શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

નૂતન વર્ષાભિનંદન - વિક્રમ સંવંત 2075નુ રાશિફળ..જાણો કેવુ રહેશે આપનુ કારતકથી આસો સુધીનું નવવર્ષ

મિત્રો ગુજરાતીઓનુ નવવર્ષે એટલેકે બેસતુ વર્ષ.. અમે આપને માટે લાવ્યા છે નૂતન વર્ષનુ એટલેકે સંવત 2075નુ રાશિફળ.. રાશિ જાણતા પહેલા આપ સૌને નૂતન વર્ષાભિનંદન આપ સૌ માટે આ નવ વર્ષ શુભ અને સ્વસ્થ્ય અને સમૃદ્ધિ આપનારુ રહે એવી જ વેબદુનિયા પરિવાર તરફથી શુભકામના.. આવો જાણીએ આ વર્ષે રાશિ મુજબ આપને માટે શુ શુભ સંદેશ લઈને આવુ છે.
 
 
સૌ પ્રથમ જોઈશુ મેષ રાશિ 
 
મેષ રાશિના જાતકોનુ સ્વાસ્થ્ય જીવન અસ્થિર રહી શકે છે. તેમા તમને મિશ્રિત પરિણામ મળશે.  જોકે તમારા આરોગ્ય પ્રત્યે તમે સજાગ રહેશો તેથી આ નવવર્ષને શરૂઆતમાં તમારા સ્વાસ્થ્ય લાભ  મળશે. આ દરમિયાન નાના મોટા તનાવને છોડી દેવાય તો તમારુ આરોગ્ય સારુ રહેશે.  આ વર્ષે તમને કેરિયરમાં મિશ્રિત પરિણામ મળશે.  તમે તમર ઉત્કૃષ્ટ પ્રયાસોથી ઉન્નતિ કરશો. તમારી નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. કેરિયરને આગળ લઈ જવામાં નસીબ પણ તમને ભરપૂર સાથ આપશે.  વર્ષની શરૂઆતથી જ તમે તમરા કાર્યમાં ખૂબ મહેનત કરશો. જેનો આગળ જઈને તમને લાભ મળશે.   અચાનક બિનજરૂરી કહ્ર્ચાની પરિસ્થિતિ જોવા મળશે.    વર્ષની શરૂઆતમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પણ આ સમયે તમારા ખર્ચમાં વૃદ્ધિ થશે.  અચાનક બિનજરૂરી ખર્ચ્યાની સંખ્યા વધી જશે. તેના પર કંટ્રોલ નહી કર્યો તો આ તમને આર્થિક સંકટ તરફ અલી જઈ શકે છે.  વર્ષના મધ્ય (મે-જૂન)માં તમારા વેપારને ગતિ મળશે.  જેનાથી તમને આર્થિક લાભ થશે.  પ્રેમ જીવન માં કોઈ ખાસ ફેરફાર નહી આવે. તમરા સંબંધો ખાસ બનાવી રાખવા માટે તમારે પ્રેમમાં પારદર્શિતા લાવવી પડશે. 
 
વૃષભ - વૃષભ રાશિફળ મુજબ વિક્રમ સંવત 2075માં આપનુ સ્વાસ્થ્ય થોડુ કમજોર રહી શકે છે. તેથી આ વર્ષે આરોગ્ય પ્રત્યે તમારી વધુ ગંભીર રહેવાની જરૂર છે. તમારા ખાન પાન પર વિશેષ ધ્યાન રાખો. સ્વસ્થ્ય ભોજન જ ગ્રહણ કરો.  ભવિષ્ય કથન મુજબ આ વર્ષે તમને કોકી દીર્ઘકલિક રોગ થઈ શકે છે. આ વર્ષના શરૂઆતી સમયમાં કેરિયરમાં મુશ્કેલીનો સમાનો કરવો પડી શકે છે.  કેરિયરમાં ઉતાર ચઢાવની પરિસ્થિતિ આવશે અને સારા પરિણામને મેળવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. જો કે આ વર્ષે તમને તમારા કેરિયરને લઈને થોડી ગંભીર જોવા મળશો અને કેરિયરમાં તમારો મુકામ મેળવવા માટે તનતોડ મહેનત પણ કરશો. આર્થ્ક જીવન સામાન્યથી સારુ રહેશે.  તમારી આર્થિક સ્થિતિમાં સુધાર તો થશે પન તમારા ખર્ચૢમાં પાણ વધારો થશે.   જો તમે તમારા ફાલતુના ખર્ચ પર લગામ નહી લગાવો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.  આમ તો આ વર્ષ તમારી આવકમાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્તોતનુ સર્જન થશે. એપ્રિલના મધ્યથી મે ના મધ્ય સુધી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જૂનમાં પન આ પ્રક્રિયા ચાલુ રહેશે. 
 
