સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (17:06 IST)

શારદીય નવરાત્રિ 2018 - માતાના આગમનથી કંઈ રશિ પર પડશે કેવો પ્રભાવ, જાણો

10 ઓક્ટોબર 2018થી એટલે કે આજથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવરાત્રિ મા દુર્ગા નાવ પર સવાર થઈને આવી રહી છે. માતાના આગમન પર વિવિધ રાશિઓ પર જુદી જુદી અસર થશે. 
 
મેષ - આ નવરાત્રિ અત્યંત શુભ ફળદાયી છે. તેમા કોઈ રોકાયેલુ કાર્ય સંપન્ન થશે 
 
વૃષભ - ધનનો અપવ્યય થશે.  સ્વજનો સાથે વિવાદ થઈ શકે છે. તેથી વાણી પર સંયમ રાખો 
 
મિથુન - સ્વાસ્થ્ય ઠીક નહી રહે. માનસિક અશાંતિ રહી શકે છે. તેથી મા ભગવતીની આરાધના કરો. 
 
કર્ક - આકસ્મિક રીતે ઘવાય શકો છો. તેથી ભગવાન શિવની ઉપાસના કરો. 
 
સિંહ - આ રાશિના લોકો માટે તીર્થ યાત્રાના યોગ છે. લંબાયેલા કાર્ય પુરા થશે. 
 
કન્યા - શોર્ય અને પરાક્રમની વૃદ્ધિ થશે. આ સાથે જ અનેક માંગલિક કાર્ય પણ પુરા થશે. 
 
તુલા - આ રાશિના લોકો માટે આ સમય મંગળકારી છે ઘર પર માંગલિક કાર્ય થશે. 
 
વૃશ્ચિક - આ રાશિના લોકો માટે આ સમય મંગળકારી છે. ઘરે માંગલિક કાર્ય થશે. 
 
ધનુ -   માતા-પિતાને તીર્થાયાત્રા પર મોકલવાની તક મળશે. ખુદને સામાજીક પ્રતિષ્ઠા મળશે. 
 
મકર -  તામ્ર કળશનુ જળ પીવુ જોઈએ. કારણ કે ઉદર રોગ પરેશાન કરી શકે છે. 
 
કુંભ - નિરર્થક ભાગ દોડ કરવી પડી શકે છે. જેનાથી સમય અને પૈસાનો અપવ્યય થશે. 
 
મીન - માનસિક ચિંતાનો ખતરો છે.  માનસિક તનાવથી બચવા માટે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ.