીનુ પાણી ભરીને મુકવાથી ફાયદો થશે. 
 
વૃશ્ચિક માસિક રાશિફળ - સમય થોડો મુશ્કેલ છે. તમે કાર્યક્રમ પ્રત્યે અરુચિ અનુભવશો. મહેનત છતા ફળ ન મળવાથી હતાશા તમારા મનમાં ઘર કરી શકે છે.  અતિ વિશ્વાસના બદલામાં તમને દગો મળી શકે છે. 
 
ધનુ માસિક રાશિફળ - વર્ષની શરૂઆત સારી રહેવાની છે. જૂના કર્જથી મુક્તિ મળશે. હા જૂના કેસ પરેશાનીમાં નાખી શકે છે. મન ચંચળ થઈ રહ્યુ છે. તેના પર કાબુ રાખો.  સંતાન તરફથી સારા સમાચાર મળશે. સાસરિયા પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળે શકે છે. નોકરી બદલવાના યોગ છે. 
 
મકર માસિક રાશિફળ - તમારા જીવનમાં ખૂબ ઉથલ પુથલ રહેવાની છે. નસીબની ગાડી અટકી અટકીને આગળ વધશે.   ક્યાક કંઈક અટકી રહ્યુ છે જે આગળ વધવાનુ છે. મિત્રો તમારી મદદ માટે હંમેશા તૈયાર રહેશે.  જીવનસાથીનો અડિયલ સ્વભાવ માનસિક તનાવ વધારશે. નોકરિયાત લોકોને બોસ સાથે વિવાદ થઈ શકે છે. આરોગ્ય પણ સાથ નહી આપે. ટૂંકમાં આ મહિનો તમારે માટે શુભ ફળ આપનારો નથી. 
 
કુંભ માસિક રાશિફળ - મહિનાની શરૂઆતમાં કષ્ટ રહેશે.  તમારા નિકટના લોકોનો સહયોગ તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપતુ રહેશે.  સંતાન સુખની પ્રાપ્તિ 15 તારીખ પછી આર્થિક પક્ષમાં સુધારના સંકેત આપી રહ્યુ છે.  પણ શારીરિક રૂપે ઉદર અને ઘૂંટણની તકલીફ મુશ્કેલી ઉભી કરી શકે છે.  કોઈ જૂના મિત્ર સાથે તરફથી તમને મદદ મળી શકે છે. શત્રુ શાંત રહેશે. 
 
મીન માસિક રાશિફળ - મહિનાની શરૂઆત સામાન્ય રહેશે. આર્થિક દ્રષ્ટિને નજર અંદાજ ન કરો. જમીન વગેરેમાં રોકાણ કરવાથી બચો. પત્નીનુ સ્વાસ્થ્ય ચિંતાનુ કારણ બની શકે છે.  કાર્યોમાં રુચિ નહી રહે. બેકારની વાતો માનસિક તનાવ આપી શકે છે.  વેપારમાં હાલત મધ્યમ રહેશે.  નોકરિયાત લોકોને પોતાના વરિષ્ઠો સાથે વિવાદ થઈ શકે છે.