Libra - જાણો તુલા રાશિ માટે કેવુ રહેશે આ વર્ષ 2018

વૈદિક જ્યોતિષ પર આધારિત ફળાદેશ 2018 મુજબ તુલા રાશિ માટે વર્ષ 2018 મિશ્રિત રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે. જોકે આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શુભ સંકેત આપી રહ્યુ છે.  જ યારે કે આર્થિક મામલે પરિણામ સરેરાશ મળી શકે છે.  પ્રેમ અને દાંમપ્ત્ય જીવન તમારે માટે શુભ પરિણામ આપનારા છે. આવો જાણીએ કેવુ રહેશે તુલા રાશિ માટે વર્ષ 2018 
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય 
આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી ષષ્ઠેસ ગુરૂ તમારા પ્રથમ ભાવમાં છે તેથી પૂર્ણ રૂપે સ્વસ્થ્ય રહેવાની શક્યતાઓ ઓછી છે. કારણ કે ગુરૂ નૈસર્ગિક રૂપે શુભ છે.  તેથી આ શારીરિક રૂપે પીડા ઓછી જ આપે છે. પણ કેટલાક માનસિક તનાવ અને પેટ સાથે સંબંધિત પરેશાનીઓ આપી શકે છે.   માનસિક ખિન્નતાનો સંકેત ચતુર્થ ભાવમાં કેતુ ગોચરથી પણ મળી રહ્યો છે.  મતલબ આ વર્ષે કોઈ મોટી શારીરિક પીડાના યોગ તો નથી. પણ ખાન પાન પર સંયમ રાખવાની જરૂર છે.  જો વય વધી રહી છે તો ત્યારબાદનો ખ્યાલ રાખવો પડશે કે આ વર્ષે તમારુ વજન ન વધી જાય. ઘરમાં નાની મોટી વાતોને લઈને રાઈનો પહાડ બનવાથી બચાવો. કારણ કે ઘરેલુ પરેશાનીઓને કારણે તમે તનાવગ્રસ્ત રહી શકો છો.  સપ્ટેમ્બર 2018 પછી શારીરિક પરેશાનીઓ તો નહી રહે પણ તનાવ ત્યારે પણ ક્યારેક પરેશાન કરી શકે છે.  આ વર્ષે જ્યા સુધી શક્ય હોય  શુદ્ધ વિચારોને મહત્વ આપો. 
 


આ પણ વાંચો :