મિથુન - નૂતન વર્ષ 2075મુજબ આ વર્ષે તમને સ્વાસ્થ્યનો લાભ મળશે. જો કે ક્યારેક ક્યારે નાની મોટી સ્વાસ્થ સંબંધી બીમારીઓનો સામનો કરવો પડશે. પણ જાન્યુઆરીમા તમારે તમારા આરોગ્યને લઈને થોડુ સાવધ રહેવુ પડશે.  આ સમયે તમને સ્કિન સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.  આ વર્ષ તમારા કેરિયર માટે સામાન્ય રહેવાના સંકેત આપી રહ્યુ છે.  જો તમે સખત મહેનત કરો છો તો આ વર્ષ તમારા કેરિયર માટે સારુ રહી શકે છે. તમારે તમરા કામ પર ફોક્સ કરવુ પડશે.  કેરિયરમાં આગળ વધવા માટે તમારે નવા નવા વિચારોનુ સર્જન કરવુ પડશે.  વરિષ્ઠ કર્મહારીઓની સલાહ પણ તમને કામ લાગશે.  આ વર્ષ તમારા આર્થિક જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ મેળવશો.   આર્થિલ લાભના યોગ બની રહ્યા છે. વેપારમાં નવા નવા આઈડિયા તમારા આર્થિક લાભને વધારવામાં મદદ કરશે. આ વર્ષે તમે ધન એકત્રિક કરવામાં સફળ થશો. જો કે બિઝનેસનો વિસ્તાર કરવા માટે ઘરેથી દૂર જવુ પડી શકે છે.  તમારા આર્થિક જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ મળશે. આર્થિક લાભના યોગ બની રહ્યા છે. વેપારમાં નવા નવા આઈડિયા તમને આર્થિક લાભને વધારવામાં મદદ કરશે. 
 
કર્ક - નવવર્ષ 2075 મુજબ આર્થિક મામલે અને કેરિયર માટે આ વર્ષ કર્ક રાશિના જાતકો માટે શાનદાર રહેવાનુ છે. જો કે સ્વાસ્થ્યના મોરચે સાવધ રહેવાની જરૂર છે. કારણ કે આ વર્ષે તમરા આરોગ્યમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.  બીજી બાજુ તમારા કેરિયરને વાત કરીએ તો આ વર્ષે નોકરિયાત લોકોને પ્રમોશનની ભેટ મળી શકે છે. ફેબ્રુઆરીથી માર્ચ અને નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે તમને નોકરી અને વ્યવસાયમાં  શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. બીજી બાજુ માર્ચ પછી તમે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરી શકો છો.  કે તમે  જે બિઝનેસ કરી  રહ્યા છો તેનો વિસ્તાર કરી શકો છો.  હવે વાત કરીએ  તમારા આર્થિક જીવનની તો આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે આ દરમિયાન આવક વધવા અને ધન લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધન લાભની સાથે સાથે  આ વર્ષે તમને ધન હાનિ પણ થઈ શકે છે.  તેથી ફેબ્રુઆરીથી લઈને માર્ચના શરૂઆતમાં સપ્તાહ સુધી ધન અને પૂંજી રોકાણ સંબંધિત યોજનાઓ સાચવીને બનાવો. 
 
સિંહ - સિહ રાશિફળ મુજબ આ વષે તમરુ સ્વાસ્થ્ય જીવન સારુ રહેશે.  વર્ષના શરૂઆતના મહિનામાં તમને તાવ શરદીની ફરિયાદ રહી શકે છે. તમને શારીરિક થાક અને ઉર્જાની કમી અનુભવશો. જો કે ફેબ્રુઆરી મધ્યથી તમને સ્વાસ્થ્ય લાભ મળી શકશે. કેરિયરમાં સફળતા મેળવવા માટે તમે સતત મહેનત કરશો. કેરિયરમાં તમને સફળ પરિણામ મલશે. પણ આ  પરિણામોથી તમે સંતુષ્ટ નહી રહો.  કાર્યક્ષેત્રમાં તમારા પરિશ્રમને નવી ઓળખ અપાવશે. તમને નવી જગ્યાએ નોકરી કરવાની તક મળશે. પણ તેમ છતા પણ તમને ખૂબ સારા પરિણામ નહી મળે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.  જાન્યુઆરીને છોડી દો તો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલમાં તમને ધન હાનિ થઈ શકે છે. અથવા કોઈ ગેરસમજને કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતા છે. 
 
કન્યા - કન્યા રાશિફળ મુજબ આ વર્ષે તમારા સ્વાસ્થ્ય જીવનમાં ઉતાર ચઢાવની પરિસ્થિતિ આવશે. આ વર્ષે તમને સ્વાસ્થ્ય જીવનમાં મિશ્રિત પરિણામ મળશે.  જેવા કે સ્વાસ્થ્ય લાભ સાથે સાથે તમારા આરોગ્યમાં પણ કમી જોઈ શકાશે. તમને કેરિયરમાં મિશ્રિત પરિણામ મળશે.  આ ક્ષેત્રમાં અનેક તક અવશે જેમા તમને નિરાશ થવુ પડી શકે છે  બીજી બાજુ અનેક તક એવી પણ આવશે જેમા તમને સફળતાનો સ્વાદ મળશે. તમારી કુશક સંવાદ શૈલીના માધ્યમથી તમે કેરિયરમાં પ્રોગ્રેસ કરશો. તમારુ આર્થિક જીવન સામાન્યથી સારુ રહેશે અને વર્ષની શરૂઆતથી જ તમને તેનો આભાસ થવા માંડશે. જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં તમને વિવિધ સ્ત્રોતોથી આવક પ્રાપ્ત થશે. પણ આ સમયે તમારા ખર્ચમાં પણ  વૃદ્ધિ થવાની શક્યતા છે. જો કે પરિસ્થિતિયો છતા પણ તમારા કાબુમાં રહેશે.  નવુ વર્ષ તમારા પ્રેમ જીવન માટે મિશ્રિત રહેશે.  તેમા તમને ઉતાર ચઢાવ બંને જોવા મળશે. પ્રેમ જીવન માટે વર્ષની શરૂઆત કોઈ ખાસ નથી. આ સમયે તમને પ્રેમજીવનમાં પડકારનો સામનો કરવો પડી શકે છે.  નોકરી વ્યવસાયને કારણે તમારે ઘરેથી દૂર જવુ પડી શકે છે. 
 
તુલા - તુલા રાશિફળ મુજબ આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય ખૂબ જ સારુ રહેશે.  આ વર્ષે તમને સ્વાસ્થ્યનો લાભ મળવા ઉપરાંત જૂની બીમારીઓથી પણ છુટકારો મળશે.  તમને તમારા કેરિયરમાં ખૂબ જ સારુ પરિણામ મળશે.  માર્ચ પછી તમારા નવા વિચાર તમને સફળ પરિણામ અપાવવામાં સફળ રહેશે.  આ સમય કાર્યક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે.  માર્ચ પછી તમારા નવા વિચાર તમને સફળ પરિણામ અપાવવામાં સફળ રહ્શે.  આ સમય કાર્યક્ષેત્રમાં તમને પરિણામ સારા મળશે. સહકર્મચારીઓનો સહયોગ મળશે પણ એટલો નહી જેટલી તમે આશા રાખો છો. તેથી તમે તેમના ભરોસે બિલકુલ ન રહેશો. આર્થિક ક્ષેત્રમાં તમને ધાર્યા કરતા વધુ સારુ પરિણામ મળશે.  આ ક્ષેત્રમાં ભગ્ય પણ તમારો સાથ આપશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે અનેક તક પ્રાપ્ત કરશો.  આ વર્ષે કોઈની સાથે નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે.  લવ પાર્ટનર સાથે તમારો તાલમેલ સારો રહેશે.   તમે તેમની સાથે ટ્રિપ પર પણ જઈ શકો છો. મનોરંજન માટે પણ બંને સાથે ક્યાક ફરવા જઈ શકો છો.  જોકે અનેક પરિસ્થિતિઓ એવી પણ આવશે જેમા તમને નિરાશા હાથ લાગશે.  ઘરની ખુશીઓથી તમે આનંદિત રહેશો. વર્ષના મધ્યમાં ઘરમાં કોઈ મોટી ખુશી દસ્તક આપી શકે છે.  આ સમયે ઘરમાં માંગલિક કાર્યક્રમ થઈ શકે છે. 
 
 
વૃશ્ચિક રાશિફળ - સંવત 2075 મુજબ તમારા સ્વાસ્થ્ય જીવન પર નજર નાખીએ તો આ વર્ષે તમારા આરોગ્ય મામલે થોડુ સતર્ક રહેવાની જરૂર છે. તમે તમારી ફિટનેસની સમસ્યાનો સામનો કરી શકો છો.  જો તમારા આરોગ્યમાં ઘટાડો આવે તો કોઈ પ્રકારની બેદરકારી ન કરો. તમારા રોગનો ત્વરિત ઈલાજ કરાવો. ફેબ્રુઆરી માર્ચનો મહિનો તમારા આરોગ્ય માટે થોડો નાજુક રહી શકે છે.  બીજી બાજુ કેરિયર પર નજર નાખીએ તો તમને તેમા ખૂબ જ સારા પરિણામ મળી શકે છે. તમારા કેરિયરમાં તમને સફળતા મળશે  અને તમારે સામે અનેક સોનેરી તક આવશે.  કોઈ સારી કંપની તરફથી તમને ખૂબ જ સારી ઓફર  મળી શકે છે. કેરિયરને લઈને વિદેશ જવાની પણ તક છે.  આર્થિક જીવન માટે મિશ્રિત સમય રહી શકે છે.  તેમા તમને ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. તમારા ખર્ચ અને આવકમાં અંતર જોવા મળશે.  તેથી તમારા આર્થિક જીવનમાં  ખર્ચ અને આવક વચ્ચે તાલમેલ બનાવીને ચાલો. બીજી બાજુ પ્રેમ જીવન માટે આ વર્ષ ઉત્તમ રહેશે.  પ્રિયતમ સાથે રોમાંસ કરવાની તક મળશે અને રિલેશનશિપમાં મજબૂતી આવશે. 
 
ધનુ - ધનુનુ વાર્ષિક રાશિફળ એ બતાવે છે કે આ વર્ષની શરૂઆત મહિનામાં તમારુ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની રહી શકે છે. યાત્રા દરમિયાન તમે થાક અનુભવી શકો છો.  આ વર્ષે સાવધાનીથી વાહ્ન ચલાવો. કેરિયરની દ્રષ્ટિથી આ વર્ષ તમારે માટે મિશ્રિત પરિણામ લઈને આવશે.  આ વર્ષે તમને તમારા કેરિયરમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે.  તમને તમારી મહેનતનુ પરિણામ મળશે.  આ સમયે નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે.  અથવા તમારી સેલેરી વધી શકે છે.  બીજી બાજુ આર્થિક ક્ષેત્રમાં પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.  વિવિધ સ્ત્રોતથી તમને આર્થિક મદદ મળશે.  પૈતૃક સંપત્તિમાં વૃદ્ધિ થશે. તમારા પરિજન આર્થિક પક્ષને મજબૂત બનાવવામાં તમારી મદદ કરશે.  જો તમે કોઈ વેપાર અથવા કારોબાર કરો છો તો તેમા તમને આર્થિક લાભ થશ્સે.  તમારા પ્રેમ જીવનને લઈને તમે આ વષે થોડા વધુ ગંભીર રહેશો. જો સાથી તરફથી કોઈ પ્રકારનો વિવાદ થઈ  જાય છે તો વિવાદ આગળ ન વધારો. . પણ તેને વાતચીતના માધ્યમથી નિપટાવો.  ઘરમાં પરિજનોનું સ્વાસ્થ્ય એક દમ સારુ રહેશે.  માતા પિતાજીને સ્વાસ્થ્ય સંબંધી નાની મોટી તકલીફ થઈ શકે છે. 
 
મકર - આ વર્ષે આપને માટે સારુ રહેશે. જો સ્વાસ્થ્ય કારણૉસર તમને થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પણ શરૂઆતમાં ત્રણ મહિના તમારુ આરોગ્ય સારુ રહેશે.   આ સમયે તમે ઉર્જાવાન અનુભવ કરશો પણ ત્યારબાદ એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર સુધી તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  આર્થિક જીવન મળતાવડુ રહેશે. આ વર્ષે તમારા ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. જ્યારે કે આવકની વાત કરીએ તો તેમા વૃદ્ધિની શક્યતા ઓછી છે.  જો કે તમને આંતરરાષ્ટ્રીય સંબંધોથી આર્થિક નફો થવાની શક્યતા છે.  જો તમે નોકરી કરી રહ્યા છો તો તમને પ્રમોશન અથવા તમને કંપની તરફથી પ્રોત્સાહન પ્રાપ્ત થશે.  ઓક્ટોબર મહિનો પણ આપને માટે ખુશ ખબર લઈને આવશે.  વેપારમાં તમારી ઉન્નતિ થશે.  તમારા પ્રેમ જીવનને ખૂબ એંજોય કરશો. તમારુ પ્રેમ જીવન રોમાંચિત રહેશે.  જો તમે તમરા લવ પાર્ટનરને લાઈફ પાર્ટનર બનાવવા માંગો છો તો તમારી આ ઈચ્છા પુરી થશે. 
 
 
કુંભ - આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે.  તમે નિરોગી રહેશો અને ખુદને વધુ ઉર્જાવાન અનુભવ કરશો. તમારી અંદર જોશ ઉત્સાહ અને ગઝબની સ્ફ્રૂર્તિ  જોવા મળશે. આ વર્ષે તમારા કેરિયરને ઉંચાઈ મળશે.  તમને તમારા કાર્યક્ષેત્રમાં   સફળતા મળશે.  તમારા નિર્ણય તમારા કેરિયરને વધુ સોનેરી બનાવવામાં મદદ કરશે.  તમે તમારા સારા નિર્ણયોથી તમારે મટે સોનેરી તકનુ નિર્માન કરશો. તમારુ આર્થિક જીવન શાનદાર રહેશે.  આ વર્ષે તમને આર્થિક લાભના યોગ છે. તમારી પાસે ધન આવશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ વર્ષે તમે ધનનો સંચય કરવામાં સફળ રહેશો. માર્ચ પછી તમારી આર્થિક સ્થિતિમા સુધાર થશે. આવકના અનેક સારા સ્ત્રોત રહેશે અને તમે તમારા આર્થિક પક્ષને લઈને ખુશ પણ જોવા મળશો. આ વર્ષે તમારુ પ્રેમ જીવન સામાન્ય રહેશે.  વર્ષની શરૂઆત થોડી ધીમી રહેશે.  માર્ચ સુધી તમારા પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે.  પણ આ અવધિમાં તમે પ્રેમ પર પૂર્ણ વિશ્વાસ મુકો અને તમારા પ્રિયતમનો વિશ્વાસ ન તોડશો. 
 
 
મીન - મીન રાશિના જાતકોનુ આરોગ્ય આ વર્ષે ઠીક રહેશે. પણ છતા તમારે તમરા સ્વાસ્થ્ય સંબંધી ગંભીર રહેવુ પડશે. ખુદને ફિટ રાખવા માટે તમે યોગા, વ્યાયામ, જિમિંગ, રનિગ વગેરે કરી શકો છો. દૈનિક દિનચર્યાને હેલ્ધી બનાવો. સવારે જલ્દી ઉઠો અને રાત્રે સમયસર સૂઈ જાવ. સારા સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત ઉંઘ લો.  મનને સ્થિર રાખવા માટે તમે  ધ્યાન પણ લગાવી શકો છો. જો તમે માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ્ય રહો છો તો આ વર્ષે તમારુ કેરિયર ઊંચાઈની બુલંદીઓ પર પહોંચી શકો છો.  કાર્યક્ષેત્રમાં તમને એક નવી ઓળખ મળશે.  તમરી છબિ એક પરિશ્રમી મહેનતી અને ઈમાનદાર કર્મચારીની રહેશે.  તમને આર્થિક પડકારનો સામનો કરવો પડી શકે છે.  તેથી આ વર્ષે  તમને આર્થિક પક્ષને લઈને થોડુ સાવધ રહેવુ પડશે.  જોખમ ભર્યા પગલા ઉઠાવતા પહેલા તેના પર વિચાર કરો. તમને ધનનુ નુકશાન થઈ શએક છે. આઅ વર્ષે પ્રેમ જીવનને લઈને આપ થોડા ભ્રમની સ્થિતિમાં રહી શકો છો. તમારી રિલેશનશિપને લઈને તમારા મનમાં કોઈ પ્રકારની શંકા રહેશે.  પ્રિયતમ સાથે કોઈ વાતને લઈને બોલચાલ   પણ થઈ શકે છે. 
 
જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.